ગાંધીનગરઃ રાજ્યમાં ત્રણ મહાનગરોમાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં રોજના અસંખ્ય કેસો સામે આવી રહ્યાં છે. રાજ્યમાં જેમ ડોર ટુ ડોર લોકોની તપાસ કરવામાં આવી રહી છે. તેમ તેમ કોરોના વાઇરસ વધી રહ્યાં છે. સરકારી કચેરીઓ ચાલુ થઈ રહી છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 367 કેસ સામે આવ્યાં છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 239 કેસનો સમાવેશ થાય છે.
![રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 367, માત્ર અમદાવાદમા જ 239 કેસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/corona-virus-getty_1904newsroom_1587317477_961.jpg)
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું કે, રાજ્યમાં કોરોના વાઇરસના આંકડા વધી રહ્યાં છે. જેમ જેમ નાગરિકોની તપાસ કરવામાં આવી રહી છે, તેમ તેમ આંકડા વધુ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસને લઈ 10 લોકોના મોત થયા છે. જ્યારે 12 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે. જ્યારે રાજ્યમાં કોરોના આંકડો 1743 પર પહોંચ્યો છે. સવાર બાદ 139 કેસમાં વધારો થાય છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, દાહોદ અને આણદનો સમાવેશ થાય છે.
બીજી તરફ રાજ્યમાં રેપિડ ટેસ્ટ કરવા માટે 25 હજાર જેટલી કીટ આવી છે, પરંતુ તેનો ઉપયોગ હજુ સુધી શરૂ થયો નથી. એક આશંકા સેવાઈ રહી શકે અમદાવાદમાં જેમ એક વ્યક્તિના તપાસ શરૂ કરવામાં આવી તેમ આગળ વધારે સામે આવ્યાં છે. તેવી જ રીતે હોટસ્પોટવાળા વિસ્તારમાં જેમ નાગરિકોની તપાસ કરવામાં આવશે, તેમ આગળ વધવાની શક્યતાઓ પૂરે પુરી જોવા મળી રહી છે.
એક તરફ કોરોના વાઇરસના આંકડા વધી રહ્યાં છે. તેવા સમયે આવતીકાલ સોમવારથી સરકારી કચેરીઓ અને ગ્રામ્ય વિસ્તારની ફેક્ટરીઓ ચાલુ કરવામાં આવશે. તેવા સમયે જો રાજ્યના નાગરિકો સોશિયલ ડિસ્ટંસ અને લોકડાઉનનું પાલન નહીં કરે તો આવનાર સમયમાં મોટી મુસીબત ઉભી થઇ શકે છે.