- સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂ.૧૭૬૬ કરોડની જોગવાઈ
- ગુજરાતને જાણો નામની નવી યોજનાની હું જાહેરાત કરું છું . જે અંતર્ગત વિદેશમાં વસતા ગુજરાતી યુવાનો રાજ્યની મુલાકાતે આવતા રહે તે માટે અલગ અલગ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે . જેનાથી તેઓ આપણી માતૃભાષા , સંસ્કૃતિ અને ભવ્ય વારસાના પરિચયમાં રહે.
- વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ એ . ટી . વી . ટી . અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતના વિકાસના કામો માટે રૂ.૧૩૦૮ કરોડની જોગવાઇ
- રાજ્યના નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ થાય તે માટે શરૂ કરેલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત અંદાજે બે કરોડ સેવાઓ નાગરિકોને સ્થળ ઉપર જ પૂરી પાડવામાં આવી છે
LIVE: બજેટ 2020-21, નાણા પ્રધાન નીતિન પટેલની પેટીમાંથી કયા ક્ષેત્રને શું મળ્યું? - નીતિન પટેલ
17:37 February 26
સામાન્ય વહીવટ
17:34 February 26
માહિતી અને માહિતી અને પ્રસારણ
- માહિતી અને માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ.૧૬૯ કરોડની જોગવાઈ
- માન્યતા ધરાવતા પત્રકારોને અકસ્માતે અવસાનના કેસમાં રૂપિયા પાંચ લાખ અને કુદરતી અવસાનના કેસમાં રૂપિયા પચાસ હજારનું વીમા કવચ આપવામાં આવે છે . હવે , કુદરતી અવસાનનાં કિરસામાં રૂપિયા એક લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે
17:34 February 26
કાયદો
- કાયદા વિભાગ માટે કુલ રૂ.૧૬૮૧ કરોડની જોગવાઈ
- કોર્ટના નવા મકાનોના બાંધકામ , કોર્ટમાં આધુનિક સુવિધાઓ વિકસાવવા અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે
- બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વકીલોના વેલ્ફર માટે અનુદાન આપવા રૂ.૫ કરોડની જોગવાઈ
17:33 February 26
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ
- રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે કુલ રૂ.૫૬૦ કરોડની જોગવાઈ
- ખેલ મહાકુંભના આયોજનથી રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યેની રૂચિમાં વધારો થવા સાથે રમતગમત ક્ષેત્રે સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થયેલ છે . જેને વધુ આગળ ધપાવવા રૂ.૭૯ કરોડની જોગવાઇ
- ખેલકૂદ ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓને શિક્ષણ સાથે ખેલકૂદની સઘન તાલીમ આપવા બનાવવામાં આવેલ જિલ્લા કક્ષાની સ્પોર્ટસ સ્કુલ માટે રૂ.૭૨ કરોડની જોગવાઇ .
- પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટેની શકિતદૂત યોજના અંતર્ગત રૂ.૬ કરોડની જોગવાઈ
- ગ્રામ્ય વિસ્તારમાં રમત ગમતના વિકાસ માટે માળખાકીય સુવિધાઓ વિકસાવવા , રમત પ્રત્યે અભિરુચિ વધારવા તેમજ જામનગર ખાતે સ્પોર્ટસ મ્યુઝિયમ બનાવવા માટે રૂ.૫ કરોડની જોગવાઈ
- ગુજરાતની કલા અને સંસ્કૃતિના યોગ્ય જતન અને સંવર્ધન હેતુ કલા મહાકુંભ માટે રૂ.૯ કરોડની જોગવાઇ
- નૃત્ય, સંગીત ,નાટકના અભ્યાસ અને સંશોધનને ઉત્તેજન પૂરું પાડવા વડનગર ખાતે તાનારીરી પર્ફોર્મિંગ આર્ટ કોલેજની સ્થાપના કરવા રૂ.૧ કરોડની જોગવાઈ
- યોગના પ્રચાર પ્રસાર માટે રૂ.૨ કરોડની જોગવાઇ
17:33 February 26
અન્ન અને નાગરિક પુરવઠા
- અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે કુલ રૂ.૧૨૭૧ કરોડની જોગવાઈ
- નેશનલ ફૂડ સિક્યુરિટી એકટ અને જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને ઘઉં , ચોખા , કપાસિયા તેલ , આયોડીનયુકત મીઠું , ખાંડ , કેરોસીન જેવી ઉપયોગી સામગ્રીનું રાહતદરે સસ્તા અનાજની દુકાનો મારફતે વિતરણ કરવામાં આવે છે . આ યોજનાનો લાભ દરેકને મળે તે માટે અમે પૂરતી કાળજી રાખીએ છીએ, જે માટે કુલ રૂ.૭૩૧ કરોડની જોગવાઈ
- ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે આ વર્ષે અમારી સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા અનાજમાં ઉમેરો કરી પહેલીવાર તુવેરદાળનું પણ વિતરણ કરવાનું નક્કી કરેલ છે . જે અંતર્ગત આશરે ૬૬ લાખ લાભાર્થીઓને , લાભાર્થી દીઠ વાર્ષિક ૧૨ કિલોગ્રામ તુવેરદાળનું રાહત દરે વિતરણ કરવામાં આવશે, જે માટે રૂ.૨૮૭ કરોડની જોગવાઇ
17:32 February 26
વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ
- વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ માટે કુલ રૂ.૪૯૭ કરોડની જોગવાઈ
- સરકારે ઇ - ગવર્નન્સના મહત્તમ ઉપયોગથી ઝડપી અને પારદર્શક નાગરિકલક્ષી સેવાઓ પૂરી પાડવા મહત્ત્વના પગલાં લીધા છે . રાજયની ૬૫૦૦થી વધારે કરોરીઓને જીસ્વાન કનેકટીવીટીથી જોડવામાં આવેલ છે
- સાયન્સ સિટીમાં એકવેટીક , રોબોટિક્સ , સ્પેસ અને એસ્ટ્રોનોમી ગેલેરી જેવી થીમ બેઇઝ ગેલેરીઓના વિકાસ માટે રૂ.૭૫ કરોડની જોગવાઇ
- બાયોટેકનોલોજી યુનિવર્સિટીના મકાન બાંધકામ તથા અન્ય સુવિધાઓના વિકાસ માટે રૂ.૪૩ કરોડની જોગવાઈ
- રાજ્યની દરેક ગ્રામ પંચાયતને ઓપ્ટિકલ ફાયબરથી જોડવા માટે રૂ.૧૦ કરોડની જોગવાઈ
- બાયોટેકનોલોજી ક્ષેત્રે ચાલતા સંશોધનથી ઉદ્યોગ , પર્યાવરણ , મરીન અને જીનોમિક્સ જેવા ક્ષેત્રોને લાભ મળે તે હેતુથી રૂ.૭ કરોડની અધતન લેબોરેટરીનું નિર્માણ કરવાનું આયોજન છે
17:31 February 26
મહેસૂલ વિભાગ
- મહેસૂલ વિભાગ માટે કુલ રૂ.૪૪૭૩ કરોડની જોગવાઈ
- રાજ્યના ખેડૂત ખાતેદારો અને ઉદ્યોગકારોને મહેસૂલી વ્યવહારોમાં મુશ્કેલીઓ ના પડે તે માટે સરકારે અનેક ક્રાન્તિકારી મહેસૂલી સુધારાઓ કર્યા છે . ખેતીની જમીનની માપણી આધુનિક પદ્ધતિથી સચોટ થાય તે માટે વધુ ૧૦૮ તાલુકામાં નવા ડી.જી.પી.એસ મશીનો વસાવવા રૂ.૨૭ કરોડની જોગવાઈ
- શહેરી તેમજ નગરપાલિકા વિસ્તારોમાં નાના ક્ષેત્રફળવાળા પ્લોટ , ખેતીની જમીન કે મિલકતની માપણી આધુનિક પદ્ધતિથી કરવા માટે ૧૫૦ ઇલેકટ્રોનિક ટોટલ સ્ટેશન મશીન ખરીદવા રૂ.૧૩ કરોડની જોગવાઈ
