ગાંધીનગર: હેડ ક્લાર્ક પરિક્ષા( Head Clerk Paper Leak 2021 )મામલે હવે કૉંગ્રેસ પક્ષ સરકારને ઘરેવાનો(Mock assembly session by Congress) પ્રયાસ કરી રહ્યું છે, આજે કૉંગ્રેસ પક્ષ દ્વારા ગાંધીનગર ખાતે મોક વિધાન સભા સત્રનું આયોજન(Mock assembly session by Congress) કરીને હેડ કલાર્ક પેપર લીક મુદે સરકાર દોષી છે તે ચિત્ર બતાવવાનો પ્રયાસ( criticizing the government on all issues )કર્યો હતો. જો કે મોક વિધાનસભા સત્રમાંં વિધાનસભાના અધ્યક્ષ તરીકે ડૉ. ગીતાબહેન પટેલને જવાબદારી સોંપી હતી જ્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે જેઠા ભરવાડને જવાબદારી સોંપવામાં આવી હતી અને મુખ્યપ્રધાન તરીકે શૈલેષ પરમારે કિરદાર નિભાવી રહ્યા હતા.
મોક વિધાનસભામાં અનેક મુદ્દે ચર્ચા
ગૌણ સેવાના હેડ કલાર્ક પેપર (Head Clerk Paper of Secondary Service)કાંડને લઈને કૉંગ્રેસ આજે અનોખો વિરોધ કર્યો હતો. ગાંધીનગર ખાતે કૉંગ્રેસ મોક સંસદનું આયોજન (Congress opposes government on all issues )કર્યું હતું. કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, નેતા વિપક્ષ સુખરામ રાઠવા હાજર રહ્યા હતા. આ મોક સંસદમાં શૈલેષ પરમાર મુખ્યપ્રધાન અને કિરીટ પટેલ શિક્ષણ પ્રધાન બન્યા હતા. જ્યારે હિંમાશુ પટેલને નીતિન પટેલ બનાવાયા હતા. તેમણે કહ્યું, ભલે કાઢી મૂક્યો પણ હું તો આગળ જ બેસીશ.આ ઉપરાંત વિજય ભાઈ રૂપાણી તરીકેની ભૂમિકા રઘુભાઈ ભરવાડ નિભાવી હતી જો કે વિપક્ષ તરીકેની જવાબદારી ડૉ. સી જે ચાવડા સહિત લલિત વોસાય નિભાવીને સરકારને ભ્રષ્ટાચાર મામલેના પ્રશ્નો કર્યા હતા. જેમાં મોક બનેલા મુખ્યપ્રધાન શૈલેષ પરમારે જણાવ્યું હતું કે હું 11 માસ માટે મુખ્યપ્રધાન બન્યો છું જેથી ભ્રષ્ટાચાર મામલે ખરબ નથી મારે માટે 11 માસ ફરજ બજાવવાની છે.
તમામની હસી ઉડાવવામાં આવી
મોક સંસદમાં શિક્ષણપ્રધાન કિરીટ પટેલે એ કહ્યું અમારા શાસનમાં પેપર તો ફૂટશે જ. હિમાંશુ પટેલ મોક એસેમ્બલીમા નીતિન પટેલ બન્યા. ડેપ્યુટી સીએમથી મને ભલે કાઢી મુક્યો પણ હું તો વિધાનસભામાં આગળ જ બેસીસ અધ્યક્ષે કહ્યું રૂપાણીને હવે નવરા કરી દીધા છે એમને હવે કોઈ કઈ કહેશો નહિ. ભૂપેન્દ્ર પટેલ બનેલ રઘુ દેસાઈએ કહ્યું પેપર ફૂટ્યું નથી અમારી સરકાર બની ત્યારથી જનતાનું ભાગ્ય અને કપાળ ફૂટ્યું છે.
આ પણ વાંચોઃ Exclusive Interview Neelam Panchal: આવો જાણીએ એક પ્રસિદ્ધ અભિનેત્રીની 18 વર્ષની એક્ટિંગની સફર વિશે...