ETV Bharat / state

Mann Ki Baat : ગુજરાતના મેગા શહેરોમાં મન કી બાત કાર્યક્રમને નિહાળવા શું કરાયું ખાસ આયોજન જુઓ - ગુજરાતમાં મન કી બાત કાર્યક્રમ

આવતીકાલે એટલે કે રવિવારે PM મોદીનો મન કી બાતના કાર્યક્રમનું આયોજન છે. PM મોદીનો મન કી બાતના 100 એપિસોડ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં મન કી બાતના કાર્યક્રમ લઈને ક્યા શહેરમાં કેટલો ઉત્સાહ સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જાણો.

Mann Ki Baat : ગુજરાતના મેગા શહેરોમાં મન કી બાત કાર્યક્રમને નિહાળવા શું કરાયું ખાસ આયોજન જુઓ

author img

By

Published : Apr 29, 2023, 4:23 PM IST

ગાંધીનગર : ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં જીત્યા બાદ સીધા વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા હતા. ત્યારબાદ લોકો સાથે રાજકીય નહીં પણ સામાજિક રીતે સંપર્ક રાખવા માટે મન કી બાતના કાર્યક્રમની જાહેરાત કરી હતી. જે અંતર્ગત 3 ઓક્ટોબર 2014ના રોજ વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી, ત્યારે 30 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી મન કી બાતના 100 એપિસોડની રજૂઆત કરશે. ગુજરાતના ક્યા ક્યા વિસ્તારમાં મન કી બાત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જાણીએ.

30 એપ્રિલના દિવસે 100 એપિસોડ : વડાપ્રધાન મોદીએ 3 ઓક્ટોબર 2014ના રોજ મન કઈ બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી, ત્યારે અત્યાર સુધીમાં 99 એપિસોડમાં ગુજરાત અને દેશના સામાજિક રીતે સારું કાર્ય કરતા લોકોની વાત મન કઈ બાતના માધ્યમથી સમગ્ર દેશવાસીઓને પહોંચાડી છે. 99 એપિસોડ પૂર્ણ થયા 30 એપ્રિલના રોજ 100 એપિસોડ રજુઆત કરવામાં આવશે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો, ગુજરાતના 8 મહાનગરપાલિકા, 33 જિલ્લા અને તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં મન કી બાત કાર્યક્રમનું આયોજન ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ પ્રધાનો ગુજરાતના અલગ અલગ વિસ્તારો, જિલ્લામાં વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળશે.

ભાજપ યુવા મોરચાએ કરી વ્યવસ્થા

18,200 કેન્દ્ર પર આયોજન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડની ઉજવણીમાં યુવાઓ પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે ETV Bharatને જણાવ્યું હતું કે, 100માં એપિસોડની ઉજવણીમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર પ્રતિ બેઠકમાં 2 શક્તિ કેન્દ્રો પર યુવા માટે ખાસ મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિ શક્તિ કેન્દ્ર ખાતે 100 જેટલા યુવાનો વડાપ્રધાન મોદીની મન કી બાત કાર્યક્રમ નિહાળશે, જ્યારે ગુજરાતમાં 50,000 જેટલા બુથ છે, ત્યારે તમામ બૂથ પર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખોની સંખ્યામાં યુવાઓ મન કી બાતના કાર્યક્રમમાં હાજરી આપશે. તે દરમિયાન જ વધુમાં વધુ નવા યુવાઓનો ભાજપમાં જોડાઈ તે રીતનું આયોજન ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું છે.

ભાજપના તમામ ધારાસભ્યો હાજર રહેવાની સૂચના : 30 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મન કી બાતના 100 એપિસોડ પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત ભાજપ દ્વારા 182 વિધાનસભા બેઠકો પર અનેક શક્તિ કેન્દ્ર તેમજ બુથ પર ખાસ કાર્યક્રમની વ્યવસ્થાઓ અને આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ભાજપના 156 ધારાસભ્ય, તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો, સભ્યો અને 8 મહાનગરપાલિકા વિસ્તારના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટરોને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં હાજર રહેવાની સૂચના પ્રદેશ ભાજપમાંથી આપવામાં આવી છે.

ગાંધીનગર ધારાસભ્યો હાજરી જોવા મળશે : ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો, ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટ ETV Bharatને જણાવ્યું હતું કે, દેશના નાગરિકોને પ્રોત્સાહિત કરવા મન કી બાત કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કર્યો છે. 30 એપ્રિલના રોજ સોમો એપિસોડ છે, ત્યારે ગાંધીનગરના તમામ 272 બુથમાં કાર્યકરો સહિત લોકો સાંભળે તેવું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે ગાંધીનગર જિલ્લાના પાંચ ધારાસભ્ય પોતાના વિસ્તારમાં મન કી બાત કાર્યક્રમ અંતર્ગત હાજર રહેશે.

સુરતમાં 10,000 લોકો સાંભળશે મન કી બાત : 30મી એપ્રિલના રોજ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100મી મન કી બાત સુરત ખાતે ભવ્ય ઉજવણી સાથે સાંભળવામાં આવશે. સુરત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય સેના દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 10,000થી વધુ લોકો એક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનની વાત સાંભળશે. આ કાર્યક્રમમાં નેપાળના હોમ અફેર્સ મિનિસ્ટર હાજર રહેશે. તેઓ હાલ જ ભવ્ય રામલલ્લાની મૂર્તિ માટે રામશીલા લઈને ભારત આવ્યા હતા.

