ETV Bharat / state

વિપક્ષની ગેરહાજરીમાં વિધાનસભા ગૃહમાં જળસંપત્તિ વિભાગની રૂપિયા 4,317.20 કરોડની માગણીઓ મંજૂર - ગાંધીનગર ન્યૂઝ

વિધાનસભા ગૃહમાં વિપક્ષની ગેરહાજરી સાથે ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં બજેટ ઉપરાંત વધારાની માગણીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જળસંપત્તિ વિભાગની રૂપિયા 4317.20 કરોડની વર્ષ 2020-21ની માગણીઓને ગૃહમાં મંજૂર કરવામાં આવી હતી.

વિપક્ષની ગેરહાજરીમાં વિધાનસભા ગૃહમાં જળસંપત્તિ વિભાગની રૂ.4,317.20 કરોડની માગણીઓ મંજૂર

author img

By

Published : Mar 17, 2020, 6:06 PM IST

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં વિપક્ષની ગેરહાજરી સાથે ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં બજેટ ઉપરાંત વધારાની માગણીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જળસંપત્તિ વિભાગની રૂપિયા 4317.20 કરોડની વર્ષ 2020-21ની માગણીઓને ગૃહમાં મંજૂર કરવામાં આવી હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જળસંપત્તિ વિભાગની માગણીઓને ચર્ચાના જવાબમાં જણાવ્યું કે, ભૂગર્ભ જળની ચિંતાજનક સ્થિતિમાંથી બહાર આવવા રાજ્ય સરકારે જળસંગ્રહ શક્તિ વધારવા અને કાર્યદક્ષ વિતરણ પર ઠોસ પગલાં લીધાં છે.

ગત 18 વર્ષમાં સિંચાઇક્ષેત્રે પીયત વિસ્તાર 38.78 લાખ હેક્ટરથી વધી વર્ષ 2018માં 68.28 લાખ હેક્ટર થયો છે. એટલું જ નહીં ગુજરાતનો કુલ ખેતીલાયક વિસ્તાર 125 લાખ હેક્ટરમાંથી પ્રત્યક્ષ અને પરોક્ષ સિંચાઇમાં અગાઉના 31% વિસ્તારને વધારી 55 % સુધી પહોંચાડ્યો છે. વર્ષ 1985થી વર્ષ 1995 સુધીના 10 વર્ષમાં કુલ બજેટની ફાળવણી રૂપિયા 1835 કરોડ હતી. જે ગત 10 વર્ષમાં રૂપિયા 42074 કરોડ કરવામાં આવી છે. એટલે કે, વાર્ષિક ફાળવણીમાં 23 ગણો વધારો કરવામાં આવ્યો છે.

વિપક્ષની ગેરહાજરીમાં વિધાનસભા ગૃહમાં જળસંપત્તિ વિભાગની રૂ.4,317.20 કરોડની માગણીઓ મંજૂર
વિપક્ષની ગેરહાજરીમાં વિધાનસભા ગૃહમાં જળસંપત્તિ વિભાગની રૂ.4,317.20 કરોડની માગણીઓ મંજૂર
પટેલે વધુમાં જણાવ્યુ કે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાના “હર ખેત કો પાની” અંતર્ગત ડાંગ જિલ્લામાં ભૂગર્ભ જળના વપરાશ માટે કુલ-2854 નાના તથા સીમાંત ખાતેદારોને 2645 હેક્ટર વિસ્તાર માટે કુલ-2430 ખુલ્લાં કૂવા બનાવી સિંચાઇની સુવિધા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, નાણાકીય વર્ષ 2020-21માં 935 ખુલ્લા કૂવા બનાવી સિંચાઇની સુવિધા આપવાનું આયોજન છે. જે માટે રૂપિયા 35.00 કરોડની બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.

અગત્યની જોગવાઇઓ

  • નર્મદાના પુરના વધારાના ત્રણ મીલીયન એકર ફીટ પાણીના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારની કામગીરી માટે રૂપિયા 2143 કરોડની જોગવાઇ
  • આદિજાતિ વિસ્તારની યોજનાઓ માટે રૂપિયા 1142 કરોડ
  • વિવિધ જળસંચય યોજનાઓ અંતર્ગત ચેકડેમો, તળાવો ઉંડા કરવા તથા વોટર બોડીની પુન: સ્થાપનની કામગીરી માટે રૂપિયા 366 કરોડ
  • બંધ (ડેમ) સુરક્ષાના કામો માટે રૂપિયા 123 કરોડ
  • હયાત યોજનાઓની નહેર સુધારણા અને આધુનિકરણના કામો માટે રૂપિયા 365 કરોડ
  • સહભાગી સિંચાઇ વ્યવસ્થા માટે રૂપિયા 52 કરોડ
  • ક્ષાર પ્રવેશ નિયંત્રણના કામો માટે રૂપિયા 50 કરોડ
  • દરિયાઇ ધોવાણ અટકાવવાના કામો માટે રૂપિયા 12 કરોડ
  • સૌરાષ્ટ્ર વિસ્તારની પ્રગતિ હેઠળની સિંચાઇ યોજનાઓ માટે રૂપિયા 98 કરોડની ફાળવણી

સૌની યોજના

  • સૌની યોજનાના ત્રીજા તબક્કામાં 34 જળાશયો જોડવા તથા 9 જિલ્લાનાં 34 જળાશયો મારફતે 2,43,000 એકર વિસ્તારમાં સિંચાઇ માટે રૂપિયા 1710 કરોડની બજેટ જોગવાઇ

સુજલામ-સુફલામ યોજના

  • બનાસકાંઠા જિલ્લા માટે અગત્યની થરાદથી સીપુ સુધીની પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે. આ યોજના માટે રૂપિયા 225 કરોડની જોગવાઇ
  • પિયજથી વિજાપુર થઈ ઉણાદ પાઇપલાઇન માટે રૂપિયા 25 કરોડની જોગવાઇ
  • ધાંધુસણથી રેડલક્ષ્મીપુરા અને ખેરવા-વિસનગર પાઇપલાઇન માટે રૂપિયા 20 કરોડની જોગવાઇ
  • ડીંડરોલથી મુકતેશ્વરના સર્વેક્ષણ માટે રૂપિયા 7 કરોડની જોગવાઇ
  • કસરાથી દાંતીવાડાના સર્વેક્ષણ માટે રૂપિયા 5 કરોડની જોગવાઇ

કચ્છ વિસ્તાર

  • અલગ-અલગ સાત લીંક નહેરોની મોજણી અને સંશોધનની કામગીરી માટે રૂપિયા 100 કરોડની જોગવાઇ

આદિજાતિ વિસ્તાર

  • પાઇપલાઇન આધારિત વધારાના 74 તળાવો અને 12 નદી/કાંસમાં પાણી ભરવા માટે રૂપિયા 223 કરોડના ખર્ચે કરવાનું આયોજન છે. જે માટે રૂપિયા 103 કરોડની જોગવાઇ
  • નર્મદા જિલ્લાના કરજણ જળાશય આધારિત રૂપિયા 418 કરોડ કિંમતની પાઇપલાઇન યોજના અંતર્ગત રૂપિયા 28 કરોડની જોગવાઇ
  • દક્ષિણ ગુજરાતમાં રૂપિયા 511 કરોડની કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન સિંચાઇ યોજના અંતર્ગત રૂપિયા 70 કરોડની જોગવાઇ
  • સોનગઢ, ઉચ્છલ અને નિઝર તાલુકાના આદિજાતિ વિસ્તારના લોકો માટે ઉકાઇ જળાશય આધારિત રૂપિયા 962 કરોડની મોટી ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ માટે રૂપિયા 250 કરોડની જોગવાઇ
  • સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના રૂપિયા 711 કરોડની તાપી-કરજણ લીંક યોજના માટે રૂપિયા 92 કરોડની જોગવાઇ
  • રૂપિયા 215 કરોડની પાનમ ઉચ્ચ સ્તરીય કેનાલ આધારિત યોજના માટે રૂપિયા 57 કરોડની જોગવાઇ
  • નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં રૂપિયા 351 કરોડની વાધરેજ રીચાર્જ યોજના માટે રૂપિયા 25 કરોડની જોગવાઇ
  • નદી/કેનાલ અને જળાશયો આધારિત ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ માટે રૂપિયા 20 કરોડની જોગવાઇ
  • આદિજાતી વિસ્તારમાંના કડાણા, કરજણ, ઉકાઇ-કાકરાપાર વિગેરે જળાશયોના હયાત કેનાલ માળખાની સુધારણા અને સુદ્રઢીકરણ માટે રૂપિયા 90 કરોડની જોગવાઇ
  • જળાશયોના કમાન્ડ વિસ્તારમાં સહભાગી સિંચાઇ વ્યવસ્થાપનની કામગીરી માટે રૂપિયા 14 કરોડની જોગવાઇ
  • નાના, મોટા ચેકડેમો તથા તળાવો ઉંડા કરી જળસંચયનો વ્યાપ વધારવા માટે રૂપિયા 66 કરોડની જોગવાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.