ગાંધીનગર રહેતા અને માણસા ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL)માં ફરજ બજાવતા મહિલા કર્મચારી ફેની ગોવિંદભાઇ પટેલ માણસા તાલુકાના રામપુરા ગામે મિટર રીડીંગ કરવા માટે ગયા હતા. જ્યાં પ્રાથમિક શાળાની સામેની બાજુ રોડ પર આવેલા એક મકાનમાં મિટર રીડીંગ કરવા જતા પરિવારના બે સભ્યો મનહરસિંહ ગોપાલસિંહ સોલંકી અને શોભનાબેન મનહરસિંહ સોલંકીએ તેઓની પાસેની નોંધણી બૂક અને બિલબૂક ઝૂંટવી લીધી હતી. તેમજ અપશબ્દો બોલવાની સાથે ધક્કામુક્કી કરી હુમલો કરી મોઢાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી.
જાનથી મારી નાખવાની ધમકી આપતા ગામમાં ભારે ચકચાર મચી ગયો હતો. અચાનક બનેલી હુમલાની ઘટનાથી ગભરાઇ ગયેલા મહિલા કર્મચારીએ માણસા પોલીસ મથકમાં બંને વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે માણસા પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.