બરોડના તમામ વિસ્તારમાં આયોજન : વડાપ્રધાન મોદીના 100માં મન કી બાત કાર્યક્રમને લઈ વડોદરા શહેરમાં 1200 બુથમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 300 શહેરના શક્તિ કેન્દ્ર, 120 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ, 22 બગીચાઓ, 35 જેટલી LED સ્કિન જે મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર લગાવેલ છે ત્યાં, 50 કોચિંગ ક્લાસ, 10 થિયેટર, 750 ગણેશ મંડળ, 74 જેટલા એનજીઓ, 10 મુખ્ય હોસ્પિટલ, 125 પ્રાઇવેટ હોસ્પિટલ, 35 ધાર્મિક સંસ્થા, 22 પેટ્રોલ પંપ, 14 યુનિવર્સિટી હોસ્ટેલ, 100 મંદિરો અને વિશિષ્ટ સ્થાનો, 250 હેર સલૂન સહિત 50 યુપીએસસી સેન્ટરો મળી કુલ 3,225 કેન્દ્ર પર વડાપ્રધાનની મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Mann Ki Baat : સુરતમાં PM મોદીની 100મી મન કી બાત એક સાથે 10 હજાર લોકો સાંભળશે

રાજકોટમાં NGO સાંભળશે મન કી બાત : રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા ETV BHARAT જણાવ્યા મુજબ, હેમુગઢવી હોલ ખાતે મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટની વિવિધ NGO, સામાજીક સંસ્થાઓ તેમજ વરિષ્ઠ નાગરિકો દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે વડાપ્રધાન મોદીનો મન કી બાતનો 100મો એપિસોડ સાંભળશે. જ્યારે ભાજપના કાર્યકર્તાઓ પોત પોતાના બૂથમાં હાજર રહીને આ કાર્યક્રમ સાંભળશે.

કચ્છમાં શું હશે કાર્યક્રમ : કચ્છ જિલ્લાના 10 તાલુકાના દરેક બુથ સેન્ટર પર આ એપિસોડ સાંભળવા માટે આયોજન કરવામાં આવ્યું છે. તો 7 શહેરોમાં પણ મોટી સંખ્યામાં લોકો મન કી બાત 100મો એપિસોડ સાંભળશે. તો 6-6 વિધાનસભાના ધારાસભ્યો પોતાના પોતાના મતવિસ્તારના કોઈ એક બુથ પર હાજર રહીને આ મન કી બાત તો એપિસોડ સાંભળશે તેવું કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

નાણાં પ્રધાન કોલેજમાં આપશે હાજરી : મન કી બાતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 100માં એપિસોડને લઈ વલસાડ જિલ્લામાં ભાજપ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. 100માં એપિસોડની ઉજવણીમાં વાપીમાં રોફેલ કોલેજ ખાતે રાજ્યના નાણાપ્રધાન ઉપસ્થિત રહેશે. જેઓ સંગઠનના હોદ્દેદારો, તાલુકા, નોટિફાઇડ, શહેર પ્રમુખ સાથે મન કી બાતનો કાર્યક્રમ નિહાળશે. એ જ રીતે ઉમરગામ તાલુકામાં ધારાસભ્ય રમણલાલ પાટકર સંગઠનના હોદ્દેદારો સાથે કાર્યક્રમ નિહાળશે. ઉપરાંત વાપી તાલુકામાં 86 બુથ પર, 7 શક્તિકેન્દ્રો પર મોરચા પ્રમુખની આગેવાનીમાં મન કી બાત નો 100મો એપિસોડ નિહાળવા સંગઠન પ્રમુખની આગેવાનીમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ઉમરગામ તાલુકામાં જિલ્લા, તાલુકા પંચાયતના સભ્યો સાથે ચર્ચા કરી ધારાસભ્ય પાટકરની સૂચના મુજબ તૈયારીઓ ચાલી રહી છે. ઉમરગામ તાલુકામાં કુલ 212 બુથ પર, 7 શક્તિ કેન્દ્ર પર અને અલગ અલગ 7 મોરચા હેઠળ કાર્યક્રમને નિહાળવવામાં આવશે.

જૂનાગઢમાં મન કી બાતનો કાર્યક્રમ : વડાપ્રધાન મોદી દ્વારા મન કી બાત નો 100મો એપિસોડ પ્રસારિત કરવામાં આવનાર છે. દર મહિનાના અંતિમ રવિવારે આયોજિત થતો વડાપ્રધાન મોદીનો મન કી બાતનો 100મો એપિસોડ જુનાગઢ ભાજપ દ્વારા અનોખી રીતે ઉજવવાનું નક્કી કરાયું છે. આવતીકાલે સવારે 11:00 કલાકે પ્રજ્ઞાચક્ષુ બહેનોની વચ્ચે ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો મન કી બાતનો 100મો કાર્યક્રમ સાંભળીને તેની વિશિષ્ટ રીતે ઉજવણી કરાશે.

આ પણ વાંચો : Mann Ki Baat : PMની 'મન કી બાત' કાર્યક્રમમાં કોઈ કચાસ ન રહે તે પ્રકારની વડોદરામાં તૈયારીઓ

ભાવનગરમાં સંકુલમાં કરાયું આયોજન : ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતના 100માં એપિસોડનું લાઈવ પ્રસારણ ભાવનગરમાં 30 તારીખે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નિયંત્રણ હેઠળ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા સરદાર પટેલ રમત સંકુલ, સિદસર રોડ, ભાવનગર ખાતે કરવામાં આવ્યું છે. તો ભાવનગરની જાહેર જનતાને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.