ગાંધીનગર : ગુજરાતમાં યુવાનો સરકારી નોકરી મેળવવા માટે તથા પ્રયત્નો અને પ્રયાસો કરે છે અને જે પણ સરકારી ભરતીની જાહેરાત બહાર પડે છે તેમાં લાખોની સંખ્યામાં યુવાનો અરજી પણ કરે છે. ત્યારે ગુજરાત સરકારની વિવિધ સંવર્ગો માટેની અને વિવિધ વિભાગો માટે પરીક્ષાનું આયોજન કરતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા પદ્ધતિમાં મહત્વનો ફેરફાર કર્યો છે. જેનું સત્તાવાર નોટિફિકેશન આજે બહાર પાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમુક તાંત્રિક સંવર્ગોની ભરતીના બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફેસિયન્સી ટેસ્ટ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઝડપી ભરતી પ્રક્રિયા કરવા માટે નિર્ણય : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલા નિર્ણય અંતર્ગત રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયા ઝડપી બને અને સમય બદ્ધ કાર્યક્રમને અનુલક્ષીને ભરતી લક્ષ્યાંકો પૂરા થઈ શકે. આ ઉપરાંત પસંદગીનું ઊંચું ધોરણ જાળવીને યોગ્ય ઉમેદવારોની સરળ રીતે પસંદગી થઈ શકે તે હેતુથી જ વર્તમાન પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાની અને પરીક્ષા પદ્ધતિના બીજા તબક્કાની કોમ્પ્યુટર ટેસ્ટ રદ કરવાની બાબતે સરકારના વિચારણા હેઠળ હતી, જે હવે રદ કરવામાં આવે છે. નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર હવે પરીક્ષાઓ યોજવામાં આવશે.
કેવી છે નવી પરીક્ષા પદ્ધતિ : નવા પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ત્રણના ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ગની શૈક્ષણિક લાયકાત તરીકે જરૂર હોય તેવા જગ્યાએ સીધી ભરતીથી ભરવા માટે જે સંવર્ગોના ભરતી નિયમો સાથે પરીક્ષા નિયમો નક્કી થયા નથી, તેવા તમામ સંવર્ગોની પરીક્ષામાં શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ ડિપ્લોમા ધોરણ 10 કે 12 પછીનો ટેકનિકલ સર્ટિફિકેટ કોર્સ ફરજિયાત કરવામાં આવ્યો છે.
60 માર્કનું પ્રથમ પ્રશ્નપત્ર : જેમાં પરીક્ષાની વાત કરવામાં આવે તો પ્રથમ તબક્કામાં તાર્કિક કસોટીના 30 ગુણ અને ગાણિતિક કસોટીના 30 ગુણ સહિત કુલ 60 માર્કનું પ્રથમ પ્રશ્નપત્ર રહેશે અને ત્યારબાદ બીજા ભાગમાં બંધારણ વર્તમાન પ્રવાહો અંગ્રેજી અને ગુજરાતી ગુણ અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 માર્ક્સના સહિત કુલ 150 માર્કનું બીજા તબક્કાનું પ્રશ્નપત્ર પૂછવામાં આવશે. આમ વિભાગ એક અને વિભાગ-2માં કુલ 150 પ્રશ્નના 210 પ્રશ્નો પૂછવામાં આવશે અને બંનેનો કુલ સમયગાળો 180 મિનિટનો રાખવામાં આવ્યો છે.
5 મો વિકલ્પ પસંદ કરશો તો નેગેટિવ મર્કિંગ નહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો સરકારના વર્તમાન નિયમો અનુસાર જ વેટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. પરંતુ એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપનાર અથવા પ્રશ્નોના જવાબ ન આપેલ હોય તેવા સંજોગોમાં 0.25 માર્ક ઓછા કરવાના રહેશે, એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવાની રહેશે. જ્યારે જવાબ આપવા માંગતા નથીનો પાંચમો વિકલ્પ રાખવાનો રહેશે. પરંતુ જે ઉમેદવારે આ વિકલ્પ પસંદ કરેલ હોય તે સંજોગોમાં નેગેટિવ માર્કિંગ ગણવાનું રહેશે નહીં એટલે કે 0.25 માર્ક ઓછા કરવાના રહેશે નહીં. આમ પરીક્ષામાં હવે MCQ માં નેગેટીવ માર્કિંગ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે ઉમેદવારોને MCQમાં 5માં વિકલ્પ નો પસંદ આપવામાં આવશે જેમાં કોઈ જવાબ આપવા નથી માંગતા એવો 5માં વિકલ્પ તરીકે આપવામાં આવશે.