ETV Bharat / state

ગુજરાતમાં ઈમ્પેક્ટ ફી બિલ સર્વાનુમતે પસાર; કેવા બાંધકામ કાયદેસર થશે?

ગુજરાત વિધાનસભા ગૃહમાં (gujarat assembly session)બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેનું વિધેયક રજૂ કરાયું (Impact fee bill passed in Gujarat assembly ) હતું. ઋષિકેશ પટેલે ઇમ્પેક્ટ ફી બિલ રજૂ કર્યું (Impact fee bill by rishikesh patel bjp) હતું. વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત અનઅધિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, 2022’ (Gujarat Unauthorized Construction Regularization Bill 2022)વિના વિરોધે પસાર કરાયું હતું. આ બિલ મુજબ નક્કી કરવામાં આવેલી ફી ચૂકવીને બાંધકામને નિયમિત કરી શકાશે.

Impact fee bill 2022 passed
Impact fee bill 2022 passed
author img

By

Published : Dec 20, 2022, 7:57 PM IST

ગાંધીનગર: ભુપેન્દ્ર પટેલની જૂની સરકારે 17 ઓક્ટોબર 2022ના દિવસે વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ઇમ્પેક્ટ ફી કાયદો ફરીથી અમલીકરણની જાહેરાત કરી(Impact fee bill passed in Gujarat assembly) હતી. 15મી વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે(gujarat assembly session) જ ગુજરાત વિધાનસભામાં ઇમ્પેક્ટ ફી બિલ સર્વાનું મતે પસાર કરવામાં આવ્યું (Impact fee bill unanimously passed in Gujarat assembly ) હતું. જેમાં રાજ્યના કોર્પોરેશન વિસ્તારોમાં 42% અને નગરપાલિકા વિસ્તારમાં 82% જેટલી બિલ્ડીંગો અનઅધિકૃત(Unauthorized construction in corporation) હોવાનો સત્તાવાર આંકડો કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ (arjun modhvadia mla in assembly) જાહેર કર્યો હતો.

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં અનેક બિલ્ડીંગ અનઅધિકૃત: ગુજરાત વિધાનસભા ગૃહમાં બિલ ઉપરની ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે રાજ્યના કોર્પોરેશન વિસ્તારમાં જ અનેક બિલ્ડીંગો અનઅધિકૃત છે. અમદાવાદ પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો 2,00,000 થી વધુ મકાનોને BU પરમિશન જ નથી. ઘણા કોર્પોરેટરો પોતાના ઘર ચલાવવા માટે ગેરકાયદે મકાનો બનાવવા માટે મદદ કરતા હોય છે અને પોતાના મસ્ત મોટા બંગલા પણ તૈયાર કરતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

આ પણ વાંચો ગોપાલ ઈટાલિયાની ધરપકડ કે પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર

સર્વેમાં આંકડા બહાર આવ્યા: મ્યુ. કોર્પોરેશન, નગરપાલિકા, અર્બન ઓથોરિટી ડેવલોપમેન્ટ દ્વારા ગુજરાતમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ મહિનાના સેમ્પલ સર્વે બાદ 8320 બિલ્ડીંગ મકાનો કોમર્શિયલ બિલ્ડીંગ અને સ્પેશિયલ કેટેગરી બિલ્ડીંગ તેમજ હોસ્પિટલ અનઅધિકૃત હોવાનું સામે આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા અને અર્બન ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા લગભગ 35% જેટલી સર્વે કરાયેલી મિલકત અનઅધિકૃત સામે આવી હતી કે જેમની પાસે બિલ્ડીંગ યુઝ પરમિશન જ નથી. જ્યારે આ તમામ રેકોર્ડ વિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પણ મૂકવામાં આવ્યા છે. જાન્યુઆરી 2022 માસમાં શરૂ થયેલા સર્વેમાં અમદાવાદની 1050 બિલ્ડીંગ સુરતની 1000 રાજકોટની 750 અને બરોડાની 800 જેટલી બિલ્ડીંગમાં પરમિશનનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદની 1050 બિલ્ડીંગમાંથી 32% બિલ્ડિંગમાં પરમિશન જ ન હતી. જ્યારે 2160 બિલ્ડીંગ નગરપાલિકા, 5600 કોર્પોરેશન વિસ્તારમાં, 560 બિલ્ડીંગ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો.

સરકારે ક્યારે કયારે કાયદો લાવવો પડયો: ગુજરાત સરકારની ઇમ્પેક્ટ ફી બાબતની કાયદાની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં રાજ્ય સરકારે વર્ષ 2005, 2011માં ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવ્યા હતા. હવે 10 વર્ષ બાદ ફરીથી વર્ષ 2022માં પણ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છે. આમ ત્રણ વખત કાયદો લાવવા છતાં પણ ગુજરાતમાં અનેક લાખોની સંખ્યામાં બિલ્ડીંગ અને મકાનો ગેરકાયદેસરના હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેટલા મકાનો કુલ ગેરકાયદે છે તેનો હજી સુધી સરકાર દ્વારા સત્તાવાર કોઈ આંકડો બહાર પાડવામાં આવ્યો નથી.