- તાલુકા કક્ષાએ ૨૮૩ જેટલી સેવાઓ પૂરી પાડતા જનસેવા કેન્દ્રોના આધુનિકીકરણ માટે રૂ.૧૮ કરોડની જોગવાઈ
- દસ્તાવેજોની નોંધણી માટે આવતા નાગરિકોને આવશ્યક સુવિધાઓ પૂરી પાડવા ૨૬ સબ રજીસ્ટ્રાર કચેરીઓને મોડેલ કચેરીઓ બનાવવા રૂ.૧૫ કરોડની જોગવાઈ
- મહેસાણા અને આણંદ જિલ્લાઓમાં વધતી જતી મહેસૂલી કામગીરીના ભારણને ધ્યાને લેતાં નવા મહેસૂલી ભવનના બાંધકામ માટે રૂ.૧૦ કરોડની જોગવાઇ
17:30 February 26
વન અને પર્યાવરણ
- વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ ૧૭૮૧ કરોડની જોગવાઈ
- વન્ય જમીન અન્ય હેતુઓ માટે ઉપયોગ અર્થે આપવામાં આવે ત્યારે યુઝર એજન્સી પાસેથી જરૂરી ચાર્જ વસૂલવામાં આવે છે . આ રકમમાંથી વનીકરણ , વન સંરક્ષણ , ભૂમિ , અને ભેજ સંરક્ષણ , વન્ય પ્રાણી તેમજ જૈવિક વિવિધતાનું વ્યવસ્થાપન જેવા કામો માટે કમ્પેનસેટરી અફોરસ્ટેશન ફન્ડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઑથોરીટી - કેમ્પા અંતર્ગત રૂ.૨પ૦ કરોડની જોગવાઈ
- વનોના સંરક્ષણ અને સંવર્ધન માટે રૂ.૨૮૧ કરોડની જોગવાઇ
- વન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં સામાજિક વનીકરણ યોજના હેઠળ વૃક્ષ વાવેતર અને અનુષંગિક વિસ્તરણની પ્રવૃતિ માટે કુલ રૂ.૨૨૮ કરોડની જોગવાઇ
- ઘાસ સંગ્રહની ક્ષમતા વધારવા ૪૦ નવા ગોડાઉન બાંધકામ માટે રૂ.૨૪ કરોડની જોગવાઈ
- કચ્છ જિલ્લામાં ઘાસના મેદાનો વિકસિત કરી પશુપાલકોને સહાયભૂત થવા રૂ.૧૫ કરોડની જોગવાઈ
- ધરમપુર ખાતે સર્પ સંશોધન કેન્દ્ર , વેળાવદર નજીક ખડમોર પક્ષી સંવર્ધન કેન્દ્ર , દીપડાઓને રેડિયો કોલર લગાવવા , આદિવાસી વિસ્તારમાં ડ્રેગન ફ્રંટ ઉછેર અને પ્રોસેસીંગ માટે કુલ રૂ.૧૦ કરોડની જોગવાઇ
- પ્લાસ્ટિક બેગના વિકલ્પ તરીકે પુનઃ ઉપયોગમાં લઇ શકાય તેવી રોપા ઉછેર માટે વિશેષ રીતે તૈયાર કરેલ ટ્રે ના ઉપયોગથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ મુકત નર્સરી બનાવવા માટે રૂ.૨ કરોડની જોગવાઈ
- વન અધિકાર કાયદા હેઠળના લાભાર્થીઓને ફાળવેલ જમીનમાં આંબા કાજુ અને માનવેલ બાબુના રોપા વિના મૂલ્ય આપવા રૂ.૧ કરોડની જોગવાઈ .
- આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલા વૃક્ષોના પવિત્ર ઉપવન ઊભા કરવા રૂ.૧ કરોડની જોગવાઈ
17:29 February 26
ગૃહ વિભાગ
- ગૃહ વિભાગ માટે કુલ રૂ.૭૫૦૩ કરોડની જોગવાઇ રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા વિવિધ સંવર્ગની ૧૧ હજાર નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. જેથી યુવાનોને રોજગારીની સાથે સાથે રાજ્ય પોલીસ સેવામાં કામ કરવાની તક મળશે
- જરૂરિયાતના સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપયોગી થતા હોમગાર્ડઝ જવાનોના હાલના ૪૫,૨૮૦ના સંખ્યાબળમાં ૪,૫૨૮નો વધારો કરી કુલ સંખ્યાબળ ૪૯,૮૦૮નું કરવાનું આયોજન છે .
- રાજયની જનતાની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવા રૂ.૧૧૧ કરોડની જોગવાઈ
- મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે સેફ સિટી પ્રોજેકટ અંતર્ગત નિર્ભયા ફંડ માટે રૂ.૬૩ કરોડની જોગવાઈ
- રાજયના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે રાત - દિવસ ખડે પગે રહેતા પોલીસ કર્મીઓને રહેઠાણની ઉત્તમ સુવિધા પૂરી પાડવા આગામી ત્રણ વર્ષમાં કુલ ૧૩,૮૫૧ આવાસ બાંધવામાં આવશે . જે માટે રૂ.૨૮૮ કરોડની જોગવાઈ
- ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને સુદઢ અને કાર્યક્ષમ બનાવવા માટે રૂ.૮૦ કરોડની જોગવાઈ
- કન્વીકશન રેટ ઈમપ્રુવમેન્ટ પ્રોજેકટ દ્વારા કન્વીકશન રેટ વધારવા માટે રૂ.૨૩ કરોડની જોગવાઈ
- રાજયના પાટનગર ગાંધીનગરની સુરક્ષા વ્યવસ્થા સુદઢ કરવા નવી પોલીસ કમિશ્નર કચેરીની રચના કરવામાં આવનાર છે
17:28 February 26
પવિત્ર યાત્રાધામ
- રાજ્યમાં આવેલા ધાર્મિક , ઐતિહાસિક અને પૌરાણિક યાત્રાધામો ખાતે યાત્રાળુઓ માટે સુવિધાઓ વિકસાવવાના વિવિધ કામો હાથ ધરવા રૂ.૧૪૭ કરોડની જોગવાઈ
- રાજ્યના ૬ મહત્ત્વનાં યાત્રાધામો અને અન્ય મંદિરોના વિકાસ માટે રૂ.૩૦ કરોડની જોગવાઇ
- સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે યાત્રાધામોની સ્વચ્છતા માટે રૂ.૧૭ કરોડની જોગવાઈ
- સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ આદિવાસીઓના આસ્થાના ધામ અનાવલ , કાવેરો - કાવેરી અને ગુપ્ત સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ખાતે વિવિધ સુવિધાઓ રૂ.૧૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે
- કૃષ્ણ નગરી દ્વારકાનો વિકાસ
- બેટ દ્વારકા અને ઓખાને જોડતા અરબી સમુદ્ર ઉપર ૪ . ૫૬ કિલોમીટર લંબાઈના ચારમાર્ગીય સીગ્નેચર બ્રીજની કામગીરી રૂ.૯૬૨ કરોડ ખર્ચે પ્રગતિમાં છે
- બેટ દ્વારકામાં કૃષ્ણલીલા તાદશ કરતું મ્યુઝિયમ બનાવવા અને યાત્રાળુઓ માટે પ્રાથમિક સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે
- સોમનાથ અને દ્વારકાની એક જ દિવસમાં મુલાકાત લઇ શકાય તે માટે વિમાન સેવા શરૂ કરવા રૂ.૧ કરોડની જોગવાઇ
17:27 February 26
કુટિર અને ગ્રામોદ્યોગ
- વાજપાઇ બેન્કેબલ યોજના અન્વયે ઉધોગ , સેવા અને વેપાર એમ ત્રણ ક્ષેત્રમાં રૂ.૮ લાખ સુધી ધિરાણ આપવામાં આવે છે . અંદાજે ૩૭,૦૦૦ લાભાર્થીઓને ધિરાણ સહાય આપવા રૂ.૪૧૧ કરોડની જોગવાઈ
- માનવ કલ્યાણ યોજના અન્વયે નાના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના હીરો સહાયભૂત થવા , તેમના ધંધાને અનુરૂપ સાધન - ઓજાર સ્વરૂપે સહાય આપવામાં આવે છે. આશરે ૨૮ , ૦૦૦ જેટલા લાભાર્થીઓને આ યોજના હેઠળ આવરી લેવા કુલ રૂ.૪૮ કરોડની જોગવાઈ
17:26 February 26
પ્રવાસન
- પ્રવાસન ક્ષેત્રના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે કુલ રૂ.૪૮૦ કરોડની જોગવાઇ
- રાજ્ય સરકારના પ્રયાસોથી પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો ઉત્પન્ન થઈ છે.
- ગીરમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને લઇ અમરેલી ખાતે આંબરડી લાયન સફારી પાર્કના અદ્યતન વિકાસ માટે રૂ.૫ કરોડની જોગવાઈ
- પ્રવાસન નીતિ અંતર્ગત ૩૮૩ જેટલા પ્રોજેક્ટ હેઠળ રૂ.૧૨,૦૦૦ કરોડનું રોકાણ થનાર છે . જે પૈકી ૧૯૭ પ્રોજેકટ ચાલુ થયેલ છે અને ૧૯૦૦૦ લોકોને રોજગારી મળી છે . જે માટે રૂ.૬૦ કરોડની જોગવાઇ
- બોર્ડર ટુરિઝમના વિકાસ મારફતે નવી પેઢીમાં દેશભક્તિની ભાવના બળવત્તર બનાવવા નડાબેટ સીમા દર્શન પ્રોજેકટ હેઠળ આંતર માળખાકીય સવલતો તથા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોના આયોજન માટે રૂ.૩૫ કરોડની જોગવાઈ
- બાલાસિનોર ડાયનાસોર ફોસીલ પાર્કની મુલાકાતે આવનાર પ્રવાસીઓને સંખ્યાને ધ્યાને લઇ તેના વધુ વિકાસ માટે રૂ.૧૦ કરોડની જોગવાઈ
- શુકલતીર્થ , કબીરવડ , મંગલેશ્વર અને અંગારેશ્વરનો મેગા સર્કિટ તરીકે વિકાસ કરવા ભારત સરકાર તરફથી રૂ.૨૩ કરોડ ફાળવવામાં આવેલ છે . જેમાં રાજ્ય સરકાર દ્વારા ૫ કરોડ ઉમેરીને આ સ્થળોનો વિકાસ કરવામાં આવશે .
- સાબરકાંઠા જિલ્લાના પોળો ફોરેસ્ટ ખાતે પ્રવાસી સુવિધાઓનો વિકાસ કરવા માટે રૂ.પ કરોડની જોગવાઈ
- વેળાવદર ખાતે કાળીયાર અભયારણ્યનો વિકાસ કરવા માટે રૂ.૩ કરોડની જોગવાઈ
- પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે વધુમાં વધુ રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા ૪૫૦૦ જેટલા સ્થાનિક યુવાનોને વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ આપવા રૂ.૨૦ કરોડની જોગવાઇ
- જૂનાગઢ ઉપરકોટ , ધોળાવીરા તથા માતાના મઢ ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવવા માટે રૂ ૨૦ કરોડની જોગવાઈ
- પ્રસિદ્ધ હેરીટેજ શહેર વડનગરનો ભારત સરકારના સંયુકત પ્રયાસથી અંદાજિત રૂ.૨૦૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહેલ છે . કોસ્ટલ ટુરીઝમ અંતર્ગત શિવરાજપુર બીચના વિકાસ માટે રૂ.૧૫૦ કરોડના કામો પીપીપીના ધોરણે હાથ ધરવામાં આવેલ છે
- ગિરનાર ક્ષેત્રના વિકાસ અને ગિરનાર રોપ - વે ની કામગીરી પીપીપીના ધોરણે વિકસાવવા માટે રૂ
- ૧૩૦ કરોડના કામો હાથ ધરવામાં આવેલ છે
17:25 February 26
ક્લાઈમેટ ચેન્જ
- ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે કુલ ૧૦૧૯ કરોડની જોગવાઈ
- વધતા જતા વિકાસની સાથે પર્યાવરણ સામે અનેક પડકારો ઊભા થઈ રહ્યા છે . સરકારે દીર્ધદષ્ટિ રાખી ક્લાઇમેટ ચેન્જના આવનાર પડકારોને પહોંચી વળવા વિવિધ વિભાગો જેવા કે શહેરી વિકાસ વિભાગ હેઠળ રૂ.૧પ૨૨ કરોડ , પંચાયત વિભાગ હેઠળ રૂ.૯૯૮ કરોડ , ઊર્જા વિભાગ હેઠળ રૂ.૬૯૨ કરોડ , વન અને પર્યાવરણ વિભાગ હેઠળ રૂ.૬૨૮ કરોડ અને અન્ય વિભાગો હેઠળ મળીને ગ્રીન બજેટ અંતર્ગત કુલ રૂ.૫૯૨૨ કરોડની માતબર જોગવાઈ કરેલ છે .
- રાજ્યની સરકારી શાળાઓમાં ૨૨ , ૫૦૦ એલ.ઈ.ડી લાઇટ અને ૨૩,૦૦૦ સ્ટાર રેટેડ પંખાઓ નાખવામાં આવશે , જે માટે રૂ.૬ કરોડની જોગવાઇ
- સરકારી અને એકલવ્ય શાળાઓની હોસ્ટેલો , સરકારી વિશ્રામ ગૃહો તથા યાત્રાધામોમાં સૌર ઊર્જા આધારિત હોટ વોટર સિસ્ટમ નાખવામાં આવશે
- ૮૦૦ નંગ ઇ - રીક્ષા માટે પ્રતિ રીક્ષા રૂ.૪૦,૦૦૦ની સહાય આપવામાં આવશે
- ૧૦૦૦ નંગ બેટરી ઑપરેટેડ દ્વિચક્રી વાહનો માટે પ્રતિ વાહન દીઠ રૂ.૧૦,૦૦૦ની સહાય આપવામાં આવશે
- ખેડૂતોને સોલાર સંચાલિત મિનિ ટ્રેક્ટર ખરીદવા તથા શહેરોમાં ઈલેકટ્રીક વાહનો માટે ચાર્જિંગ પોઈન્ટ ઊભાં કરવા સહાય આપવામાં આવશે
17:10 February 26
ઉદ્યોગ અને ખાણ
- ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ૭૦૧૭ કરોડની જોગવાઇ
- ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ - ૧૯માં ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ કુલ રૂ.૧૨,૬૧૮ કરોડનું થયું હતું . તેની તુલનામાં ૨૦૧૯ - ૨૦ના પ્રથમ ૬ મહિના દરમિયાન રૂ.૨૪,૦૧૨ કરોડનું એટલે કે બમણું ઇન્વેસ્ટમેન્ટ મેળવીને, સમગ્ર દેશમાં ગુજરાત બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યું છે . છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં સ્થપાયેલા રપ૭૪ મોટા ઉદ્યોગોમાંથી ૭૩પ મોટા એકમો એકલા ગુજરાતમાં જ સ્થપાયા છે . જે ગુજરાત રાજયની ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ , રાજયમાં વ્યાપક આંતર માળખાકીય સુવિધાઓ અને રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સુદઢ પરિસ્થિતિને આભારી છે
- ઔધોગિક નીતિ ૨૦૧૫ અંતર્ગત ચાલુ વર્ષે એમએસએમઇ સહાય યોજનાઓ હેઠળ આશરે ૨૬૦૦ એકમોને મંજૂરી આપવામાં આવી છે . જેના માટે રૂ.૧૪૫૦ કરોડની જોગવાઇ
- રોજગાર સર્જન કરતા ઉદ્યોગોને સહાય આપવાની યોજનાઓ જેવી કે સ્કીમ ફોર ઈન્સેન્ટીવ ટુ ઈન્ડસ્ટ્રીઝ , પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝ , મેગા ઇનોવેટિવ પ્રોજેકટ , એરોસ્પેસ અને ડિફેન્સ સેકટરને પ્રોત્સાહન આપવા રૂ.૯૫૦ કરોડની જોગવાઇ
- ડીપ - સી પાઈપલાઈન તથા આંતરમાળખાકીય સુવિધાના જુદા જુદા પ્રોજેકટને સહાય આપવા રૂ.૫૦૦ કરોડની જોગવાઇ
- રાજ્યના વાયેબલ માંદા ઔદ્યોગિક એકમોના પુનર્વસન માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ
- ગુજરાતને વૈશ્વિક કક્ષાએ રોકાણ માટેના ઉત્તમ સ્થળ તરીકે પ્રસ્થાપિત કરનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન માટે રૂ.૯૫ કરોડની જોગવાઇ
- ઔદ્યોગિક આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે સહાય આપવાની યોજના અંતર્ગત મંજૂર કરેલ પ્રોજેક્ટો માટે રૂ.૬૫ કરોડની જોગવાઇ
- ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને લોજીસ્ટીક પાર્કમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય આપવા રૂ.૩૭ કરોડની જોગવાઈ
- સંશોધન અને નવીનતમ સાહસો માટે યુવા વર્ગ વધારે ઉત્સાહી બને તે માટેની સ્ટાર્ટઅપ - ઇનોવેશન યોજના માટે રૂ.૧૮ કરોડની જોગવાઈ
