ETV Bharat / state

Important Decision for Circular in Cabinet Meeting :  સરકારી પરિપત્રો આ તારીખ સુધીમાં સંકલિત થશે, વ્યાજખોરો માટે કડક સંદેશ - સરકારી પરિપત્રો

ગાંધીનગરમાં બુધવારે યોજાયેલી ગુજરાત કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના મોટા નિર્ણયો (Important Decision for Circular in Cabinet Meeting ) સામે આવ્યાં છે. ગુજરાત સરકારના સમય પર બહાર પાડવામાં આવતાં પરિપત્રો એકીકૃત કરવાનો મોટો નિર્ણય (Government circulars consolidated) લેવાયો છે. તો વ્યાજખોરો સામેની ઝૂંબેશને (Crackdown on Moneylenders )લઇને પણ કડક સદેશ પાઠવવામાં આવ્યો છે.

Important Decision for Circular in Cabinet Meeting :  સરકારી પરિપત્રો આ તારીખ સુધીમાં સંકલિત થશે, વ્યાજખોરો માટે કડક સંદેશ

author img

By

Published : Jan 18, 2023, 10:14 PM IST

કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા

ગાંધીનગર રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના પ્રધાન ઋષિકેશ પટેલે મહત્ત્વના નિર્ણયો બાબતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યના તમામ વિભાગો દ્વારા એક જ વિષયવસ્તુને લગતા સમયાંતરે અમલી બનાવેલા સરકારી ઠરાવ અને પરિપત્રોને 31 માર્ચ 2023 સુધીમાં સંકલિત કરીને જાહેર કરવામાં આવશે જેથી જાહેર જનતાને એક જ જગ્યાથી તમામ પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ શકશે.

31મી માર્ચ 2023 સુધીમાં સંકલિત : રાજ્યના તમામ વિભાગો દ્વારા સરકારી ઠરાવો પરિપત્રોને 31 માર્ચ 2023 સુધીમાં સંકલિત કરવામાં આવશે. પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે આ નિર્ણય બાબતે જણાવ્યું હતું કે રાજ્યના તમામ વિભાગો દ્વારા એક જ વિષયને લગતા જુદા જુદા સમયમાં અમલી બનાવેલા સરકારી ઠરાવો પરિપત્રોને ઝૂંબેશ સ્વરૂપે 31મી માર્ચ 2023 સુધીમાં સંકલિત કરીને જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો Important Decision for School in Cabinet Meeting: કેબિનેટ બેઠકમાં સરકારી શાળાના ઓરડાઓના રીપેરિંગ અને નવા વર્ગખંડોને લઇને લેવાયો નિર્ણય

“સનસેટ ક્લોઝ” દાખલ થશે : વધુમાં પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે હવે પછી જાહેર થનારા ઠરાવો, પરિપત્રોમાં “સનસેટ ક્લોઝ” દાખલ કરીને એક ચોક્કસ સમય પછી તેની સમીક્ષા અને તે તારીખ પછી સુધારાવધારા અને અન્ય વહીવટી સૂચનાઓના સમાવેશ સાથે પુન: નવા સંકલિત ઠરાવો, પરિપત્રો બહાર પાડવા અંગેની અગત્યની જોગવાઇ દાખલ કરવામાં આવશે.

પ્રશ્નોતરી સ્વરૂપે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશેે : આ જોગવાઇ થકી જે તે સમયના બદલાયેલા સંજોગોથી સરકારી ઠરાવો અથવા પરિપત્રો સુસંગત રહેશે. તદ્ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓના નવા ઠરાવો બહાર પાડતા સમયે તે ઠરાવોની જોગવાઓની સમજૂતી તેના સંભવિત લાભાર્થીઓના દ્રષ્ટિકોણથી FAQ (Frequently Ask Question) પ્રશ્નોતરી સ્વરૂપે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશેે. જેના થકી ઠરાવો બહાર પાડનાર વહીવટી વિભાગ કે ક્ષેત્રીય કચેરીઓ અને લાભાર્થીઓમાં જે તે ઠરાવોની સમજૂતી અંગેની મૂંઝવણ દૂર થશે.

વ્યાજખોરો માટે કડક સંદેશ : વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશે. રાજ્ય સરકારના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર અનધિકૃત વ્યાજખોરો દ્વારા સામાન્ય નાગરિકોને કરવામાં આવતી કનડગત સાંખી લેશે નહીં. તેના માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. 17 જાન્યુઆરી સુધીમાં 1077 વ્યાજખોરો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને 699ની ધરપકડ કરવામાં આવી છે અને 643 વ્યાજખોરો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશે તેવો કડક સંદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો Agriculture Department Draw System : ડ્રો સિસ્ટમ રદનો લેવાશે નિર્ણય, ઓનલાઈન સિસ્ટમથી ખેડૂતોને મળશે લાભ

કરુણા અભિયાનમાં 9523 પક્ષીઓની સારવાર કરાઈ : ઉત્તરાયણના તહેવાર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત 10 થી 16 જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાંથી કુલ 9523 પક્ષીઓને સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું છે. કરૂણા અભિયાન 2023માં સમગ્ર રાજ્યમાં 865થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધારે તબીબો તથા 8 હજારથી વધારે સ્વયંસેવકોએ ખડેપગે કાર્યરત રહીને પક્ષી બચાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે. આ ઉપરાંત 333 જેટલી ઓનજીઓએ વનવિભાગ સાથે મળીને આ કામગીરી વધુ સરળ બનાવી છે. આ તમામ લોકોને રાજ્ય સરકાર દ્વારા સન્માનપત્ર આપવામાં આવશે.

1 ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ : રાજ્ય સરકારના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળઅભિયાનની સફળતાને પગલે માર્ચ એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી 2023થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે 1 લી ફેબ્રુઆરી 2023ના રોજથી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે. છેલ્લા 5 વર્ષમાં રાજયભરમાં જળસંગ્રહ માટેના 74,510 કામો પૂર્ણ થયા છે. જેનાથી જળસંગ્રહ ક્ષમતામાં 86,199 લાખ ઘનફુટ વધારો થયો અને રાજ્યના 33 જિલ્લાઓમાં 26,981 તળાવો ઉંડા કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.