ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર પહેલા ગાંધીનગરમાં ચાલી રહેલા અલગ અલગ આંદોલનને સમેટવાની રાજ્ય સરકાર દ્રારા કવાયત તેજ કરવામાં આવી છે. જેને લઇને ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં અલગ સમાજ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે ત્યારે તેમની સાથે વાતચીતનો દોર શરૂ કરવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આંદોલનકારી એસટી, એસસી અને ઓબીસી સમાજની મહિલા અગ્રણીઓ સાથે જિલ્લા પોલીસ વડાએ કરી ચર્ચા-વિચારણા કરી હતી. જેમા રાજ્ય સરકારમાં તેમની માંગને લઈ સકારાત્મક દિશામાં કાર્યવાહી ચાલતી હોવાની હૈયાધારણા આપવામા આવી છે. આજે મંગળવારે પણ પોલીસ દ્રારા આંદોલનકારી મહિલાઓને બોલાવવામાં આવી હતી.
બીજી તરફ સાત મહિલા અને એક પુરુષ દ્વારા છેલ્લા પંદર દિવસથી અન્નનો ત્યાગ કરવામાં આવે છે. ત્યારે આજે આંદોલન કરી રહેલી હેતલ ધારાવાડીયાની એક તબિયત લથડતા એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવામાં આવી હતી. જ્યાં તેને છાતીમાં દુ:ખાવો હોવાનું સામે આવી રહ્યું છે. હાલ તો જે રીતે બેઠકો કરવામાં આવી રહી છે. તેને જોતા લાગી રહ્યું છે કે સરકાર હવે ભીંસમાં મુકાઈ છે. તેને લઈને પોલીસ દ્વારા આ આંદોલન સમેટી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સતત બે દિવસ સુધી પોલીસ દ્વારા આ મહિલાઓને બોલાવવામાં આવી રહી છે. ત્યારે મહિલાઓનું કહેવું છે કે, જ્યાં સુધી તેમનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.
રાજ્ય સરકારના 1 ઓગસ્ટ 2018ના ઠરાવને લઈને એલઇડીની મહિલા ઉમેદવારો છેલ્લા દિવસે સત્યાગ્રહ છાવણી ખાતે સરકારનો વિરોધ કરી રહી છે, ત્યારે આજે અચાનક એક મહિલાની તબિયત લથડી હતી અને તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી તે દરમિયાન અલ્પેશ ઠાકોરે સચિવાલય ખાતે નિવેદન આપ્યું હતું કે આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રજૂઆત કરી છે સાથે જ આવનારા દિવસોમાં જે કંઈ પણ કરવું પડે તે કરવા તૈયાર છીએ, પરંતુ સરકારે આ પરિપત્ર રદ કરવો જોઈએ.