ETV Bharat / state

લોકડાઉન-4ના નવા રંગ રૂપ, દૂધ ડેરીનું કામકાજ સવારે 7થી સાંજે 7 સુધી...

કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન હતું ત્યારબાદ નવા રંગ રૂપ સાથેના લોકડાઉન 4.0નો અમલીકરણ 18મેથી સમગ્ર દેશમાં લોકડાઉન-4 શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન-4ના અમલીકરણમાં ડેરીને લગતા કામકાજના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ડેરીને લગતા કામકાજ સવારે સાતથી સાંજના 7 વાગ્યા સુધી કરી શકાશે.

author img

By

Published : May 22, 2020, 11:06 PM IST

etv bharat
ગાંધીનગર : લોકડાઉન 4.0માં રાજ્ય સરકારે ડેરી લગતા કામકાજ સવારે 7 થી સાંજે 7 સુધી કરી શકાશે.

ગાંધીનગર: ગુજરાત સરકારે ડેરીને લગતા કામકાજ અંગેનો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જણાવ્યું હતું કે, દૂધ એકત્રીકરણ અને સંગલગ્ન ડેરીને લગતી કામગીરી સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉના તમામ લોકડાઉનમાં વેપાર-ધંધા બંધ હતા, પરંતુ ડેરીના કામ કાજ માટે અમુક સમય મર્યાદા પ્રમાણેજ છૂટછાટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી. હવે રાજ્યમાં ફરી ડેરી ઉદ્યોગ પહેલાની જેમ જ કામકાજ કરે તે માટે રાજ્ય સરકારે સવારના સાત વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી કામગીરી કરવાની છૂટ આપી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના તમામ ગામડાઓમાં દૂધ એકત્રીકરણ કરીને ડેરીમાં પહોંચાડવામાં આવે છે. આ સમયમાં હવે વધારો કરતાં આગામી સમયમાં વધુ દૂધનું અને દૂધની વાનગીઓનું ઉત્પાદન કરી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.