ભારત સરકારે 2015માં અદાણી પોર્ટ માટે મુન્દ્રા તાલુકાના 17 ગામોની જમીન લીઘી હતી. તેને સરકારને પરત કરવાનો આદેશ કરાયો હતો, છતાં હજુ સુધી જમીન પરત કરવામાં આવી નથી. આ સંદર્ભે જીજ્ઞેશ મેવાણીએ સરકારને આડે હાથ લીધી હતી અને સવાલોનો તોપમારો ચલાવ્યો હતો.
આ અંગે જીજ્ઞેશ મેવાણીએ સંબંધિત કેબિનેટ પ્રધાનને પ્રશ્ન પૂછ્યો હતો, બાદમાં આ અંગે તેણે કહ્યું હતુ કે, 19/5/2015ના રોજ ભારત સરકાર દ્વારા અદાણી પોર્ટ અને અદાણી એસિઝએડ દ્વારા કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના 17 જેટલા ગામોમાં ગૌચરની જમીન લેવામાં આવી હતી. તે તમામ જમીન સામે ચાલીને અદાણીએ સરકારને જમીન પરત કરવાનો સ્પષ્ટ આદેશ કરાયો હતો. તેમ છતાં છેલ્લા ચાર વર્ષમાં એક પણ જમીન પરત કરવામાં આવી નથી. છતાં રાજ્ય સરકારના પણ પેટનું પાણી હલતું નથી.
આમ, ઉદ્યોગપતિઓ પાસેથી ગૌચરમાં થયેલાં દબાણની જમીન પરત લેવા બાબતે પૂછાયેલા પ્રશ્ન સંદર્ભે સરકારે મૌન ધારણ કરતા ગૃહમાં 'અદાણી-રૂપાણી ભાઈ-ભાઈ' જેવા નારા લાગ્યા હોવાનું જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું.