ETV Bharat / state

ગુજરાતમાં આજે સૂર્ય 70 ટકા જેટલો ઢંકાયેલો જોવા મળશે, હવે ભારતમાં વર્ષ 2031માં સૂર્યગ્રહણ જોવા મળશે

જૂન માસ ખગોળ રસિકો માટે ખાસ રહ્યો છે, આ માસમાં બે ગ્રહણ ઉપરાંત બુધ ગ્રહ જોવા માટેનો શ્રેષ્ઠ સમય છે, કારણ કે તે સાંજના આકાશમાં ક્ષિતિજની ટોચ પર હોય છે. 5 જૂનના રોજ ચંદ્રગ્રહણ દરમ્યાન વાતાવરણ વાદળછાયું રહેતા ખગોળપ્રેમી લોકો નિરાશ થયા હતા, હવે 21 જૂનના રોજ કંકણાવર્તી સૂર્યગ્રહણ જોવા મળશે.

ગુજરાતમાં આજે સૂર્ય 70 ટકા જેટલો ઢંકાયેલો જોવા મળશે, હવે ભારતમાં વર્ષ 2031માં સૂર્યગ્રહણ જોવા મળશે
ગુજરાતમાં આજે સૂર્ય 70 ટકા જેટલો ઢંકાયેલો જોવા મળશે, હવે ભારતમાં વર્ષ 2031માં સૂર્યગ્રહણ જોવા મળશે
author img

By

Published : Jun 21, 2020, 4:14 AM IST

ગાંધીનગરઃ સૂર્યગ્રહણ દરમિયાન ઉત્તર ભારતના રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં સૂર્ય વલયાકાર એટલે કે બંગડી જેવો દેખાશે. જયારે ગુજરાતમાં સૂર્ય 70% જેટલો ઢંકાયેલો જોવા મળશે. આ આંશિક સૂર્યગ્રહણ સવારે 10.03 વાગ્યે શરૂ થશે. તેની મહત્તમ અસર 11.42 વાગ્યે દેખાશે અને ગ્રહણ 1.32 વાગ્યે સમાપ્ત થશે તેમ ગુજકોસ્ટ દ્વારા જણાવાયુ છે.

આવનારી પેઢીના બાળકો, સાયન્સ કમ્યુનિકેટર તથા નાગરિકોમાં ગ્રહણ અંગે વૈજ્ઞાનિક સમજ કેળવાય એવા આશયથી ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ), સાયન્સ સિટી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે "એક્સપ્લોર એકલીપ્સ એન્જોય સાયન્સ (ગ્રહણ વિશે જાણીએ વિજ્ઞાનને સમજીએ)" શીર્ષક હેઠળ એક મહિના સુધી ચાલનારી લાઈવ ટોક સીરિઝનો આરંભ તા. 30/05/2020ના રોજ કરવામાં આવ્યો હતો.

26 ડિસેમ્બર 2019ના રોજ છેલ્લે કંકણાવર્તી સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું, જે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યું હતું. ભારતમાં 21 જૂન 2020 બાદ 2031માં સૂર્યગ્રહણ જોવા મળશે એટલે કે ભારતવાસીઓએ બીજા 11 વર્ષ સુધી સૂર્યગ્રહણ નિહાળવા રાહ જોવી પડશે.

સૂર્યગ્રહણ દરમ્યાન દિવસે પણ સૂર્ય ઢંકાઈ જાય છે અને જાણે રાત પડી હોય એવો આભાસ થાય છે. ગ્રહણ નરી આંખે ના જોવું જોઈએ. સૂર્યના કિરણો આંખના નેત્રપટલ માટે નુકસાનકારક હોય છે, ખાસ સોલાર ફિલ્ટર્સ વડે થોડા સમય માટે જોઈ શકાય છે. આ ઉપરાંત ગ્રહણનું પ્રતિબિંબ ટેલિસ્કોપ અથવા પિન હોલ કેમેરા વડે જોઈ શકાય છે.

ગુજકોસ્ટ દ્વારા આ ખગોળીય ઘટના વિષે લોકોમાં જાગૃતિ ફેલાવવા ઓન લાઈન ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવશે. જેમાં ઘરે બેસીને સામાજિક અંતર જાળવીને સલામતીપૂર્વક કેવી રીતે ગ્રહણ નિહાળવું તથા પ્રાયોગિક પ્રવૃતિઓ વડે બાળકોમાં ગ્રહણ અંગે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો એ અંગે માહિતી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.