ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ વધી (Corona cases in Gujarat )રહ્યું હતું તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે 31 જાન્યુઆરી સુધી શાળાઓ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીને થયેલ ચર્ચા પ્રમાણે રાજ્યમાં હજુ પણ 5 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે, જ્યારે 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ (Gujarat online education )જ આપવામાં આવશે.
7 જાન્યુઆરીએ લીધો હતો નિર્ણય
ગુજરાત રાજ્યમાં જે રીતે કોરોના સંક્રમણ (Corona cases in Gujarat )વધી ગયું હતું ત્યારે સાત જાન્યુઆરીના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યની પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય(Gujarat Education Department) કરવામાં આવ્યો હતો અને ત્યારે જ ફક્ત ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કર્યો હતો. ત્યારે આજે 31મી જાન્યુઆરીએ 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યું છે એટલે કે 5 ફેબ્રુઆરી સુધી રાજ્યની પ્રાથમિક શાળાઓ બંધ રહેશે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ભાજપની મિટિંગ યોજાઇ, જાણો કઇ બાબત પર થઇ ચર્ચાઓ
5 ફેબ્રુઆરી ફરી નિર્ણય લેવામાં આવશે
રાજ્યમાં શાળાઓ ક્યારે શરૂ થશે તે બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી જણાવ્યું હતું કે રાજાની 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1 થી 9ના વર્ગો માત્ર ઓનલાઇન શિક્ષણ જ આપી શકશે જ્યારે હવે 5 ફેબ્રુઆરીએ કોરોનાની પરિસ્થિતિ સમીક્ષા કરીને શાળાઓ શરૂ કરવી કે નહીં કરવી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.