ETV Bharat / state

Gujarat Cabinet Meeting : વીડીના વધારાના ઘાસના જથ્થાને વિના મૂલ્યે અપાશે, અનાજ ચોરી અટકાવવા 5953 સીસીટીવી લગાવશે સરકાર - અનાજ ગોડાઉનોમાં સીસીટીવી કેમેરા

ગુજરાત સરકારની મહત્ત્વની જાહેરાત (Gujarat Govt announcement )સામે આવી છે. રાજ્યની વીડીઓમાં રહેલા વધારાના 100 લાખ કિલોગ્રામ ઘાસને સ્થાનિક ગૌશાળાઓને વિનામૂલ્યે (100 lakh kg grass free of charge )આપી દેવામાં આવશે. ગુજરાત કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting )માં અનાજ ગોડાઉનોમાં સીસીટીવી કેમેરા(CCTV cameras in warehouse )ને લઇને પણ મહત્ત્વનો નિર્ણય સામે આવ્યો હતો.

Gujarat Cabinet Meeting : વીડીના વધારાના ઘાસના જથ્થાને વિના મૂલ્યે અપાશે, અનાજ ચોરી અટકાવવા 5953 સીસીટીવી લગાવશે સરકાર

author img

By

Published : Feb 2, 2023, 5:45 PM IST

કેબિનેટમાં નિર્ણયો બાબતે પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જાણકારી આપી

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક મળી હતી. જેમાં 26 જાન્યુઆરીના દિલ્હી કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમાંક આવ્યો છે તેની ટ્રોફી પણ કેબિનેટ બેઠકમાં લાવવામાં આવી હતી. તમામ લોકોને અભિનંદન પણ આપવામાં આવ્યા હતા. જ્યારે ગુજરાત સરકારના સરકારી ગોડાઉનમાં અનાજને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય ચોરીની ઘટના ન બનેે તેને ધ્યાનમાં લઈને સરકારે 96 કરોડના ખર્ચે કુલ 5,953 કેમેરા લગાવવાનું પણ આયોજન કર્યું છે.

વધારાના ઘાસના જથ્થાને સ્થાનિક ગૌશાળા અને પાંજરાપોળમાં વિનામૂલ્યે વિતરણ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાબતે રાજ્યના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આ વર્ષે રાજ્યમાં અંદાજે 100 લાખ કિ.ગ્રા.વીડીના વધારાના ઘાસના જથ્થાને સ્થાનિક લોકોને ગૌશાળા, પાંજરાપોળ, સહભાગી વન વ્યવસ્થા સમીતિઓને, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, દૂધ ઉત્પાદક મંડળીઓને વિના મૂલ્યે વાઢી લઇ જઇ જવાની મંજૂરી આપવાનો અબોલ પશુઓની હિતમાં નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો Union Budget 2023 : બજેટનો સૌથી વધુ લાભ લેનાર ગુજરાત રાજ્ય બનશે : મુખ્યપ્રધાન

576 લાખ કિ.ગ્રા ઘાસ સંગ્રહિત જૂના વર્ષમાં એકત્રીત કરવામાં આવેલ કુલ. 576 લાખ કિ.ગ્રા ઘાસ હાલમાં વન વિભાગ હસ્તકના ગોડાઉનો તથા પ્લેટફોર્મ પર ગંજીમાં સંગ્રહિત છે.ચાલુ વર્ષે કુલ. 273 લાખ કિ.ગ્રા. ઘાસ વન વિભાગ પાસે ઉપલબ્ધ થનાર છે. ચાલુ વર્ષના અંત સુધીમાં વિભાગ પાસે અંદાજીત 813 લાખ કિ.ગ્રા ઘાસ વન વિભાગ પાસે ઉપલબ્ધ બનશે. જ્યારે વન વિભાગ હસ્તકના ગોડાઉનની કુલ કેપેસીટી 700 લાખ કિ.ગ્રા. ઘાસ સંગ્રહ કરવાની છે.

અનાજ વિતરણમાં વધુ પારદર્શિતા લાવવા માટે નિર્ણય પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અનાજના વિતરણમાં વધુ પારદર્શીતા લાવવા માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના તમામ ગોડાઉન કેન્દ્રો ખાતે હાઇ ક્વોલીટી વિઝન CCTV કેમેરા નેટવર્ક સ્થાપવા આવશે. તદઉપરાંત નિગમની જિલ્લા કચેરી અને વડી કચેરી ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે.

ટેન્ડર પ્રક્રિયા શરુ આ CCTV પ્રોજેક્ટના અમલીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગોડાઉનો ખાતે સીસીટીવી કેમેરા લગાવવા માટે કુલ રૂ. 96.14 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નિગમના તમામ ગોડાઉનોમાં મળી કુલ 5953 કેમેરા લગાવવામાં આવનાર છે. ગોડાઉન ખાતે થઈ રહેલી તમામ ગતિવિધિઓ પર નજર રાખી શકાય તે પ્રકારે આ કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવામાં આવશે.

આ પણ વાંચો સરકારી અનાજના ગોડાઉન ચોરોના ટાર્ગેટમાં, તસ્કરો 6 લાખનો મુદ્દામાલ લઈને રફુચક્કર

ટેબ્લો ટ્રોફી કેબિનેટમાં લવાઇ પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો પ્રથમ સોલાર એનર્જી-વીન્ડ એનર્જી-મોઢેરા સોલાર વિલેજ સહિતની ગુજરાતની ઊર્જા ક્રાંતિની પ્રસ્તુતિ સાથે તૈયાર કરાયેલો ગુજરાતનો ટેબ્લો 'લોકપ્રિયતા શ્રેણી'માં વિજેતા થતા આજે કેબિનેટ બેઠકમાં અભિનંદન પાઠવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પુનઃપ્રાપ્ય ઊર્જાના વધુને વધુ ઉપયોગની પ્રેરણાથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રેરક માર્ગદર્શનમાં ગુજરાતે ‘‘ક્લિન-ગ્રીન એનર્જી યુકત ગુજરાત’’ થીમ આધારિત આ ટેબ્લો તૈયાર કર્યો હતો.

ધારાસભ્યો માટે પાઠશાળાનું આયોજન રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું એ ભાજપના 156 આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તમામ ધારાસભ્યો માટે 14 અને 15 ફેબ્રુઆરીના રોજ એક વિશેષત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓમ બિરલાના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમમાં ધારાસભ્ય વહીવટી જ્ઞાન સારી રીતે મેળવી શકે તે માટે અલગ અલગ આઠ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોતાના મત વિસ્તારથી વિધાનસભા ગૃહ સુધીની કામગીરીની પણ ચર્ચા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.