ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરેલી પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલીસી બાબતે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક બાદ પોલીસને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળોને વર્લ્ડ મેપ પર રાખવામાં આવશે જેથી દેશ અને વિદેશના પ્રવાસીઓને રાજ્યના આ ઐતિહાસિક વિરાસતના સ્થાનો, હેરિટેજ પ્લેસીસ નજીકથી જોવાનો લ્હાવો મળશે.
ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસીમાં ગુજરાતમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લા, દર્શનીય સ્થળો, ઈમારતો, ઝરૂખાઓ, મિનારાઓમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ પણ હવે શરૂ કરી શકાશે. 1 જાન્યુઆરી 1950 પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો મહેલો કિલ્લા વગેરેમાં રેસ્ટોરન્ટ બનાવવાની રાજ્ય સરકારે પરવાનગી આપી છે. હેરિટેજ ટુરીઝમ પોલીસામાં નવી શરૂ થનારી કે હયાત હેરિટેજ હોટલમાં રિનોવેશન અને વિસ્તાર વધારવા માટે રૂપિયા 5 થી 10 કરોડ સુધીની સહાય પણ રાજ્ય સરકાર આપશે. પરંતુ હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખા કે સ્ટ્રકચરને કોઈ છેડછાડ કર્યા સિવાય આ કામગીરી કરવાની રહેશે.
ઉપરાંત હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ શરૂ કરવા કે રિનોવેશન માટે 45 લાખથી એક કરોડ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. જેમાં પાંચ વર્ષ માટે સાત ટકા વ્યાજ અને સબસીડી મહત્તમ પ્રતિ વર્ષે 30 લાખની મર્યાદામાં આપવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી હેરિટેજ પોલીસને લઈને રાજ્યમાં ઐતિહાસિક વિરાસત મહત્વ ધરાવતી ઇમારતોમાં પણ પ્રવાસન ઉદ્યોગનો લાભ લઇ શકાશે. સાથે જ રાજ્યના પ્રવાસન અને ટુરિઝમ સેક્ટરને બુસ્ટઅપ પણ મળશે.
ગુજરાત સરકારે રાજ્યમાં ટુરિઝમની પ્રથમ પોલિસી જાહેર કરી
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારે ગુજરાત રાજ્યના ટુરિઝમ વિભાગની પ્રથમ પોલિસીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતની પ્રાચીન ધરોહર ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ મેપ પર જ રાખવામાં આવશે જ્યારે હેરિટેજના વિકાસ માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.