- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ આખરી રૂપમાં
- તમામ વિભાગ સાથે કરવામાં આવી હતી બેઠક
- આરોગ્ય વિભાગ સાથે કોવિડ 19 બાબતે કારાઇ ચર્ચા
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસોમાં જ જાહેર થવાની શક્યતા છે. ત્યારે આજે ચૂંટણીના તૈયારીના ભાગ સ્વરૂપે ચૂંટણી આયોગ દ્વારા તમામ સરકારના મહત્વના વિભાગો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ સાથે જ આરોગ્ય વિભાગની જોડે કોરોનાની બાબતની પરિસ્થિતિ અને વ્યવસ્થા બાબતની ચર્ચા પણ કરવામાં આવી હતી.
પોલીસ સાથે કરાઈ મહત્વની ચર્ચા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસનું પણ વધારે મહત્વ હોય છે. ત્યારે ચૂંટણી દરમિયાન પોલીસનું કઇ રીતે બંદોબસ્ત રહેશે કેટલી પોલીસ અત્યારે હાજર છે અને પોલીસ કર્મચારી સાથે એસઆરપી અને પેરામિલિટરી ફોર્સ સહિત પોલીસ અને જરૂરિયાત અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે જ પંચાયત વિભાગ સાથે ચૂંટણી અધિકારીઓ અને સ્ટાફની તેમજ ચૂંટણી વ્યવસ્થા ની ગ્રાન્ટ બાબતે પણ જરૂરિયાત મુજબની ચર્ચા કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ સાથે કોરોના બાબતે ચર્ચા
વર્તમાન સમયમાં કોરોનાની પરિસ્થિતિ રાજ્યમાં સુધરતી જાય છે. પરંતુ તે બાબતે પણ રાજ્ય ચૂંટણી પંચ આયોગ દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગ સાથે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન હાજર રહેલા અધિકારી અને કર્મચારીઓની આરોગ્ય વિષયક જરૂરી ચીજવસ્તુઓની જરૂરીયાત નકકી કરીને આરોગ્ય વિષયક જરૂરી પગલાં લેવા બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
હવે જાહેર થશે ચૂંટણી
આમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારના તમામ વિભાગો સાથે બેઠકો યોજીને ચૂંટણી બાબતની આખરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 27 જાન્યુઆરી સુધીમાં રાજ્ય ચૂંટણી પંચ આયોગ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી તૈયારીઓ માટે સરકારના વિભાગો સાથે બેઠક યોજાઇ - ગાંધીનગર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસોમાં જ જાહેર થવાની શક્યતા છે. ત્યારે આજે ચૂંટણીના તૈયારીના ભાગ સ્વરૂપે ચૂંટણી આયોગ દ્વારા તમામ સરકારના મહત્વના વિભાગો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ સાથે જ આરોગ્ય વિભાગની જોડે કોરોનાની બાબતની પરિસ્થિતિ અને વ્યવસ્થા બાબતની ચર્ચા પણ કરવામાં આવી હતી.
![સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી તૈયારીઓ માટે સરકારના વિભાગો સાથે બેઠક યોજાઇ Gandhinagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10319966-3-10319966-1611201421717.jpg?imwidth=3840)
Gandhinagar