- અગરિયા માટેની કલ્યાણકારી યોજનાઓ અને મીઠા ઉત્પાદન માટે સોલાર પંપ સબસિડી આપવા રૂ.૧પ કરોડની જોગવાઇ
17:10 February 26
ખાણ અને ખનીજ
- રાજ્યમાં ખાણ કામ માટે એનવાયરમેન્ટ ક્લીયરન્સ પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે, આ પ્રમાણપત્ર ઝડપથી અને સરળતાથી મેળવવા સરકાર દ્વારા એનવાયરમેન્ટ સ્ટડી રિપોર્ટ તૈયાર કરવા રૂ.૨૦ કરોડની જોગવાઇ
- ખનીજ ક્ષેત્રે પ્રોડકશન અને મેન્યુફેકચરમાં ફાળો વધારવા ગુજરાત ગ્રેનાઇટ, બ્લેકટ્રેપ, બેન્ટોનાઇટ, ચાઇનાકલે ખનીજ નીતિ માટે રૂ.૬ કરોડની જોગવાઈ
- અંબાજી અને ધ્રાંગધ્રા ખાતેના સ્ટોન આર્ટીઝન પાર્કના વિકાસ માટે રૂ.૧૦ કરોડની જોગવાઈ
17:08 February 26
ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ
- ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે કુલ રૂ ૧૩ , ૯૧૭ કરોડની જોગવાઈ
- કચ્છ ખાતે દુનિયાના સૌથી મોટા હાઇબ્રીડ પાર્કના નિર્માણથી, તે એક જ સ્થળેથી સૌર અને પવન ઊર્જા દ્વારા વાર્ષિક ૨૫,૦૦૦ મેગાવોટ ઊર્જા ઉત્પન્ન કરતું દુનિયાનું સૌથી મોટું સ્થળ બનશે
- ખેડૂતોને પૂરતા વીજ જોડાણ, સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે . હવે ખેડૂતોની વર્ષો જૂની માંગણી પૂરી કરવા દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવાનો અમે નિર્ધાર કર્યો છે . જેના ભાગરુપે હું નવી દિનકર યોજના જાહેર કરું છું . આ યોજનામાં આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદઢ કરવા તેમજ નવા સબ સ્ટેશનો સ્થાપવા રૂ.૩૫૦૦ કરોડનું આયોજન છે, જે માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઈ
- આશરે એક લાખ કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે રૂ.૧૪૮૯ કરોડની જોગવાઇ
- ખેતીનો ખર્ચ ઘટાડવા ખેડૂતોને રાહત દરે વીજ પુરવઠો પૂરો પાડવા માટે સબસિડી આપવા રૂ ૭૩૮૫ કરોડની જોગવાઈ
- લોકપ્રિય સૂર્ય ગુજરાત યોજના અંતર્ગત સોલર રૂફટોપ માટે સબસિડી આપવા માટે રૂ.૯૧૨ કરોડની જોગવાઈ
- તમામ ગ્રામ પંચાયતોના વોટર વર્કસને વિનામૂલ્ય વીજળી પૂરી પાડવા માટે રૂ.૭૬૫ કરોડની સબસિડીની જોગવાઈ
- આગામી વર્ષે ૧૪૦ નવા સબસ્ટેશનો સ્થાપવાનું આયોજન છે. જે માટે રૂ.૪૨૧ કરોડની જોગવાઈ
- GETCOના સબસ્ટેશનની નજીકમાં આવતી સરકારી જમીનમાં ગુજરાત સ્ટેટ ઇલેકિટ્રસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા તબક્કાવાર ૨૫૦૦ મેગાવોટ સૌર ક્ષમતાના સોલાર પી . વી . પ્રોજેક્ટ સ્થાપના અંતર્ગત , આ વર્ષે ૨૫૦ મેગાવોટ ઉત્પન્ન કરવા રૂ. ૪૪૯ કરોડની જોગવાઈ
- જૂના જર્જરિત વીજ વાયરોને બદલવા, નડતર રૂપ વીજ માળખાના સ્થળાંતર માટે, લાંબા ખેતીવાડી ફિડરોના વિભાજન માટે, કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાના અમલીકરણ તથા સીમ શાળાઓમાં થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડવા રૂ.૩૦૫ કરોડની જોગવાઈ
- ગુજરાત સ્ટેટ ઇલેકિટ્રસિટી કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત ઇલેકિટ્રસિટી ટ્રાન્સમિશન કોર્પોરેશનને શેરમૂડી ફાળા માટે રૂ.૨૭૫ કરોડની જોગવાઈ
- ગુજરાત સ્ટેટ ઇલેકિટ્રસિટી કોર્પોરેશન લિમિટેડના પાવર જનરેશન યુનિટોના આધુનિકીકરણ અને રેટ્રોફિટિંગ માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ
- પ્રધાનમંત્રી કુસૂમ યોજના અંતર્ગત ૧૮,૫૦૦ ગ્રીડ કનેકટેડ પંપને સોલારાઇઝ કરવા તથા સ્ટેન્ડ અલોન - ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ માટે કુલ રૂ.૧૨૫ કરોડની જોગવાઇ
- રાજયના ઓછી આવક ધરાવતા તેમજ આદિજાતિ, અનુસૂચિત જાતિના પાત્રતા ધરાવતા અંદાજે ૪૬,૨૫૦ પરિવારોને ઘર વપરાશનું વીજ જોડાણ આપવા રૂ.૨૫ કરોડની જોગવાઇ
16:56 February 26
બંદરો અને વાહન વ્યવહાર
- બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ રૂ.૧૩૯૭ કરોડની જોગવાઈ
- અમારી સરકારે નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવાઓ મળી રહે તે હેતુથી વાહન અને લાયસન્સ સબંધિત મોટાભાગની સેવાઓ ફેસલેસ કરેલ છે. કાચા લાયસન્સની કામગીરી ૩૬ આરટીઓ કચેરીની જગ્યાએ ૨૨૧ આઈટીઆઈ અને ૨૯ પોલિટેકનિક ખાતે શરૂ કરવામાં આવેલ છે, જેને લીધે નાગરિકોને વધુ સુવિધા પ્રાપ્ત થયેલ છે
- જાહેર પરિવહનને વધુ સુગમ અને સુલભ બનાવવા ૮૯૫ નવી બસો સેવામાં મૂકવામાં આવનાર છે. આ બસો બીએસ-૬ મોડલ આધારિત હોઇ વાતાવરણને પ્રદૂષણમુક્તા અને સ્વચ્છ રાખવામાં મદદ મળશે, જે માટે કુલ રૂ.૨૪૦ કરોડની જોગવાઇ
- સાત નવા બસ સ્ટેશનનું બાંધકામ કરવા તેમજ હયાત જૂના અને જર્જરિત ૯ બસ સ્ટેશન તોડીને આનુષંગિક માળખાકીય સુવિધા ધરાવતા નવા બસ સ્ટેશન બનાવવા માટે કુલ રૂ.૩૦ કરોડની જોગવાઇ
- અલંગ શીપ રિસાયલિંગ યાર્ડનું આધુનિકીકરણ કરવાનું આયોજન છે, જે માટે અંદાજિત રૂ.૭૧૫ કરોડ ખર્ચ થશે, આ પ્રોજેકટ અંતર્ગત હાલનાં ૭૦ શિપ રિસાયલિંગ પ્લોટ અપગ્રેડ થશે અને ૧૫ નવા પ્લોટ બનાવવામાં આવશે, જેનાથી મોટા પ્રમાણમાં રોજગારીનું નિર્માણ થશે
16:55 February 26
માર્ગ અને મકાન
- માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ.૧૦ , ૨૦૦ કરોડની જોગવાઈ
- અમારી સરકારે છેવાડાના ગામડાં સુધી રસ્તાઓના વિશાળ નેટવર્ક દ્વારા તમામ સુવિધાઓ પહોંચાડી સ્વરોજગારી નિર્માણને વેગ આપેલ છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પુલો - ઓવરબ્રીજ - અન્ડરબ્રીજ બનાવવાની તેમજ સરકારી મકાનો અને કર્મચારીઓના કવાટર્સ બનાવવાની કામગીરીમાં પણ આપણે અગ્રેસર છીએ
- સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રીકાપઢળ થયા હોય તેવા બાકી રહેતા ૧૫૦ તાલુકાના ૨૪૯ રસ્તાઓની ૧૧,ર૦૦ કિલામી.લબાઇના રસ્તાઓનું રિસરફેસીંગ રૂ.૩૬૦૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. જેમાં ૫૦૦ કિલો મીટર લંબાઈના પ્લાન તેમજ નોનપ્લાન ગ્રામ્ય માર્ગોનો પણ સમાવેશ થાય છે, જે માટે રૂ.૧૪૩૬ કરોડની જોગવાઈ