આ પણ વાંચો અત્યારે ફક્ત સીએમ અને પ્રધાનોની વ્યવસ્થા, બજેટ સેશનમાં કાયમી બેઠક વ્યવસ્થા ગોઠવાશે

કબજા રસીદ ધરાવતી મિલકતો મુદ્દે હજુ કોઈ સ્પષ્ટતા નહીં: ગુજરાતમાં અનેક લોકો કબજા રસીદ ધરાવતી મિલકતોમાં ભોગવટો કરી રહ્યા છે અને તેઓ મૂડ માલિક પણ હોય છે પરંતુ આવા મકાનોના સરકારી દસ્તાવેજ પણ થયા નથી હોતા. સરકારના તમામ સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને સરકાર આવા માલિકો પાસેથી ટેક્સની પણ વસુલાત કરે છે. ગટર અને પાણીની વ્યવસ્થા પણ ભોગવટેદારને પ્રાપ્ત થાય છે. બિલ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ નિવેદન કર્યું હતું કે ગાળા ટાઈપની સોસાયટીઓ મકાનો લોટ કે જે ફક્ત કબજા રસીદ અને ચિઠ્ઠી પર આધારિત હોય તેવા લોકોને લાભ મળશે કે નહીં? જ્યારે આવા અનેક લોકો સુરત શહેરમાં છે ત્યારે તેમના પણ પ્રશ્ન છે જ્યારે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ કબજા રસીદ વાળી અનેક મિલકતોને આ બિલમાં લાભ થશે કે નહીં? તેવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો ત્યારે ઋષિકેશ પટેલે પ્રતિ ઉત્તર આપતા જણાવ્યું હતું કે આ બાબતે પણ અભ્યાસ કરવામાં આવશે.

સરકાર ભૂતકાળમાં બિલ લાવી પણ પરિણામ નક્કર ના આવ્યું: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ પણ ઇમ્પેક્ટ ફી બાબતે નિવેદન કર્યું હતું કે શહેરીકરણ વર્તમાન સમયમાં થઈ રહ્યું છે અને ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. મોટાભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને મકાન અને બિલ્ડીંગો બાંધવામાં આવી રહ્યું છે. સરકારને તે બદલ અભિનંદન પાઠવું છું પરંતુ સરકારે ભૂતકાળમાં પણ બે વખત બિલ લાવ્યા હતા પરંતુ સરકારને ધાર્યું પરિણામ પ્રાપ્ત થયું નથી. જેથી અનેક મકાનો ગેરકાયદે બંધાઈ ગયા છે પણ જો આ તમામ મકાનોને તોડવામાં આવે તો કાયદો વ્યવસ્થા બગડી શકે તેવી પરિસ્થિતિ ઉભી થાય અને પોલીસને જવાબદારી સોંપવામાં આવે તો પણ પોલીસનો ઉપયોગ જે બીજી જગ્યાએ કરવાનો હોય તે કરી શકાય નહીં. તેઓ પણ ટણો વિધાનસભા ગૃહમાં સીજે ચાવડાએ માર્યો હતો. આ ઉપરાંત સુરતના તક્ષશિલા કાંડનો ઉલ્લેખ પણ અનેક ધારાસભ્યોએ ઇમ્પેક્ટ ફી બિલ બાબતે કર્યો હતો.

ઇમ્પેક્ટ ફીની રકમ આંતરમાળખાકીય કામમાં ઉપયોગમાં લેવામાં આવશે: ગુજરાત વિધાનસભામાં ઇમ્પેક્ટ બીલવાનું મતે પસાર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ અનઅધિકૃત બિલ્ડિંગોને અધિકૃત કરવા માટે સરકારી તંત્ર પાસે જે ફંડ આવશે તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે તેવા પ્રશ્ન પણ વિધાનસભા ગૃહમાં કર્યા હતા. તેનો જવાબ આપતા રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જે કંઈ પણ રકમ આવશે તે તમામ રકમ ગુજરાતમાં અંતર માળખાકીય સુવિધાને વધારવા માટેના કામમાં ઉપયોગમાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે લાખોની સંખ્યામાં અનેક બિલ્ડિંગો અને મકાનો અનઅધિકૃત છે, ત્યારે અનઅધિકૃત મકાનોને અધિકૃત કરવા માટે સરકાર જે રકમ લેશે તેમાં સરકારને કરોડો રૂપિયાની આવક થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.