ETV Bharat / state

ગુજરાતમાં પહેલા ટેન્કર રાજ ચાલતું હતું, તે હવે ભૂતકાળ બન્યુ છે: સીએમ રૂપાણી - Union Minister Gajendrasinh Shekhawat

રાજ્યમાં 'નલ સે જલ યોજના' દ્વારા ચાર જિલ્લાને ઘરે ઘરે નળ કનેક્શન ધરાવતા જિલ્લા જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર, મહેસાણા, આણંદ અને પોરબંદર જિલ્લાને રાજ્યના મુખ્યપ્રધાને સંપૂર્ણપણે નળ ધરાવતો જિલ્લો જાહેર કર્યો છે. ત્યારે મુખ્યપ્રધાને કહ્યું કે, ગુજરાત રાજ્યમાં પહેલા ટેન્કર રાજ ચાલતું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા તેને ભૂતકાળ બનાવવામાં આવ્યો છે.

Gandhinagar
ગાંધીનગર
author img

By

Published : Oct 2, 2020, 2:53 PM IST

ગાંધીનગર: રાજ્યમાં 'નલ સે જલ યોજના' હેઠળ પાંચ જિલ્લાને જાહેર કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લાના 317 ગામમાં 496 ફળિયાના 3,09826 ઘરમાં નળ કનેક્શન પૂર્ણ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં 633 ગામ 888 ફળિયામાં 5,10,503 ઘરમાં નળ કનેક્શન અપાયા છે. પોરબંદર જિલ્લામાં 147 ગામના 178 ફળિયામાં અને 63572 ઘરમાં અને આણંદ જિલ્લામાં 354 ગામના 8948 ફળિયાના 4,01,409 ઘરમાં નળ કનેક્શન પૂર્ણ કરવામાં આવતા હર ઘર નળ કનેક્શન યોજના પૂર્ણ કરાઇ છે.

ગુજરાતમાં પહેલા ટેન્કર રાજ ચાલતું હતું તે હવે ભૂતકાળ બન્યુ છે : મુખ્ય પ્રધાન
ઓનલાઇન માધ્યમથી જોડાયેલા કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત જણાવ્યું હતું કે, 15 કરોડ ઘરમાં પીવાલાયક પાણી પહોંચાડવાનું લક્ષ્ય હતું. છેલ્લા એક વર્ષમાં 2 કરોડ 31 લાખ ઘરમાં પહોંચાડવામાં આવ્યુ છે. જ્યારે દેશના 15 જિલ્લામાં 100 ટકા 'નલ સે જલ યોજના' પૂર્ણ થઇ છે. ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં ઘણી પ્રગતિ કરી છે અને આદર્શ રાજ્ય બન્યું છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાંચ જિલ્લામાં આ યોજના પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ એક જિલ્લામાં આચાર સંહિતા હોવાના કારણે જાહેર કરવામાં આવેલ નથી. ગામડાઓને સમૃદ્ધ કરવા પડશે. ગુજરાત રાજ્યમાં 80 ટકા કાર્ય પૂર્ણ થઇ ગયું છે. ત્યારે 22 ડિસેમ્બર પહેલાં તમામ ઘરને નળથી જોડવામાં આવશે.ગાંધીનગર જિલ્લાના કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા વન પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાને ટેકનોલોજીના માધ્યમથી ગાંધીનગરથી લોકાર્પણનો કાર્યક્રમ કર્યો છે. ત્યારે જિલ્લાના 309 ગામોમાં આજે નળ કનેક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં રાજ્યમાં પીવાના પાણીની ઘણી તકલીફ પડતી હતી. નર્મદાનાં નીરને દરેક જિલ્લામાં પહોંચાડવામાં સરકાર સફળ થઇ છે. આદિવાસી વિસ્તારોમાં પણ 70 ટકા નળથી પાણી પહોંચાડવામાં સરકાર સફળ થઇ છે. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કલેકટર સહિત વાસ્મોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.