પ્લેટીના ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ગાંધીનગર ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં 27મી સપ્ટેમ્બર 2019 ના રોજ જજબા 2019 વાર્ષિક સાંસ્કૃતિક જીએસટી નું આયોજન કરવામાં આવ્યું હતું
દિવસની અલગ-અલગ ઇવેન્ટ્સમાં ટ્રેઝર હન્ટ રંગોલી, બેક ટુ બચપણ, જીઆઇટીનો માસ્ટર શેફ, કવિઝ ઓ મેઝ, નુક્કડ નાટક વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. અને દિવસની ઇવેન્ટમાં ગુજરાતના જાણીતા આરજે કૃણાલ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ વિદ્યાર્થીઓ સાથે ઘણી મજેદાર રમતો રમ્યા હતા.આ કાર્યક્રમના અંતે ગાંધીનગર ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં દિવસ દરમિયાન તેમજ રાત્રિના પ્રોગ્રામમા વિજેતાઓને આકર્ષક ઇનામથી નવાજવામાં આવ્યા હતા.