ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર 31 માર્ચ તારીખે વય નિવૃત થઈ રહ્યા છે ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે નવા મુખ્ય સચિવની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગૃહ વિભાગનો કાર્યકાળ સંભાળી રહેલા 1986 બેચના આઈએસ અધિકારી રાજકુમારને ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ 27 જાન્યુઆરીના રોજ ચીફ સેક્રેટરી ઓફિસમાં સ્પેશિયલ ડ્યૂટી ઓફિસર તરીકે ચાર્જ સંભાળશે ત્યારબાદ 1 ફેબ્રુઆરીએ સત્તાવાર રીતે રાજકુમાર CS તરીકેનો ચાર્જ લેશે.
2 વર્ષથી વધુ સમય રહ્યા હતા દિલ્હી ડેપ્યુટશન પર ગુજરાતમાં મુખ્ય સચિવ તરીકે અનિલ મૂકીમ બાદ પંકજકુમારને મુખ્ય સચિવ બનાવવાનો નિર્ણય થયો ત્યારે તેઓ પણ ગૃહ વિભાગના સચિવ તરીકે ફરજ બજાવતા હતાં. મુખ્ય સચિવ તરીકે પંકજકુમારની જાહેરાત થતા દિલ્હી ડેપ્યુટેશન પર રહેલા રાજકુમારને પરત ગુજરાત બોલાવવામાં આવ્યા હતાં અને ગૃહ વિભાગના મુખ્ય સચિવ તરીકેની જવાબદારી સોંપાઈ હતી. ત્યારબાદ હવે રાજકુમારને મુખ્ય સચિવ તરીકેની ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.
30માં મુખ્ય સચિવ બન્યા રાજકુમાર ગુજરાતના મુખ્ય સચિવ તરીકે રાજ્ય સરકાર દ્વારા વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારને મુખ્ય સચિવ તરીકે નિયુકિત થઈ છે ત્યારે રાજકુમાર ગુજરાત રાજ્યના 30માં મુખ્ય સચિવ બન્યા છે. અધિકારીઓની બિનસત્તાવાર ચર્ચાઓમાં હતું કે ગુજરાતમાં મુખ્ય સચિવ પંકજકુમારને મળેલું એક્સટેન્શન 31 જાન્યુઆરીએ પૂરું થઈ રહ્યું છે ત્યારે રાજકુમારને મુખ્ય સચિવ પદ માટે જ સ્પેશિયલ દિલ્હીથી બોલાવી લેવાયાં હતાં. એ રીતે રાજકુમારની નિમણૂક મુખ્ય સચિવ પદે થશે તે સ્વાભાવિક માનવામાં આવી રહ્યુંં હતું.
આ પણ વાંચો Republic Day Police medal: 74માં પ્રજાસત્તાક દિવસે 901 પોલીસકર્મીઓને પોલીસ મેડલ એનાયત થશે
રાજકુમાર 1987ની બેચના આઈએએસ અધિકારી રાજકુમાર ઉત્તરપ્રદેશના બદાયુંના વતની છે. તેઓ 1987ની ગુજરાત કેડરના અધિકારી છે. તેમણે IIT કાનપુરથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે. એ સિવાયે જાપાનના ટોક્યોથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
પદ માટે લાંબા સમયથી બોલાતું હતું નામ પાટનગર ગાંધીનગરના સચિવાલયમાં મોટા મોભાના આ સ્થાન મેળવવા માટે કેટલાક સમયથી આઈએએસ અધિકારીઓમાં રસાકસી પણ જોવા મળતી હતી. રાજ્યની બ્યૂરોક્રસીમાં મુખ્ય સચિવ પદ માટે લાંબા સમયથી ચાલતી આ ખેંચતાણમાં છેવટે રાજકુમાર બાજી જીતી લીધી છે. આ અગ્રિમ પદ મેળવવા માટે અનેક આઈએએસ ઓફિસરોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેમાં આખરે રાજકુમારનું નસીબ ચમક્યું છે. જોકે ગૃહ અને ઉદ્યોગ વિભાગના ACS રાજકુમાર આ પદ માટે સિનિયોરિટીમા બીજા ક્રમે હતાં જ એટલે કે રાજ્યના મુખ્ય સચિવ પદ માટે તેમની તકો ઉજ્જવળ જ હતી.