ગાંધીનગર : આજે ઉઝબેકિસ્તાન કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અદ્ખમ અર્કમોવએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેઓએ આગામી મહિનામાં યોજાનારા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ગુજરાતનું વેપાર-ઉદ્યોગ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સહભાગી થવા આવે તે માટે ભેગી સ્થાનના પ્રેસિડેન્ટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આમંત્રણ પાઠવ્યું હતું કે ઉઝબેકિસ્તાનના પ્રેસિડન્ટે આગ્રહ પૂર્વક પાઠવેલા આમંત્રણને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્વીકાર કર્યો અને એગ્રીકલ્ચર માઇનિંગ અને સોલર પર ફોકસ કરતું ડેલિગેશન આ સમિટમાં અવશ્ય ભાગ લેશે તેવી બાહેંધરી આપી છે.
વર્ષ 2019માં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયા હતા અને ઉઝબેકિસ્તાનના પ્રવાસમાં તેઓએ ગુજરાતના ઉદ્યોગોને લઈને ચર્ચા કરી હતી, ત્યારે આજે ઉઝબેકિસ્તાનના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તાશ્કંદમાં યોજાનારા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોર્મમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.