ETV Bharat / state

21 જૂને ગુજરાત ઉજવશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જાણો આ વર્ષનું મહત્વનું આયોજન

21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2022 )ગુજરાતમાં ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાની ઉજવણી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6.40 કલાકે દિલ્હીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશવાસીઓને સંબોધન કરશે.

21 જૂને ગુજરાત ઉજવશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જાણો આ વર્ષનું મહત્વનું આયોજન
21 જૂને ગુજરાત ઉજવશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જાણો આ વર્ષનું મહત્વનું આયોજન
author img

By

Published : Jun 20, 2022, 8:23 PM IST

ગાંધીનગર: દેશમાં 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી (International Yoga Day 2022 ) થઈ રહી છે. ગુજરાતમાં પણ આયોજન કરવામાં આવશે જેમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગુજરાતમાં માનવતા માટે યોગ દિનની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના(CM Bhupendra Pate)અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ( Ahmedabad Riverfront )ખાતે કરવામાં આવશે.

યોગ દિવસ

વડાપ્રધાન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશવાસીઓને સંબોધન કરશે - આ ઉજવણીમાં કેન્દ્રીય નાણાપ્રધાન ભાગવત કિશન રાવ પણ ઉપસ્થિત રહેશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6.40 કલાકે દિલ્હીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશવાસીઓને સંબોધન પણ આપશે જીવંત પ્રસારણ રાજ્યભરમાં યોજાનાર કાર્યક્રમમાં કરવામાં આવશે, રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં 7500 થી વધુ લોકો હાજરી આપશે. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજર રહેશે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગશિબિરમાં આપશે હાજરી

રાજ્યના 75 આઇકોનીક સ્થળોએ થશે ઉજવણી - આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં રચના ધાર્મિક પ્રવાસ અને ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા પરંતુ તે આઇકોનિક સ્થળો જેવાકે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્ય મંદિર જેવા સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના 33 જિલ્લાઓમાં 75 સ્થળોની પસંદ કરાઈ છે તેમાં 18 જેટલા ઇતિહાસિક સ્થળો ધાર્મિક સ્થળો અને 22 જેટલા પ્રવાસન સ્થળો ઉપરાંત કુદરતી સ્થળો અને એક શૈક્ષણિક સ્થળની પસંદગી કરવામાં આવી છે.

ક્યા પ્રધાનો ક્યાં હાજર રહેશે - મુખ્યપ્રધાન પટેલ અમદાવાદ રિવરફ્રન્ટે હાજર રહેશે, ડોક્ટર નીમાબહેન આચાર્ય સફેદ રણ ધોરડો કચ્છ હાજર રહશે, રાજેન્દ્ર ત્રિવેદી વડોદરા, જીતુ વાઘાણી ભાવનગર, ઋષિકેશ પટેલ મોઢેરા સૂર્યમંદિર હાજર રહશે, પૂર્ણેશ મોદી દાદા ભગવાન ત્રિમંદિર અડાલજ, રાઘવજી પટેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ અમરેલી, કનુ દેસાઇ પારડી, કિરીટસિંહ રાણા સુરેન્દ્રનગર, નરેશ પટેલ આહવા, પ્રદીપ પરમાર પાટણ, અર્જુન સિંહ ચૌહાણ વિદ્યાનગર, જગદીશ વિશ્વકર્મા અદાણી શાંતીગ્રામ, બ્રિજેશ મેરજા જામનગર, જીતુ ચૌધરી નવસારી, મનીષાબહેન વકીલ નડિયાદ, મુકેશ પટેલ કામરેજ, નિમિષાબહેન સુથાર લુણાવાડા, અરવિંદ રૈયાણી ખંભાળિયા, કુબેર ડીડોર છોટાઉદેપુર, કિર્તીસિંહ વાઘેલા પાલનપુર, આરસી મકવાણા ભાવનગર, વિનોદ મોરડીયા મોડાસા, દેવા માલમ ગીર સોમનાથ દુષ્યંત પટેલ નાયબ મુખ્ય દંડક કુકરવાડા હાજર રહશે.

આ પણ વાંચોઃ ભરૂચમાં આ ત્રણ આઈકોનીક સ્થળે થશે વિશ્વ યોગ દિવસની ઉજવણી, તૈયારીઓ પૂર જોશમાં

રાજ્યના દરેક જિલ્લામાં થશે યોગ - જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના દરેક ગામ તાલુકા શહેર અને જિલ્લાની નગરપાલિકાઓ માટે નગરપાલિકા સાથે શાળાઓ, કોલેજો, યુનિવર્સિટી, આરોગ્ય કેન્દ્ર, પોલીસ હેડ ક્વાટર, રાજ્યની જેલો તથા તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકોને ભેગા કરીને યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે. આમ રાજ્યના તમામ દરેક જિલ્લાઓમાં યોગ કરવામાં આવશે જેમાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રધાનોને જવાબદારી પણ સોંપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.