- રાજયમાં કેટલાક પુલો દાયકાઓ જૂના છે. આ પુલો જે તે સમયના વાહનોની ભારવહન ક્ષમતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ. હવે ટ્ર્ક, ટેન્કરો , ડેપરો જેવા ભારે વજન વહનકર્તા વાહનો આવા પુલો પરથી પસાર થતા હોઇ તેવી ભારવહન ક્ષમતા ધરાવતા નવા પુલો બનાવવા જરૂરી છે. આથી ગંભીર અકસ્માત ન થાય તેની સાવચેતીના ભાગરૂપે આવા જૂના પુલોનો સર્વે અને જરૂરી તપાસ કરવાનું આયોજન છે. સર્વે બાદ નબળા કે જર્જરિત જણાયેલ પુલોનું મજબૂતીકરણ કે પુન : બાંઘકામાં કરવામાં આવશે, જે માટે આ વર્ષે રૂ.૮૦ કરોડની જોગવાઈ
- વારંવાર અકસ્માત થતા હોય તેવા રસ્તાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સેફટી ઑડિટ કરાવી, જરૂરિયાત મુજબના તાંત્રિક સુધારા કરવાથી અકસ્માત થતા અટકાવી શકાય, આ કામગીરી માટે પ્રાથમિક તબક્કે રૂ.૨૬ કરોડની જોગવાઈ
- ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની કામગીરી પણ શરૂ થનાર છે, જેમાં રાજ્યના ૩૦૦૦ કિલો મીટરના ગ્રામ્ય માર્ગોને પહોળા કરવાની કામગીરી રૂ ૧૮૦૦ કરોડની અંદાજિત કિંમતે હાથ ધરવાનું આયોજન છે, જે અંતર્ગત વિવિધ કામો માટે રાજ્યના ફાળા તરીકે પ્રારંભિક રૂ.૧૦૦ કરોડની જોગવાઈ
- ખૂબ જ લોકપ્રિય એવી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ.૨૫૦૦ કરોડની જોગવાઇ
- આયોજન બહારના રસ્તાઓના બાંધકામ અને સુધારણા માટે રૂ.૧૧પ૯ કરોડ
- અન્ય જિલ્લા માર્ગો, મુખ્ય જિલ્લા માર્ગો અને ધ્રુ - રૂટને પહોળા કરવાની કામગીરી માટે રૂ.૨૯૧ કરોડ
- હયાત કોઝવે, ડીપ, સાંકડા નાળાને સ્થાને ઊંચા પુલોના બાંધકામ માટે રૂ.૨૮૬ કરોડ
- ખૂટતી કડી તથા ખૂટતા નાળાના બાંધકામ માટે રૂ.૧૨૦ કરોડ
- આદિજાતિ વિસ્તારોમાં વન વિસ્તારોમાંથી પસાર થતા માર્ગોના બાંઘકામ અને સુદ્રઢીકરણ માટે રૂ.૯૧ કરોડ
- મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તાર, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા ૧૫૩૪ કિલોમીટરના ૬૩ રસ્તાઓના અનુભાગોને ફોર - લેન બનાવવાની કામગીરી રૂ ૨૯૬૩ કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે
- ૭૨ રસ્તાના અનુભાગોની ૧૩૨૦ કિલો મીટર લંબાઈને ૧૦ મીટર કે ૭ મીટર પહોળા કરવાની કામગીરી રૂ.૧૮૦૭ કરોડના ખર્ચે પ્રગતિમાં છે
- રૂ.૧૨૦૬ કરોડની અંદાજિત રકમનાં ૪૧ નવા પુલોની કામગીરી પ્રગતિમાં છે
- વિશ્વ બેન્ક સહાયિત યોજના અંતર્ગત રાજ્ય ધોરીમાર્ગોને પહોળા, મજબૂત તથા નવીનીકરણની કામગીરી રૂ ૧૯૩૮ કરોડના ખર્ચે પ્રગતિમાં છે
- અમદાવાદ -બગોદરા-રાજકોટના ૨૦૧ કિલો મીટર રસ્તાને રૂ.૨૮૯૩ કરોડના ખર્ચે, છ - માર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે
- સરખેજ - ગાંધીનગર હાઈવેને રૂ.૮૬૭ કરોડના ખર્ચે છ - માર્ગી કરવાની કામગીરી પ્રગતિમાં છે
- ભુજ-ખાવડા-ધર્મશાળા રસ્તો રૂ.૩૫ર કરોડ અને થરાદ - ધાનેરા - પાથાવાડા રસ્તો રૂ ૪૬૪ કરોડના ખર્ચે પેલ્ડ સોલ્ડર સહિત દ્વિમાર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે
- એક લાખ ટ્રેન વ્હીકલ યુનિટથી વધુ ટ્રાફિક હોય તેવા રેલવે ક્રોસિંગ ઉપર રેલવે અને રાજ્ય સરકારની ભાગીદારીથી ઓવરબ્રીજ બાંધવાની કામગીરી પ્રગતિમાં છે
- છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના અન્વયે ૩૧ રેલવે ઓવરબ્રીજ રૂ.૭૭૪ કરોડના ખર્ચે પૂર્ણ કરેલ છે
- ડીએફસીસી રૂટ સહિત રેલવે ક્રોસિંગ ઉપર ૭૨ ઓવર બ્રીજના કામો પ્રગતિ હેઠળ છે
- રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે નવીન ૬૮ રેલવે ઓવરબ્રીજ મંજૂર કરવામાં આવેલ છે
- ૫ તાલુકા સેવા સદનો, ૧૮ વિશ્રામગૃહો કે અતિથિગૃહો તેમજ અન્ય વિભાગના ર૪પ કામો રૂ.રપ૩૪ કરોડના ખર્ચે હાથ ધરેલ છે
- સરકારી કર્મચારીઓને પરિવાર સાથે રહેઠાણ માટે ઉત્તમ સુવિધાયુકત મકાનો ઉપલબ્ધ કરાવવા રૂ.૧૨૩ કરોડના ખર્ચે ૫૪૮ કવાર્ટર્સનું બાંધકામ પૂર્ણ કરેલ છે. આ વર્ષે તેમજ ૧૪૫૬ ક્વાર્ટર્સનું કામ રૂ.૪૦૯ કરોડના ખર્ચે પ્રગતિમાં છે. ભવિષ્યમાં રૂ.૩૫૦ કરોડના ખર્ચે ૧૩૪૫ ક્વાર્ટર્સ બનાવવાનું આયોજન કરેલ છે
16:48 February 26
શ્રમ અને રોજગાર
- શ્રમ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ.૧૪૬૧ કરોડની જોગવાઈ
- સરકાર દ્વારા આગવી પહેલ કરી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ મારફત કુલ ૧૭,૮૬,૭૯૭ યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવેલ છે. વૈશ્વિક કક્ષાના તેમજ ઉદ્યોગોની માંગ આધારિત કૌશલ્ય નિર્માણ માટે નાસ્મેદ, ગાંધીનગર ખાતે ૨૦ એકરમાં પીપીપી ધોરણે ટાટા ગૃપના સહકારથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ્સનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે, જેથી રાજ્યના યુવાનો માટે રોજગારીની તકો વઘશે
- મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત એક લાખ એપ્રેન્ટિસોની ભરતી માટે રૂ.૯૨ કરોડની જોગવાઈ
- ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશન મારફતે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અને અન્ય કૌશલ્ય વિકાસ યોજનાઓના માધ્યમથી ૭૦ હજાર યુવાનોને કૌશલ્ય તાલીમ આપવા માટે રૂ.૫૦ કરોડની જોગવાઈ
- યુવાનોને રોજગાર માટે તાલીમબદ્ધ કરવા ભારત સરકાર દ્વારા સ્ટ્રાઈવ પ્રોજેકટ શરુ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટમાં રાજયની કુલ ૩૦ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવેલ છે, આ પ્રોજેક્ટ માટે રૂ.૩૩ કરોડની જોગવાઈ
- નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ધોરણે રાજ્યમાં સ્કીલ ઇકો સિસ્ટમને મજબૂત કરવા ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના માટે રૂ.૩૦ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે
