ETV Bharat / state

ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 32,885 બાળકોના મોત થયાં, અન્ય રાજ્યના 231 બાળકો - બાળકોના મોત

નાના બાળકો કોઈપણ દેશનું અને રાજ્યનું ભવિષ્ય ગણવામાં આવે છે.પરંતુ ગુજરાતમાં દેશનું ભવિષ્ય ખૂબ જ ચિંતામાં હોય અને ખૂબ જ ગંભીર અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે વર્ષની જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં વર્ષ 2019 અને વર્ષ 2020માં કુલ 32885 જેટલા બાળકોના બાળમૃત્યુ નોંધાયા હોવાની વાત વિધાનસભાગૃહમાં સામે આવી છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોમાં રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં કુલ 32885 જેટલા નાના બાળકોના મૃત્યુ થયા હોવાના આંકડા આપ્યાં છે.

ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 32,885 બાળકોના મોત થયાં, અન્ય રાજ્યના 231 બાળકો

author img

By

Published : Mar 3, 2021, 10:35 PM IST

  • રાજ્ય સરકારે વિધાનસભાગૃહમાં બાળકોના મૃત્યુના આંકડા બહાર પાડ્યાં
  • છેલ્લા 2 વર્ષમાં 32,885 બાળકોના મોત નીપજ્યા
  • વર્ષ 2019માં દૈનિક 48 અને વર્ષ 2020માં 42 જેટલા બાળકોના મોત
  • વર્ષ 2020માં સૌથી વધુ બાળમૃત્યુ 1290 બનાસકાંઠામાં નોંધાયા

ગાંધીનગર : કોંગ્રેસ પક્ષે આ બાબતે વિધાનસભાગૃહમાં પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં વર્ષ 2020માં 1432 બાળકોના અપમૃત્યુના બનાવો નોંધાયા છે. એટલે કે વર્ષ 2020માં દૈનિક 42 જેટલા બાળકોના મૃત્યુ થયાં છે. જ્યારે વર્ષ 2019 માં 17453 બાળકોના મૃત્યુ નોંધાયું હતું. જ્યારે સરકાર પર આક્ષેપ કર્યા હતાં કે રાજ્ય સરકાર દાવા કરે છે કે અન્ય રાજ્યના બાળકો મોટી સંખ્યામાં સારવાર લેતા આવતાં લેવા હોવાથી આ મૃત્યુના દર વધુ છે, પરંતુ બે વર્ષમાં અન્ય રાજ્યોના ફક્ત 231 બાળકોના મૃત્યુ નોંધાયેલા છે.

સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં બાળકોના મૃત્યુ

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી પ્રમાણે સૌથી વધુ બાળમૃત્યુની સંખ્યા રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં નોંધવામાં આવી છે. 2019માં 370 અને 2020માં 590 જેટલા બાળકોના મૃત્યુ નોંધાયા છે. જ્યારે સૌથી ઓછાની જો વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં વર્ષ 2019માં 142, વર્ષ 2020માં 117 બાળકોના મૃત્યુ નોંધાયા છે.

આજે વિધાનસભાગૃહમાં બીજી બેઠક દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ બાળમૃત્યુ બાબતે અનેક સવાલ કર્યાં હતાં. જેમાં તમામ જિલ્લાઓની માહિતી એકત્ર કરીને કોંગ્રેસે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વખતોવખત મોટા મોટા દાવા કરી રહી છે કે બહારના રાજ્યોના બાળકો મોટી સંખ્યામાં સારવાર લેવા આવતા હોવાથી આ મૃત્યુના દર વધુ છે. પરંતુ બે વર્ષમાં અન્ય રાજ્યના બાળકોના માત્ર 231 જ મૃત્યુ નોંધાયેલા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.