ETV Bharat / state

ગાંધીનગરઃ વિધાનસભામાં ફાયરનો કર્મી અને સિંચાઈ વિભાગના કર્મી સહિત 28 કોરોના સંક્રમિત - corona news

પાટનગરમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણે વધુ 11 વ્યક્તિને ભરડામાં લીધા છે. સેકટર-14 ખાતે રહેતા વૃદ્ધ દંપતિ અને નવા સચિવાલયમાં ફરજ બજાવતા કર્મચારી સહિત શહેરના દરેક વિસ્તારને કોરોનાએ સકંજામાં લીધો છે. મ્યુનિ.ની સત્તાવાર યાદી મુજબ અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કુલ 282 પોઝિટિવ દર્દી નોંધાયા છે.

Gandhinagar
ગાંધીનગર
author img

By

Published : Jul 12, 2020, 7:04 AM IST

ગાંધીનગર: સેકટર-7 ખાતે રહેતા અને નવા સચિવાલય ખાતે સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા 42 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સેકટર-14 ખાતે રહેતા 70 વર્ષીય પુરુષ અને 67 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થયા છે. સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા જીઈબી કોલોની ખાતે રહેતા 57 વર્ષીય પુરુષને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. તે દરમિયાન તેમને કોરોનાના લક્ષણો જણાતા સેમ્પલ લેવાયા હતા. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સેકટર-24 ડબલ ડેકરમાં રહેતા અને સેકટર-25 ખાતે આવેલી કલ્પતરૂ પાવર કંપનીમાં ફરજ બજાવતા 56 વર્ષીય પુરુષ કોરોનાગ્રસ્ત થતાં તેમને સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે.

જ્યારે સેકટર-22માં રહેતા વીમા કંપનીના કર્મચારી અગાઉ સંક્રમિત થયા હતા. હવે તેમના 43 વર્ષીય પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સેકટર-26 કિસાનનગર ખાતે રહેતી 37 વર્ષીય મહિલાના પતિ અગાઉ પોઝિટિવ આવ્યા હતા. હવે મહિલા પણ સંક્રમિત થતાં તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. બોરિજ ખાતે રહેતા અને ઈન્દિરાબ્રિજ નજીક ટોરેન્ટ રિસર્ચમાં ફરજ બજાવતા 48 વર્ષીય ડ્રાઈવર કોરોના સંક્રમિત થયા છે. વિધાનસભામાં ફાયર સર્વિસમાં ફરજ બજાવતા અને સેકટર-8માં રહેતા 26 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સેકટર-21માં રહેતા અને ઈંટોનો કારોબાર ધરવતા 50 વર્ષીય પુરુષ અને સેકટર-25ની સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય ફોટોગ્રાફરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મ્યુનિ.ની સત્તાવાર યાદી મુજબ, અત્યાર સુધીમાં 282 પોઝિટિવ દર્દી નોંધાયા છે, જેમાંથી 211 સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જ્યારે 64 દર્દી હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને સાત દર્દીના મોત થયા છે. સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા 320 વ્યક્તિને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 267 હોમ ક્વોરોન્ટાઈન અને 53 સરકારી ફેસિલિટીમાં ક્વોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.

ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકામાં ખુબ ઝડપથી વધી રહેલા તાલુકામાં ગાંધીનગર અને કલોલ પંથક અગ્રેસર છે. છેલ્લા 2 દિવસમાં ગાંધીનગર તાલુકામાં પોઝિટિવ કેસની સંખ્યા 20 ઉપર પહોંચી છે. ગ્રામ્યમાં વધુ 17 કેસ નોંધાયા છે. શુક્રવારે ગાંધીનગર તાલુકામાં 11 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. તે પછી શનિવારે પણ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. કલોલ અને ગાંધીનગર તાલુકો કોરોના વાઇરસનો ચેપ ફેલાવવામાં અગ્રેસર રહ્યાં છે. શનિવારે ગાંધીનગર તાલુકામાં નોંધાયેલા 9 કેસ પૈકી કુડાસણમાં 48 વર્ષની એક સ્ત્રી અને 65, 49 વર્ષના 2 પુરૂષનો સમાવેશ થાય છે. ન્યૂ કોબામાં 63 વર્ષની મહિલા, ઝુંડાલમાં 29 વર્ષનો યુવક, નાના ચિલોડામાં 30 વર્ષની યુવતી, શેરથામાં 15 વર્ષની કિશોરી, શિહોલી મોટીમાં 61 વર્ષના પુરૂષ અને ભોયણ રાઠોડમાં 46 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે.

કલોલ શહેર અને તાલુકામાં પણ 5 વ્યક્તિ કોરોનાગ્રસ્ત થતા તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જેમાં છત્રાલમાં 43 વર્ષનો પુરૂષ, બોરીસણામાં 57 અને 28 વર્ષના પુરૂષ તેમજ કલોલ અર્બનમાં 31 અને 45 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માણસા પંથકમાં પણ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં અર્બનમાં 75 અને 39 વર્ષના પુરૂષ અને પાટણપુરા ગામમાં 62 વર્ષના મહિલા સંક્રમિત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં ગ્રામ્યમાં કુલ પોઝિટિવ કેસ 620 થયા છે અને 40 દર્દીના મોત નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.