ગાંધીનગરઃ રાજ્યમાં અવારનવાર જાહેર પરીક્ષાઓના પેપર ફૂટવાના કારણે કાં તો પરીક્ષા રદ કરવાની નોબત આવે છે. કાં તો પરીક્ષા પાછી ઠેલાય છે. ત્યારે હવે ફરી એક વાર GPSCએ 2, 9 અને 16મી એપ્રિલે યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ Board Exam: ધોરણ 12ના વિધાર્થીઓની અગ્નિ પરીક્ષા, કોરોનામાં ધોરણ 10માં મળ્યું હતું માસ પ્રમોશન
GPSCની સત્તાવાર જાહેરાતઃ ગુજરાત જાહેર સેવા આયોગે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલના રોજની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ કારણથી આયોગે 2, 9 અને 16 એપ્રિલે યોજાનારી ગુજરાત વહીવટી સેવા વર્ગ એક, ગુજરાત મુલ્કી સેવા વર્ગ એક અને બે તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની મુખ્ય પરીક્ષામાં મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
ઉમેદવારી અનેક જગ્યાઓ પરઃ ગુજરાતમાં જાહેર પરીક્ષા બાબતે એક યુવાન અનેક જગ્યા ઉપર પરીક્ષાની દાવેદારી કરતા હોય છે. ત્યારે કોઈ પણ યુવાનને ગેરફાયદો ન થાય અને કોઈ પણ પરીક્ષા છૂટી ન જાય. તેને ધ્યાનમાં રાખી જીપીએસસીએ આ મહત્વનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જીપીએસસીની પરીક્ષા પણ આ સમયગાળા દરમિયાન હોવાથી અને અન્ય પરીક્ષાની તૈયારી ઉમેદવાર ન કરી શકે. એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ જીપીએસસીએ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે આવનારા દિવસોમાં જીપીએસસી સત્તાવાર રીતે પરીક્ષાની નવી તારીખો જાહેર કરશે.
-
Important Notice regarding the Postponement of the Mains Examination of Advt. No. 20/2022-23, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2 https://t.co/ziytKSRpvD
— GPSC (@GPSC_OFFICIAL) March 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Important Notice regarding the Postponement of the Mains Examination of Advt. No. 20/2022-23, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2 https://t.co/ziytKSRpvD
— GPSC (@GPSC_OFFICIAL) March 7, 2023Important Notice regarding the Postponement of the Mains Examination of Advt. No. 20/2022-23, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2 https://t.co/ziytKSRpvD
— GPSC (@GPSC_OFFICIAL) March 7, 2023
આ પણ વાંચોઃ Board Exam: બોર્ડની પરીક્ષા અંગે ચિંતામાં રહેનારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મનોચિકિત્સકે આપી ટિપ્સ
નવા કાયદા મુજબ પરીક્ષાઃ ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં 23 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં પરીક્ષા ગેરરીતિ અટકાવવાનું બિલ કરવાનું સર્વાનુમતે પસાર કર્યું હતું અને ત્યારબાદ આ બિલ રાજ્યપાલને સુપરત કરાયું હતું. રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ 6 માર્ચે બિલ પર સહી કરી હતી. ત્યારે 6 માર્ચથી જ સમગ્ર રાજ્યમાં આ કાયદો અમલી બની ગયો હતો, જેથી હવે ગુજરાતમાં યોજનારી તમામ જાહેર પરીક્ષાઓ નવા કાયદા મુજબ જ લેવામાં આવશે, જેમાં એક કરોડ રૂપિયા દંડની જોગવાઈ ત્રણ વર્ષ સુધી જેલ અને જો વિદ્યાર્થી ફરીથી પકડાઈ તો આજીવન પરીક્ષા આપી નહીં શકે તેવા પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે.