ગાંધીનગર છેલ્લા બે વર્ષથી કોરોનાના(International Kites Festival Ahmedabad) કારણે કોઇ પણ તહેવાર ઉજવવાની સરકાર દ્રારા મંજૂરી આપવામાં આવી ન હતી. જેના કારણે આ વખતે કોરોનાના કેસો કાબૂમાં હોવાના કારણે સરકાર દ્રારા રાજ્યમાં બે વર્ષ પછી પ્રથમવાર(global kite festival Ahmedabad) રાજ્ય સરકાર દ્વારા આંતર રાષ્ટ્રીયપતંગ મહોત્સવનું (International Kite Festival) આયોજન કરવામાં આવ્યું છે. પતંગ ઉત્સવ તારીખ 8 જાન્યુઆરીથી લઈને તારીખ 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે. જેમાં વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે. જેને લઇને રાજ્યના પ્રવાસન વિભાગે પતંગ ઉત્સવને (Ahmedabad Uttarayan) લઈને તૈયારીઓ શરૂ કરી છે.
4 સ્થળો પર પતંગ ઉત્સવ આ વખતે(Ahmedabad Kite Festival) રાજ્યના 4 સ્થળો પર પતંગ ઉત્સવ ઉજાશે. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પતંગ ઉત્સવ યોજવામાં આવશે. અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાનો પતંગ ઉત્સવ યોજવામાં આવશે. અમદાવાદના રિવર ફ્રન્ટ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગ ઉત્સવ આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે રાજકોટ અને સુરતમાં પણ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
પતંગબાજો ભાગ લેશે 70 દેશના પતંગબાજો ભાગ(global kite festival Ahmedabad) લેશે પ્રવાસન વિભાગની મળેલી બેઠકમાં પતંગ મહોત્સવના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષે યોજાનાર પતંગ ઉત્સવમાં વિશ્વના 70 દેશને આમંત્રણ આપવામાં આવશે. વિદેશથી આવનાર પતંગબાઝો માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદેશથી આવનાર પતંગ રસિયા અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉત્સવમાં ભાગ લેશે.
અંશો પતંગ ઉત્સવ આઝાદી કા અમૃત મહોત્સવ અને જી-20 થીમ પર યોજાશે. ઉત્સવ આ વર્ષે યોજાનાર આંતર રાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં આઝાદીક અમૃત મહોત્સવ અને જી-20 સમિતિની થીમ રાખવામાં આવશે. દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે તેના ભાગ રૂપે પતંગ ઉત્સવમાં તેના કેટલાક અંશો જોવા મળશે. આ ઉપરાંત રાજ્યમાં જી-20 સમિતિની 15 જેટલી બેઠકો વિવિધ સ્થળો પર યોજાવાની છે. દેશ પ્રથમ વાર જી-20 સમિતિની યજમાની કરી રહ્યું છે. જેથી જી-20 સમિતિના કેટલાક અંશો પતંગ ઉત્સવમાં જોવા મળશે.
ઉત્સવમાં પર્ફોમન્સ આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં(global kite festival Ahmedabad) તારીખ 8 થી તારીખ 14 જાન્યુઆરી દરમિયાન રાત્રીના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યકારોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખ્યાતનામ કલાકારો પતંગ ઉત્સવમાં પર્ફોમન્સ આપશે. ગુજરાતની લોક કલાને ઉજાગર કરતા વિવિધ કલાકારો પતંગ ઉત્સવમાં ભાગ લેશે. આ ઉપરાંત પતંગ ઉસત્વમાં સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવશે. રાજ્યમાં પતંગ ઉત્પાદન કેવી રીતે થાય છે. તેનો વર્કશોપ પણ તૈયાર કરવામાં આવશે. રિવરફ્રન્ટ ખાતે વિવિધ સ્ટોલ ઉભા કરશે.
વાર્ષિક ઉતરાયણનો તહેવાર બજારમાં તૈયારીઓ શરૂ અમદાવાદ(global kite festival Ahmedabad) સુરત રાજકોટ અને બરોડામાં તારીખ 14 અને તારીખ 15 જાન્યુઆરીએ પુરજોસમાં ઉતરાણનો તહેવાર ઉજવવામાં આવે છે. અને આ વખતે વર્ષ 2023માં શનિવાર અને રવિવારે ઉતરાણ અને વાર્ષિક ઉતરાયણનો તહેવાર છે અત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં ઉતરાયણની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે જેમાં અત્યારથી જ દોરી ને રંગવાવાળા દોરી રંગી રહ્યા છે સાથે જ અમદાવાદના મુખ્ય પતંગ બજારોમાં પતંગ બનાવવાની કામગીરી પણ પૂરજોશમાં જોવા મળી રહી છે જ્યારે આ વર્ષે પતંગના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો પણ જોવા મળી રહ્યો છે.