ગાંધીનગર : અત્યાર સુધીમાં અન્ય રાજ્યમાં ફસાયેલા કુલ 2780 જેટલા ગુજરાતીઓને ગુજરાત પરત લાવવામાં આવ્યા છે. જેમાં રાજસ્થાનથી 991, ઉત્તરાખંડથી 741, ઉત્તરપ્રદેશથી 464, મધ્યપ્રદેશથી 283, અને છત્તીસગઢથી 95 અને મહારાષ્ટ્રમાંથી 81 લોકોને પરત લાવવામાં આવ્યાં છે. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચીવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે બહાર પાડેલા નોટિફિકેશનના આધારે હવે ગુજરાત રાજ્યના રહેવાસીઓ અન્ય કોઈપણ રાજ્યમાં ફસાયાં હશે તો તેઓને પરત લાવવામાં આવશે આ માટે રાજ્ય સરકાર દ્વારા આઠ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં પણ અન્ય રાજ્યના લોકો ફસાયાં છે જેમાં સૌથી વધુ શ્રમિકોનો સમાવેશ થાય છે ત્યારે તેઓને પણ પોતાના રાજ્યમાં જવું હશે તો તેની પણ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરંતુ આ શ્રમિકોને કોઈ અન્ય રાજ્યમાં જવું હશે તો સૌ પ્રથમ પહેલાં તેઓએ જિલ્લા કલેકટર કચેરીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે..
ગુજરાત બહાર ફસાયેલાં ગુજરાતીઓ અને ગુજરાતમાં ફસાયેલાં પરપ્રાંતીયોને વતન વાપસી માટે શું કરી મહત્વની જાહેરાત? - ગુજરાત
લૉક ડાઉન દરમિયાન અન્ય રાજ્યમાં ફસાયેલાં ગુજરાતી વિદ્યાર્થીઓ, વેપારીઓ, શ્રદ્ધાળુઓને પરત લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 8 આઇ.એ.એસ. અને 8 આઇપીએસની ટીમ બનાવવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં અન્ય રાજ્યના ફસાયેલા પરપ્રાંતીયોને પોતાના રાજ્યમાં જવા માટેની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.