ETV Bharat / state

ઉદયપુર કાંડ બાદ ગુજરાતમાં એલર્ટ, ગૃહપ્રધાને તાબડતોબ બેઠક બોલાવી - જગન્નાથ રથયાત્રા અમદાવાદ

નુપુર શર્માના નિવેદન પર અનેક રાજ્યમાં વિરોધ થઈ રહ્યા છે. અનેક લોકો નુપુર શર્માને સોશિયલ મીડિયામાં સપોર્ટ પણ કરી રહ્યા છે. ગુજરાતમાં રથયાત્રાને( Jagannath Rathyatra 2022)ગણતરીના કલાકો બાકી છે કોઈ ઘટના ના બને તેને ધ્યાનમાં લઈને રાજ્ય ગૃહપ્રધાન દ્વારા તાત્કાલિક ધોરણે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે નિવાસસ્થાને બેઠક યોજવામાં આવી છે.

રાજસ્થાનની ઘટના બાદ ગુજરાતમાં એલર્ટ, ગૃહપ્રધાને તાબડતોબ બેઠક બોલાવી

author img

By

Published : Jun 29, 2022, 3:54 PM IST

Updated : Jun 29, 2022, 4:30 PM IST

ગાંધીનગર: ભાજપના પ્રવક્તા નુપુર શર્માના નિવેદન(Nupur Sharma statement)પર અનેક રાજ્યમાં વિરોધ થઈ રહ્યા છે. અનેક લોકો નુપુર શર્માને સોશિયલ મીડિયામાં સપોર્ટ પણ કરી રહ્યા છે. ત્યારે ઉદયપુરમાં નુપુર શર્માના એક સમર્થકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે, જેમાં રાજસ્થાનમાં અનેક વિરોધનો વંટોળ ઉભો થયો છે અને 10 જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ અને રાજ્યમાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં રથયાત્રાને( Jagannath Rathyatra 2022)ગણતરીના કલાકો બાકી છે કોઈ ઘટના ના બને તેને ધ્યાનમાં લઈને રાજ્ય ગૃહપ્રધાન દ્વારા તાત્કાલિક ધોરણે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે( Gujarat Police)નિવાસસ્થાને બેઠક યોજવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાંચીમાં પોલીસ પર પથ્થરમારો, પોલીસે હવામાં કર્યું ફાયરિંગ જુઓ વીડિયો

રાજ્યમાં તમામ જિલ્લાના એસ.પી. વિડિઓ કૉન્ફ્રાન્સ થી જોડાયા - રાજસ્થાની ઘટનાના બાદ ગુજરાતમાં કોઈપણ પ્રકારના ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને આજે રાજ્યકક્ષાના( Jagannath Rathyatra Ahmedabad)પ્રધાને તાત્કાલિક ધોરણે એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યના DGP આશિષ ભાટિયા અને ભૌતિક તથા સાયબર સેલના ઉચ્ચ અધિકારીઓ હર્ષ સંઘવી નિવાસસ્થાન ખાતે હાજર રહીને બેઠક યોજી હતી. જેમાં રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડા અને શહેરના પોલીસ કમિશનર પણ વિડિયો પણ જોડાયા છે.

સોશિયલ મીડિયામાં બાઝ નજર - રાજસ્થાની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા મારફતે જ શરૂ થઈ હતી અને સોશિયલ મીડિયામાં મુસલમાનો સમર્થન કરનાર વ્યક્તિનું જાહેરમાં હત્યા કરવામાં આવી છે. પરિસ્થિતિ તંગ બની છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ સોશિયલ મીડિયા ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે અને આમ જો કોઈ પણ પ્રકારનું વિરોધી કન્ટેન્ટ સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવશે તો સૌપ્રથમ તેને ડીલીટ કરવામાં આવશે અને જે તે વ્યક્તિની કાયદેસરની અટકાયત કરીને કાયદેસર કાર્યવાહી પણ કરવાની સૂચના ગુજરાત પોલીસે રાજ્યના તમામ જિલ્લા પોલીસ અધિકારીઓને આપી હોવાની વાત પણ સામે આવી રહી છે.

આ પણ વાંચોઃ વડોદરામાં નુપુર શર્મા સામે રોષ, રોડ પર પોસ્ટર લગાવી ધરપકડની માંગ

રથયાત્રામાં પોલીસની બાઝ નજર - અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી છે 1 જુલાઇએ સવારે 7:00 ભગવાન જગન્નાથ અમદાવાદમાં નગરચર્યાએ નીકળશે ત્યારે શર્માની ઘટનાની અસર ન પડે તેને ધ્યાનમાં લઈને પણ સાઈબર સેલ ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે રથયાત્રા દરમિયાન પણ કોઈ પણ પ્રકારનો કાંકરીચાળો ન થાય તે માટે પણ સાયબર સેલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Last Updated : Jun 29, 2022, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.