ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા દ્રારા શિક્ષણ વિભાગ દ્વારા ટેબલેટની ખરીદી કરવામાં આવી છે. તેમાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ કરાયા છે. સીએમ દ્વારા આક્ષેપ પુરવાર કરવા જોઈએ તેમ કહેવામાં આવ્યુ છે. આ બાબતે શિક્ષણપ્રધાન દ્વારા આ પ્રકારના આક્ષેપ પુરવાર ન થતાં હોય તો તેને ઠપકો આપવો જોઈએ. તેનાં સંદર્ભમાં દરખાસ્ત લાવવામાં આવી હતી. જેમા મેં સમર્થન આપ્યું હતું, પરંતુ વિપક્ષના શૈલેષ પરમાર દ્વારા હાલ અમને સમય આપે તેમ કહેવામાં આવ્યું હતું.
વિજય રૂપાણી દ્વારા સમય આપવામા આવ્યો હતો. આજે આ મુદ્દાને ઉપસ્થિત કર્યો હતો. જેમાં અમારું માનવું છે કે, ઘણાને કોઈ ભળતાં કાગળ પકડાવી જાય વિપક્ષ નેતા તરીકે, પરંતુ તેનો અભ્યાસ કર્યા વિના સરકારની છબી બગાડવા માટે જે જૂઠાં આક્ષેપ કર્યા છે. તેમાં પુરાવા આપ્યાં નથી, મીડિયામાં રહેવા માટે સરકારને બદનામ કરવા પ્રયાસ કર્યો છે. તેમ અધ્યક્ષ સામેે માગ કરી હતી. જેમાં ગૃહના જતન માટે ઠપકાની દરખાસ્ત હતી. તેની સાથે સહમત થયાં છે. અમારો અભિગમ માફી માંગવાનો નથી. આગામી દિવસોમાં આવા કોઈ પણ પ્રકારના આધાર વિનાના આક્ષેપ કરવામાં ન આવવા જોઈએ.
અધ્યક્ષે ગૃહમાં કહ્યું હતું કે, વિધાનસભા ન્યાયનું પ્રતીક છે. તેની સાથે વિપક્ષ નેતાનું જવાબદારી યુક્ત પદ છે. જેથી રાજકારણીએ જવાબદાર રહેવું જોઈએ. કોઈપણ સભ્ય ગૃહને ગેરમાર્ગે દોરી શકે નહીં અને જો તેમ થાય તો માફી માંગવી જોઈએ. ટેબ્લેટ મુદ્દે જે આક્ષેપ સરકાર સામે થયો, તે વાત સાચી હોવાની વાત વિપક્ષ નેતાએ વારંવાર કરી હતી. તેમણે રજૂ કરેલા પુરાવા આક્ષેપને સાબિત કરતાં નથી. તેમણે સભાને ગેરમાર્ગે દોરી છે. ભળતાં કાગળ રજૂ કરી આક્ષેપ કર્યા અને હજુ સુધી તેમણે સાબિત કર્યા નથી. તેમના દ્વારા અપાયેલા કાગળમાં પણ ક્યાંય આધાર નથી. તેમને ઠપકો આપવાની સરકારે દરખાસ્ત કરી છે. ફરી ક્યારેય આવું ન કરવા માટે તેમને સૂચવી રહ્યો છું.