ETV Bharat / state

New Jantri Rates : 15 એપ્રિલથી નવા જંત્રી દર થશે લાગુ, જાણો શું થશે નવા સુધારા - 15 એપ્રિલથી નવા જંત્રી રેટ લાગુ

15 એપ્રિલથી રાજ્યમાં નવા જંત્રી દર લાગુ કરવામાં આવશે. ખેતીના પ્રીમિયમ દરમાં ઘટાડો, ક્યાં કિસ્સામાં નવા જંત્રી દર લાગુ પડશે. વાંચો જંત્રી દર બાબતે ETV Bharatનો વિશેષ અહેવાલ

15 એપ્રિલે નવા જંત્રી દર લાગુ, જાણો શું થશે નવા સુધારા

author img

By

Published : Apr 13, 2023, 10:47 PM IST

ગાંધીનગર: રાજ્ય સરકારે 4 ફેબ્રુઆરીના રોજ જંત્રી દરમાં વધારો કર્યો હતો. આ જંત્રી દર 15 એપ્રિલથી એટલે કે શનિવારથી લાગુ થઈ જશે. બિનખેતી અને ખેતી સહિત દુકાનો અને ઓફિસોમાં કેટલા જંત્રીના દર રહેશે તેની વિગતો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં ખેતીના પ્રીમિયમના દરમાં પણ રાજ્ય સરકારે ઘટાડો કર્યો છે ઉપરાંત અમુક કિસ્સાઓમાં નવા જંત્રી દર લાગુ નહીં પડે તેની પણ સરકારે જાહેરાત કરી છે.

15 એપ્રિલથી નવા જંત્રી રેટ લાગુ: જંત્રીના નવા દરની જાહેરાત બાદ બિલ્ડરો અને લોકોમાં અસમંજસ ઉભું થયું હતું. રાજ્યભરમાંથી બિલ્ડર એસોસિએશને આ અંગે સરકારને રજૂઆતો કરી હતી. ગુજરાત સરકારે જંત્રી દરમાં 12 વર્ષ બાદ સીધો 100 ટકાનો વધારો કરતા બિલ્ડર એસોસિએશને આ અંગે સીએમને રજૂઆત કરી હતી. ત્યારે બિલ્ડર્સ એસોસિએશન દ્વારા ભારે વિરોધ થવાના કારણે રાજ્ય સરકારે 15 એપ્રિલથી નવા જંત્રી રેટ લાગુ કરવાની જાહેરાત કરી હતી.

શું થશે નવા સુધારા?: ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 32-કના અસરકારક અમલ માટે રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી 2011ના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય 15 એપ્રિલ 2023 અમલમાં આવશે. હવે રાજ્ય સરકાર દ્વારા 15 એપ્રિલથી જંત્રીના ભાવો નીચે મુજબ અમલમાં મૂકવામાં આવશે.

- આ દરોમાં ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવા

- જયારે Composite rate (જમીન + બાંધકામના સંયુકત દર) માં રહેણાંકના દર 2 ગણાના બદલે 1.8 ગણા કરવાનું

- ઓફીસના ભાવ 2 ગણાના બદલે 1.5 ગણા (દોઢા) કરવાનું

- દુકાનના ભાવ 2 ગણા યથાવત રાખવા

- બાંધકામ માટે નકકી થયેલ દરો બે ગણા કરેલ તેના બદલે 1.5 ગણા કરવાનું

પ્રિમિયમના દરમાં ઘટાડો: ખેતીથી - ખેતી 25 ટકાના બદલે 20 ટકા પ્રિમિયમ, ખેતીથી – બિનખેતી 40 ટકાને બદલે 30 ટકા પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે.

પેઈડ એફ.એસ.આઈ. માટે નિર્ણયો: પ્લાન પાસીંગની પ્રક્રીયામાં સ્ક્રુટીની ફી ભરેલ હોય તેવા કીસ્સામાં જુની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસુલવામાં આવશે. ઉપરાંત જે કીસ્સાઓમાં પ્લાન પાસ થયેલ હોય અને એફ.એસ.આઈ. ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કીસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફ.એસ.આઈ.માં લાગુ પાડવામાં નહીં આવે. જ્યારે કિસ્સાઓમાં ટી.ડી.આર.નો ઉપયોગ કરવામાં આવે તેવા પ્રકરણોમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલ દરથી રકમ વસુલવામાં આવશે. પેઈડ એફ.એસ.આઈ. માટે નીચેના કોષ્ટકમાં જણાવેલ ઝોનમાં નવી જંત્રી અનુસાર વસુલવા પાત્ર રકમ જંત્રીના ટકાવારી અનુસાર દર્શાવ્યા પ્રમાણે વસુલવામાં આવશે.

ઝોન RAH ઝોન Residential R1Residential R2TOZ Tall Building
50 ચો.મી. સુધી 5 ટકા
50 થી 66 ચો. મી. સુધી 10 ટકા
66 થી 90 90 ચો.મી. સુધી 20 ટકા

આ પણ વાંચો: Jantri Rate: જંત્રીના મામલે સરકારે આપી રાહત, આ શરત હેઠળ જૂના ભાવ લાગુ રેહશે

ક્યાં કિસ્સામાં નવા દર લાગુ નહિ થાય: 29 એપ્રિલ ના રોજ સર નિરીક્ષક કચેરી દ્વારા જાહેર કરેલ નિયમ અનુસાર 15 એપ્રિલ 2023 કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ 15 એપ્રિલ 2023 પહેલા કરી આપેલ હશે એટલે કે દસ્તાવેજમાં 15 એપ્રિલ 2023 પહેલા પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારોની સહી થયા ની તારીખ પહેલા અથવા સહી થયા ની તારીખ પછીના તરત જ કામકાજના દિવસમાં જરૂરી હોય તે રકમનો પૂરેપૂરો સ્ટેમ્પ લગાડેલ હશે તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજૂ થશે તેવા દસ્તાવેજમાં 15 એપ્રિલ 2023 થી વધારેલા જંત્રી ના ભાવ લાગુ પડશે નહીં તે પહેલાંના ભાવ વધારા સિવાયના અમૃત જંત્રી ભાવ એટલે કે જૂના જંત્રી ભાવ મુજબ દસ્તાવેજમાં મિલકતની બજાર કિંમત તથા સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવશે.

આ પણ વાંચો: Jantri Rate Gujarat: સરકારે જંત્રીમાં 2 ગણો વધારો કરતાં મકાનો થશે મોંઘા, કૉંગ્રેસે ગણાવ્યો કાળો કાયદો

બાનાખત બાબતે પણ જાહેરાત: સરકાર દ્વારા એવી પણ જાહેરાત કરી હતી કે 15 એપ્રિલ પહેલા પક્ષકારો વચ્ચે મિલકતના વેચાણનો બહાનાખતનો દસ્તાવેજ તૈયાર કરવામાં આવેલ હશે અને 15 એપ્રિલ પછી આવા બાના ખર્ચમાં સમાવેશ થયેલ મિલકતનો તે જ પક્ષકારો વચ્ચે વેચાણ દસ્તાવેજ કરવામાં આવશે તો આવા કિસ્સામાં વેચાણ દસ્તાવેજ થયાની તારીખે અમલી જંત્રીના ભાવ મુજબ પ્રતિ મિલકતની બજાર કિંમત મુજબની સ્ટેમ્પ ડ્યુટીની રકમમાંથી બહાનાખત ઉપર 300 થી વધુ રકમની વાપરેલ સ્ટેમ્પ ડ્યુટી વેચાણ દસ્તાવેજ ઉપર ભરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં મજરે ગણવામાં આવશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.