ETV Bharat / state

કેન્દ્રની છૂટછાટ બાદ રાજ્યમાં છૂટ આપવા બાબતે હાઈ કમિટીની બેઠક થશે, રાત્રે નિર્ણય :અશ્વિનીકુમાર

કેન્દ્ર સરકારે ગઈકાલે લોકડાઉન પુરું થાય તે પહેલાં જ ત્રીજું શરુ કરી દીધું છે. આ સાથે જ કેન્દ્ર સરકારે ઝોનવાઇઝ અમુક છૂટછાટ પણ આપી છે. તેને ધ્યાનમાં લઈને રાજ્યમા કેવી છૂટછાટ આપવામાં આવે તે અંગે આજે સાંજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠકનું આયોજન થશે. જેમાં રાજ્યમાં ત્રીજા લોકડાઉન દરમિયાન એવી છૂટછાટ આપવામાં આવશે તે અંગેનો આખરી નિર્ણય કરવામાં આવશે.

કેન્દ્રની છૂટછાટ બાદ રાજ્યમાં છૂટછાટ બાબતે હાઈ કમિટીની બેઠક થશે, રાત્રે નિર્ણય :અશ્વિનીકુમાર

author img

By

Published : May 2, 2020, 7:27 PM IST

ગાંધીનગરઃ આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની આંશિક રાહત અને છૂટછાટ આપવામાં આવી છે. તેને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્યમાં કેવી છૂટછાટ આપવી તે બાબતની મુદ્દા પર ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કમિટીની બેઠકમાં રાજ્યના કેબિનેટ કક્ષાના પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે..

કેન્દ્રની છૂટછાટ બાદ રાજ્યમાં છૂટછાટ બાબતે હાઈ કમિટીની બેઠક થશે, રાત્રે નિર્ણય :અશ્વિનીકુમાર
આ સાથે જ અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે જે પણ ગુજરાતીઓ વિદ્યાર્થી હોય શ્રદ્ધાળુ હોય અથવા તો ગુજરાતના હોય અને અન્ય રાજ્યમાં ફસાયાં હોય તે લોકોને ગુજરાત બદલાવવાના રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેમાં જે તે વ્યક્તિ ગુજરાત સરકારની હેલ્પલાઇન નંબર પર ફોન કરીને જાણ કરી શકે છે. ત્યાર બાદ ગુજરાત સરકાર સંપર્ક કરીને તેમને ગુજરાતમાં લાવવા પ્રયત્ન કરશે. આ ઉપરાંત ગુજરાતમાં જે શ્રમિકો lockdown દરમિયાન ફસાયા હતા તેઓને પણ તેમના વતનમાં જવા માટેની પરમીશન આપવામાં આવી છે. આ સાથે જ આ સૈનિકો માટે સૂરત અને અમદાવાદથી સ્પેશિયલ ટ્રેનમાં વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ટિકિટ પોતાના સ્વખર્ચે લેવી પડશે, જ્યારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી અને સૂરતથી એક ટ્રેન ઉપડશે. જેમાં આજે અમદાવાદ અને સૂરતથી એક એક ટ્રેન શરૂ થશે.

રાજ્ય સરકારે દરમિયાન ગરીબ પરિવારોને આર્થિક સહાય પણ કરી હતી તેવી જ રીતે મધ્યાહન ભોજનના બાળકોને ભોજન મળતું રહે તે માટેની પણ વ્યવસ્થા કરી હતી અશ્વિનીકુમારે મધ્યાહ્ન ભોજન બાબતે જણાવ્યું હતું કે લૉક ડાઉન દરમિયાન તમામ મધ્યાહ્ન ભોજનના બાળકોને ભોજન આપવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.