જ્યારે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ગુજરાત એવું પ્રથમ રાજ્ય બનશે જ્યાં, CNG પોસ્ટ આપવામાં આવશે. CNGની સહભાગી યોજના થકી રાજ્યના નવા 300 CNG પંપ શરૂ કરવાના આયોજન અંતર્ગત માત્ર છ મહિનામાં પ્રથમ તબક્કામાં 214 લોકોને સીએનજી સ્ટેશન ફાળવણી પત્રનું વિતરણ મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું.
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં 1815 CNG સ્ટેશન સ્થપાયા છે, તેમાંથી 31 ટકા સાથે એટલે કે 558 CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. જેમાં નવા 300 CNG સ્ટેશનનો વધારો થશે. પર્યાવરણાના હિતમાં અને પ્રદૂષણ મુક્ત પરિવહન સેવાની સંકલ્પના સાકાર કરવા મુખ્યપ્રધાને પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ CNG પંપ શરૂ થવાથી રાજ્યમાં યુવાનોની રોજગારીની નવી તકો ઊભી થશે. આગામી બે મહિનામાં આ તમામ CNG પંપ થાય તે માટે મુખ્યપ્રધાને ડીલરોને સૂચન પણ કર્યું હતું. ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યાના ઉકેલ તરીકે વાતાવરણમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ગુજરાતે હંમેશા હકારાત્મક દિશામાં પગલાં લીધા છે. ડીઝલ અને પેટ્રોલની તુલનામાં CNG વધારે પ્રમાણમાં સ્વચ્છ અને સુરક્ષિત ઇંધણ છે. ગુજરાત નેચરલ ગેસના ઉપયોગ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાતમાં આગામી બે વર્ષમાં 300 જેટલા નવા CNG સ્ટેશન ઉભા કરવા ઓનલાઇન અરજીઓ મંગાવી હતી.
નવા CNG સ્ટેશનો પ્રારંભ કરવા માટે મુખ્ય સાધનો કંપની દ્વારા પુરા પાડવામાં આવશે. જેમાં કંપની દ્વારા અંદાજીત 500 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. CNG સ્ટેશન સ્થાપવા માટે રાજ્ય સરકાર પાસેથી મેળવવાની થતી આવશ્યક જરૂરી પરવાનગીઓ પણ સરળતાથી મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યના સામાન્ય નાગરિકોને પર્યાવરણને અનુકૂળ એવા વૈકલ્પિક ઇંધણ સરળતાથી મળી રહેશે.