- આઇટીઆઇ નવા મકાનો, વર્કશોપ, થીયરીરૂમ અને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા તેમજ તેને આધુનિક સાધનોથી સુસજ્જ કરવા જેવી માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે રૂ ૨૬૪ કરોડની જોગવાઈ
- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અંદાજે ૧,૨૦,૦૦૦ બાંધકામ શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે જવા - આવવા માટે મુસાફરી ખર્ચમાં સહાય આપવામાં આવશે, જેના કારણે કામદારોને મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે અને તેમની આવકમાં વધારો થશે, આ સહાય આપવા માટે રૂ.૫૦ કરોડની જોગવાઈ
- શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ બાંધકામ શ્રમિકોને માત્ર રૂ.૧૦ માં બપોરના ભોજનનો લાભ આપવામાં આવે છે, હવે યુ - વીન કાર્ડ ધારકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે, જે માટે કુલ રૂ.૩૫ કરોડની જોગવાઇ
- ધન્વન્તરી આરોગ્ય રથ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને આરોગ્ય વિષયક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વધુ ૧૬ આરોગ્ય રથની સુવિધા પૂરી પાડવા રૂ.૨૫ કરોડની જોગવાઈ
- બાંઘકામ શ્રમિકના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને હાલમાં પ્રસૂતિ સહાય પેટે રૂ.૭૫૦૦ની સહાય આપવામાં આવે છે, તેને ઉદાર બનાવતા હવે મહિલા બાંધકામ શ્રમિકોને સગર્ભા અવસ્થા દરમિયાનના છેલ્લા બે માસ અને પ્રસૂતિ બાદના બે માસ , એમ કુલ ચાર માસ સુધી માસિક રૂ.૫ ,૦૦૦ની સહાય આપવામાં આવશે . આમ , મહિલા , બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૂતિ સહાય પેટે કુલ રૂ.૨૭,૫૦૦ આપવામાં આવશે, જે માટે કુલ રૂ.૬ કરોડની જોગવાઇ
- બાંધકામ શ્રમિકોને હાઉસિંગ સબસિડી યોજના હેઠળ બેન્કમાંથી લીધેલ લોન ઉપર પાંચ વર્ષ સુધી, પ્રતિ વર્ષ રૂપિયા વીસ હજારની વ્યાજ સહાય આપવામાં આવશે
16:42 February 26
શહેરી વિકાસ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે રૂ.૧૩,૪૪૦ કરોડની જોગવાઇ
- રાજ્યના શહેરોમાં વસતા ૪૫ ટકા નાગરિકોને પાયાની જાહેર સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. હવે અમે રાજયના શહેરોને આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરવા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. ભારત સરકાર દ્વારા શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે, તે જ રીતે અમે રાજ્યના નગરોને સ્માર્ટટાઉન બનાવવા વિવિધ આયોજન કર્યા છે.
- શહેરી વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય અને ઉપયોગી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ ૪૫૪૪ કરોડની જોગવાઈ
- તે પૈકી ભૂગર્ભ ગટર તેમજ પાણી પુરવઠાની સુવિધાઓ ઊભી કરવા માટે રૂ.૧૧૬૯ કરોડની જોગવાઈ
- જે નગરપાલિકાઓ પાસે પીવાના પાણીનો પૂરતો જથ્થો છે, પરંતુ પાણી વિતરણ કરવાની વ્યવસ્થા અપૂરતી છે, તે નગરપાલિકાઓને આવી સુવિધાઓ વિકસાવવા માટે સહાય આપવા રૂ.૫૦૦ કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂ.૫૦૦ કરોડની જોગવાઇ
- ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા તેમજ ઇંધણ અને સમયની બચતના હેતુથી મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ફ્લાય ઓવર બનાવવા રૂ.૫૦૦ કરોડની જોગવાઇ
- શહેરોના વધતા જતા વિસ્તારને કારણે શહેરની નજીકમાં આવેલ ગામડા તથા આઉટગ્રોથ વિસ્તારો પણ શહેરમાં સમાવેશ થઇ જાય તેવી સ્થિતિ ઊભી થયેલ છે, આ વિસ્તારોમાં જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવારૂ. ૨૫૦ કરોડની જોગવાઈ
- શહેરો વચ્ચે જનલક્ષી સુવિધાઓ વિકસાવવા માટે સ્પર્ધાત્મક વાતાવરણનું નિર્માણ થાય તે માટે સ્માર્ટ ટાઉન મિશન હેઠળ અ અને બ વર્ગની નગરપાલિકાઓમાંથી સ્પર્ધા દ્વારા પસંદ કરેલ પાંચ નગરપાલિકાઓમાં વિકાસના કામો માટે પ્રતિ વર્ષ રૂ.૨૦ કરોડ લેખે પાંચ વર્ષમાં રૂ.૧૦૦ કરોડ ફાળવવામાં આવશે
- નદીઓ અને તળાવોમાંથી જલકુંભી કે વનસ્પતિ કચરો કાઢવા મહાનગરપાલિકાઓને સાધનો ખરીદવા માટે સહાય આપવા રૂ.૧પ કરોડની જોગવાઇ
- અમૃત યોજના અંતર્ગત ૮ મહાનગરપાલિકા અને ૨૩ નગરપાલિકાઓમાં પાણી પુરવઠા, ગટર, વરસાદી પાણીનો નિકાલ, પરિવહન જેવી સુવિધાઓ માટે રૂ.૮૦૦ કરોડની જોગવાઇ
- સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ૬ શહેરોમાં એરિયા બેઝ વિકાસના કામો જેવા કે એરિયા રિડેવલપમેન્ટ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઇન્ટરમોડલ ટ્રાન્સપોર્ટ હબ, CCTV, ઇન્ટરનેટ કનેકટીવીટી વગેરે માટે રૂ.૫૯૭ કરોડની જોગવાઇ
- સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોને સ્વચ્છ બનાવી નાગરિકોને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવા માટે રૂ.૨૦૦ કરોડની જોગવાઇ
- રેલવે ફાટકો પર ઓવરબ્રીજ અથવા અન્ડરબ્રીજ બનાવવા રૂ.૨૦૦ કરોડની જોગવાઈ
- અમારી સરકારનું ધ્યેય સ્વચ્છ ગુજરાત-પ્લાસ્ટિક મત ગુજરાત બનાવવાનું છે, જેના ભાગરૂપે સ્વચ્છતાની કામગીરી સાથે જોડાયેલ શહેરોમાં ફરીને પ્લાસ્ટિક વીણવાનું કામ કરનાર રેગપિકર્સ શ્રમજીવીઓને સહાય અને અન્ય કામો માટે રૂ.૫૬ કરોડની જોગવાઇ
- ૨૦૨૨ સુધીમાં સૌને ઘર પૂરા પાડવાના ઉમદા હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છ લાખ આવાસો મંજૂર કરવામાં આવેલ છે, જે માટે રૂ.૮૩૦ કરોડની જોગવાઇ
- આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકોને શહેરી વિસ્તારોમાં રૂપિયા પંદર લાખની મર્યાદામાં આવાસની ખરીદીમાં રાજ્ય સરકાર તરફથી રૂપિયા એક લાખની સહાય આપવા રૂ.૫૦ કરોડની જોગવાઇ
- ડાયમંડ સિટી સુરતના મેટ્રો રેલ પ્રોજેકટને કેન્દ્ર સરકારની મંજૂરી મળેલ છે, આ પ્રોજેકટની શરૂઆત કરવા માટે તેમજ અમદાવાદ ગાંધીનગર મેટ્રોની કામગીરી આગળ ધપાવવા માટે રૂ.૪૦૬ કરોડની જોગવાઈ .
