ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં (Gujarat Assembly 2022) કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર અને પ્રતાપ દુધાતે સરકાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. જેમાં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરેલી યોજના પ્રમાણે રાજ્ય સરકાર કોરોના કપરો કાળ હેઠળ તમામ ધારાસભ્યોને (Congress in Assembly 2022) દોઢ કરોડ રૂપિયાની આરોગ્યની ગ્રાન્ટ ફાળવી હતી છે. તે હજુ પણ વપરાય નથી અને સરકાર વાપરવા પણ દેતી ન હોવાનો આક્ષેપ અમરીશ ડેર કર્યો હતો.
અમરીશ ડેરે શુ કર્યો આક્ષેપ - કોંગ્રેસના ધારાસભ્ય (Amrish Der in the Assembly) અમરીશ ડેર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોનાના સમયમાં તમામ ધારાસભ્યોને દોઢ કરોડની આરોગ્યની ગ્રાન્ટ ફાળવી હતી. તેથી ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં આરોગ્યની સુવિધા વધુ મજબૂત અને સારી કરી શકે. પરંતુ રાજુલા સરકારી હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન માટે એક કરોડ 25 લાખ રૂપિયાની બાકી રહેલી ગ્રાન્ટમાંથી મશીન ખરીદવા માટેની તૈયારી દર્શાવી હતી. પરંતુ રાજ્ય સરકાર ખરીદી કરવા ન દીધી અને હવે આરોગ્ય વિભાગ સ્વતંત્ર રીતે એ જ મશીન અઢી કરોડ રૂપિયાના ખર્ચે ખરીદી કરી રહ્યા હોવાના આક્ષેપ અમરીશ ડેર એ કર્યા હતા.
આ પણ વાંચો : Narmada Water Resources Gujarat: છેવાડાંના ગામો પાણીથી વંચિત, નર્મદા નદી મુદ્દે ભાજપને ઘેરતી કોંગ્રેસ
મશીન તો લાવીશું - અમરીશ ડેર સરકાર સામે ચીમકી ઉચ્ચારી હતી કે, સરકાર અમારુ સાંભળતી નથી. પરંતુ હવે અમે ગમે તેમ કરીને મશીન લાવીશું અને હોસ્પિટલમાં (Allegations of Congress in Assembly 2022) સારી સુવિધા કરીશું. સાથે જ આગામી સમયમાં જો મશીન નહીં આવે તો રાજ્ય સરકાર જે ભાષામાં સમજે છે. તેમ સમજવામાં આવશે તેવી પણ ચીમકી અમરીશ ડેર ઉચ્ચારી છે.
આ પણ વાંચો : Narmada Water For Farmers: કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી 2 મહત્વની જાહેરાત
આરોગ્ય વિભાગે જવાબદારી નથી સ્વીકારી - કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે (Pratap Dudhat in Assembly)આરોગ્ય વિભાગ પર પણ સરકાર પર આક્ષેપ કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા તેમના મત વિસ્તારમાં ત્રણ સબ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા હજુ તે કાર્યરત કરવામાં આવ્યા નથી. જ્યારે આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે આ સરકાર ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલી છે. જ્યારે ભૂતકાળમાં મુખ્યપ્રધાને મારા વિસ્તારમાં ઝીરો પેમેન્ટથી ચાલતી હોસ્પિટલમાં બે કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. પરંતુ હવે એ બાબતે પણ સરકાર પીઠ બતાવી રહી છે અને સરકાર ખાનગી હોસ્પિટલના ખોળે બેઠી હોવાના આક્ષેપ પણ પ્રતાપ દુધાતે કર્યા હતા.