ગાંધીનગર: રાજ્યના શિક્ષણ બોર્ડના સચિવ ડી એસ પટેલે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષાનું આયોજન વિશેષ રૂપે કરવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન કોઈપણ વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે જે સ્કૂલોમાં પરીક્ષાનું કેન્દ્ર રાખવામાં આવશે ત્યાં સેનેટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવામાં આવશે. આ ઉપરાંત દર વર્ષે પૂરક પરીક્ષામાં બ્લોક દીઠ ૩૦ જેટલા વિદ્યાર્થીઓ એક રૂમમાં પરીક્ષા આપતાં હોય છે પરંતુ કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને આ વર્ષે પૂરક પરીક્ષામાં ફક્ત એક બ્લોક દીઠ એક જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. જ્યારે પરીક્ષાર્થીઓ માટે માસ્ક અને સેનેટાઈઝર ફરજિયાત બનાવવામાં આવશે.
કોરોના સંક્રમણ વચ્ચે બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું કેવું કરાયું આયોજન? જૂઓ ઈટીવીનો વિશેષ અહેવાલ - ETVBharatGujarat
રાજ્યમાં ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુરક પરીક્ષાનું આયોજન બોર્ડ દ્વારા કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગ દ્વારા અલગથી આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે બોર્ડ દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે ETVBharat ને શિક્ષણ બોર્ડના સચિવ ડી એસ પટેલે મહત્વની જાણકારી આપી હતી.