- ફાયર સ્ટેશનો ખાતે આધુનિક સાધનો વસાવવા રૂ. ૧૦૬ કરોડની જોગવાઈ
ગિફટ સિટી
- ગિફ્ટ સિટી ખાતે ૧૩ બેક, ૧૯ વીમા કંપનીઓ, ૫૦થી વધુ કેપીટલ માર્કેટ સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના બે એક્ષચેન્જની નાણાંકીય પ્રવૃત્તિઓને કારણે તે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફાયનાન્શિયલ હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. ગિફ્ટ સિટીમાં છેલ્લા વર્ષમાં અંદાજે 6૦૦ બિલીયન યુએસ ડોલરનું ટ્રેડીંગ થયું છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય બલિયન એકસચેન્જની સ્થાપના થતાં મોટાપાયે રોજગારીનું નિર્માણ થશે. ગિફટ સિટી માટે શેરમૂડી ફાળા પેટે રૂ.૨૦૦ કરોડની જોગવાઇ
16:41 February 26
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
- પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ ૨૯૦૯૧ કરોડની જોગવાઈ
- ગુજરાતીઓ સમગ્ર દેશ અને દુનિયામાં વસે છે, પરંતુ વતનના સંભારણા અને વતન પ્રત્યેનો પ્રેમ તેમના હૃદયમાં સદાય જીવંત હોય છે, વતન માટે કંઇક કરી છૂટવાની તમન્ના હોય છે. આવા ગુજરાતીઓ પોતાના વતનમાં મોટા પ્રમાણમાં દાન આપે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની અમારી સરકાર આવા દાતાઓને પ્રોત્સાહન આપવા અને ગામડાઓમાં વધુ સારી સગવડો ઊભી કરવાના ઉમદા આશયથી માદરે વતન યોજના લઇને આવી છે.
- આ યોજના હેઠળ ગામમાં શાળા, શાળાના રૂમ, સ્માર્ટ કલાસ, આંગણવાડી, સ્મશાન, દવાખાનું, રસ્તા, પીવાના પાણીની ટાંકી, ગામ તળાવ, ગટર વ્યવસ્થા, સામૂહિક શૌચાલય, લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ, પંચાયત ઘર વગેરે જેવી સુવિધાઓને વિકસાવવા દાતાશ્રી દ્વારા આપવામાં આવતા દાનની રકમ જેટલી જ મેચિંગ રકમ રાજય સરકાર દ્વારા ઉમેરવામાં આવશે જે માટે રૂ.૨૦૦ કરોડની જોગવાઇ
- મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના નામની નવી યોજનાની જાહેરાત. આ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ , મહિલા ઉત્કર્ષ જૂથ બનાવી ૨૧ લાખ સુધીનું ધિરાણ મેળવે તો તેનું સંપૂર્ણ વ્યાજ રાજય સરકાર દ્વારા સીધે સીધું બેન્કોને આપવામાં આવશે . આમાં મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન પ્રાપ્ત થશે જેનાથી મહિલાઓને સ્વ - રોજગાર માટે નવું બળ પ્રાપ્ત થશે, આ યોજના હેઠળ વ્યાજ સહાય આપવા કુલ રૂ.૧૯૩ કરોડની જોગવાઇ
- ગામડામાં સ્વચ્છતા જાળવવા માટે ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે. ઘન કચરાના વ્યવસ્થાપન માટે રાજયની ૧૬૬૭ ગ્રામ પંચાયતોની ટ્રાઇસિકલ અને હેન્ડ કાર્ટ જેવા સફાઇના સાધનો પૂરા પાડવામાં આવશે. તેવી રાજી પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે ૮૦ જેટલી ગ્રામ પંચાયતોમાં 2 વોટર ટ્રીટમ પ્લાન્ટ નાખવામાં આવશે જે માટે કુલ રૂ.૬૧ કરોડની જોગવાઇ
- ગુજરાત સરકારની યોજના અંતર્ગત ઘન કચરો ડોર ટુ ડોર કલેકશન દ્વારા એકત્ર માટે હાલ તમામ ગ્રામ પંચાયતોને વ્યકિતદીઠ માસિક રૂપિયા બે ગ્રાન્ટ આપવા છે. તેને બદલે હવે વ્યકિતદીઠ માસિક રૂપિયા ચાર ગ્રાન્ટ આપવામાં આવે ૨૮૮ કરોડની જોગવાઇ
- ગ્રામીણક્ષેત્રોમાં દરેક કુટુંબને આવાસ પૂરા પાડવામાં રાજય સરકારે ખૂબ જ સારી સફળતા હાંસલ કરેલ છે. આ તમામ આવાસો શૌચાલયની સુવિધા સાથે બન્યા છે. હવે નવા મંજૂર આવાસની સાથે સાથે બાથરૂમની સુવિધા ઊભી કરવા માટે લાભાર્થી ફાળો રૂ.૩૦૦૦ની સામે રાજય સરકાર દ્વારા રૂ.૫૦૦૦ની સહાય આપવામાં આવશે. જે માટે રૂ.૫૦ કરોડની જોગવાઈ
- ગ્રામીણ વિસ્તારની બહેનો માટે કાયમી રોજગારીનું નિર્માણ થાય તે ઉદ્દેશથી મુખ્યમંત્રી ગ્રામ્ય સ્વનિર્ભર યોજનાની જાહેરાત. આ યોજના હેઠળ સ્વ-સહાય જૂથોની બહેનોને અનાજ અને મસાલા દળવાની ઘંટી ખરીદવા માટે સહાય આપવામાં આવશે, જે માટે રૂ.૭ કરોડની જોગવાઈ
- ઉત્પાદિત ચીજ વસ્તુઓના સ્થાનિક મેળાઓમાં સીધા વેચાણ માટે સ્ટોલ ઊભાં કરવા રૂ.૩ કરોડની જોગવાઈ
- ૨૦૨૨ સુધીમાં સૌને આવાસનો ઉમદા આશય પૂર્ણ કરવા ૩ લાખ ૧૧ હજાર આવાસોના લક્ષ્યાંક સામે અત્યાર સુધી ૨ લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવેલ છે, આ કાર્યક્રમ અન્વયે નવા ૮૫ હજાર આવાસો બાંધવામાં આવશે . જેના માટે રૂ ૧૧૦૦ કરોડની જોગવાઇ
- સ્વચ્છ ભારત મિશન - ગ્રામીણ અંતર્ગત રૂ.૮૦૩ કરોડની જોગવાઈ
- મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના અંતર્ગત રૂ ૪૯૦ કરોડની જોગવાઇ
- શ્યામાપ્રસાદ મુખર્જી રર્બન મિશન માટે રૂ.૨૩૫ કરોડની જોગવાઇ
- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે રૂ.૧૯૫ કરોડની જોગવાઇ
- ગ્રામ પંચાયતોને હાઇસ્પીડ ઇન્ટરનેટથી જોડવા, જરૂરી હાર્ડવેર તેમજ માનવબળ પૂરું પાડી ઇ - એનેબલ કરવા રૂ.૧૦૦ કરોડની જોગવાઈ
