પોરબંદરના વર્તુ- 2 ડેમનું પાણી વર્તુ નદીમાં આવતા નદીનું પાણી રસ્તા પર વહ્યું હતું. રસ્તા પર પાણી હોવાને કારણે પોરબંદર અને જામનગર વચ્ચેનો રસ્તો સોઢાણા ગામેથી બંધ થઈ ગયો હતો. એસ.ટી.બસ સહિતના વાહનોને અડવાણા ગામે રોકી દેવાયા હતાં. જેથી મુસાફરોને અડવાણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશરો લેવો પડ્યો હતો. પોરબંદરના સોઢાણા નજીક આબડોરિયા તળાવમાં કાર તણાઈ હતી. જેમાં 4 જેટલા લોકો હોવાના અહેવાલ મળ્યા હતાં. કાર ચાલકે વહેતા પાણીમાં કાર ચલાવતા આ ઘટના ઘટી હતી. હાલ પોરબંદર ફાયર બ્રિગેડ દ્વારા શોધ ખોળ શરૂ છે.
રાજકોટમાં છેલ્લા 21 કલાકમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. હાલ હવામાન ખાતાની આગામી પ્રમાણે 24 કલાકમાં ભારે વરસાદની પડી શકે છે. રાજકોટમાં સીઝનનો કુલ 64 ઈંચ વરસાદ નોંધાયો છે. પાણીનું પ્રમાણ વધતા આજી, ન્યારી, ભાદર સહિતના ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલતા નીચાણવાળા ગામો એલર્ટ કરાયા છે.