ગાંધીનગર: આ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં કુલ 14 વોર્ડ અને એન્ટરટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.જેમાં ધન્વંતરી મેડીકલવા દ્રારા 200 જેટલી જગ્યાએ સ્વાસ્થ્યના પરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે કામગીરી 15મેના રોજ શરૂ કરવામાં આવી હતી જેમાં આજદિન સુધીમાં કુલ 23 હજાર જેટલા નાગરિકોનો પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાંથી 488 જેટલા લોકોને તાવ, 1600 લોકોને કફ અને બાકી અન્ય 4400 દર્દીઓને અન્ય બીમારી હોવાનું સામે આવ્યું છે.
આમ અમદાવાદના કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ઝડપથી લોકોનો સ્વાસ્થ્ય પરીક્ષણ કરીને આ અંગે ની સ્થિતિ બચવા અને કોરોના હોય તેવા દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.