- ગ્રામ પંચાયતોના નવીન મકાન બાંધકામ માટે રૂ.૮૫ કરોડની જોગવાઇ
- જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના રેકર્ડની જાળવણી માટે કોમ્પકટર વસાવવા રૂ.૧૦ કરોડની જોગવાઇ
- ગ્રામ પંચાયત એસેટ અને રેકર્ડની વ્યવસ્થિત જાળવણી તેમજ કામોનું ડુપ્લીકેશન ના થાય તે માટે જીઓ - ટેગીંગ એસેટ રજિસ્ટર તૈયાર કરવા માટે રૂ.૫ કરોડની જોગવાઇ
- પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, શશીકુંજ, જૂનાગઢ ખાતે નવા મકાન બાંધકામ માટે રૂ.૬ કરોડની જોગવાઈ
- નવા સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા માટે ૧૦ કરોડની જોગવાઈ
16:38 February 26
આદિજાતિ વિકાસ
- આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ.૨૬૭૫ કરોડની જોગવાઈ
- અમારી સરકાર આદિજાતિના સર્વાગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સને ર૦૦૭થી શરૂ કરવામાં આવેલ વનબંધુ કલ્યાણ યોજનાથી આદિજાતિ વિસ્તારના લોકોના જીવનમાં નોંધપાત્ર સુધારો થયેલ છે, આ યોજના હેઠળ રૂ.૧૪ ,૧૦૬ કરોડની જોગવાઈ
- ૭૬૫ જેટલી આશ્રમશાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ અને એકલવ્ય શાળાઓના અંદાજિત ૧,૩૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને અભ્યાસની સુવિધાઓ આપવો રૂ.૩૭૪ કરોડની જોગવાઈ
- બે લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે રૂ.૩૭૯ કરોડની જોગવાઈ
- અનુદાનિત છાત્રાલયો તથા આશ્રમ શાળાઓમાં છાત્ર દીઠ માસિક રૂ.૧૫૦૦ નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે, જેમાં વધારો કરી હવે રૂ.૨૧૬૦ આપવામાં આવશે, જે માટે કુલ રૂ.૩૩૭ કરોડની જોગવાઇ
- અનુસૂચિત જનજાતિના છાત્રાલયમાં રહેતા જે વિધાર્થીઓને ભોજન બિલ પેટે માસિક રૂ.૧૨૦૦ સહાય આપવામાં આવે છે તે વધારી હવે રૂ.૧૫૦૦ આપવામાં આવશે, જે માટે રૂ.૩૦ કરોડની જોગવાઈ
- પ્રિ.એસ.એસ.સી.ના કુલ ૧૫ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે રૂ.૧૪૩ કરોડની જોગવાઈ
- ૧૦૪૬ સરકારી કુમાર - કન્યા છાત્રાલયો અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોના કુલ ૬૪,૦૩૭ વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સુવિધા આપવા રૂ.૧૦૩ કરોડની જોગવાઈ
- ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતાં ૧૨ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવા રૂ.૭પ કરોડની જોગવાઈ
- સરકારી કુમાર છાત્રાલય અમદાવાદ, સુરત, વલસાડ, મહુવા, છોટાઉદેપુર, ડભોઇ અને ધરમપુર તથા સરકારી કન્યા છાત્રાલય સુરત, માંડવી, ધરમપુર, વડોદરા અને વાંકલના મકાનોના બાંધકામ અને મરામત માટે રૂ.૪૧ કરોડની જોગવાઈ
- આદિજાતિ વિસ્તારમાં ટ્રસ્ટ સંચાલિત આશ્રમશાળાઓના મકાન મરામત માટે સહાય આપવા રૂ.૫૦ કરોડની જોગવાઇ
- ૮૯ આશ્રમશાળાઓ અને ઉત્તર બુનિયાદી શાળાઓમાં ધોરણ ૯ , ૧૦ , ૧૧ અને ૧૨ના વર્ગોના ક્રમિક વિકાસ માટે રૂ.૯ કરોડની જોગવાઈ
- કડાણા, નિઝર, સોનગઢ, બોડેલી, ગરબાડા અને વિજયનગર ખાતે કુમારો માટે તેમજ કડાણા, ભિલાડ, મોડાસા અને માણેકપોર ખાતે કન્યાઓ માટે નવા સરકારી છાત્રાલયો શરૂ કરવા માટે રૂ.૩ કરોડની જોગવાઈ
- ધોરણ ૯માં અભ્યાસ કરતી અંદાજે ૫૦,૦૦૦ વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ આપવા રૂ.૧૯ કરોડની જોગવાઈ
- અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત રૂ.૨૨ કરોડની જોગવાઇ જે થકી અંદાજે ૩૭૫૦ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને લાભ મળશે
- રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ
- ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત અંદાજે ૧૩૦૦ જેટલાં તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવા રૂ.૧૧ કરોડની જોગવાઈ
- ટીબી, કેન્સર, રકતપિત્ત અને સીકલસેલ એનિમિયા જેવા રોગો માટે મફત તબીબી સહાય યોજના હેઠળ રૂ.૧૦ કરોડની જોગવાઈ
- હળપતિઓ અને આદિમજૂથોને છ પાયાની સુવિધા પૂરી પાડવા તથા સી.સી.ડી. પ્રોજેકટ હેઠળ રૂ.૬૩ કરોડની જોગવાઈ
- માનવ ગરિમા યોજના હેઠળ અંદાજે ૧૨,૦૦૦ જેટલા લાભાર્થીઓને સ્વરોજગારીનો લાભ આપવા રૂ.૧૫ કરોડની જોગવાઈ
- રાજયના પૂર્વપટ્ટી વિસ્તારના અન્ય રાજયો સાથે સંકળાયેલ આદિવાસી ગામોના લોકોને પાયાની સુવિધા પૂરી પાડવા માટે રૂ.૬૦ કરોડની જોગવાઇ
- આદિજાતિ ખેડૂતોની આવકમાં વધારો થાય અને જીવન ધોરણ ઊંચું આવે તે માટે દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં વાડી પ્રોજેકટ અંતગર્ત ફળાઉ ઝાડના રોપાઓ અને ખાતર પૂરાં પાડવામાં આવે છે. હવે આદિજાતિના તમામ જિલ્લાઓમાં આ સફળ યોજનાનો વ્યાપ વધારવા કુલ રૂ.૧૧ કરોડની જોગવાઈ
- આદિજાતિ લોકોને બેન્ક મારફતે સ્વરોજગારી યોજના હેઠળ ધંધા રોજગારના હેતુઓ માટે લીધેલ લોન ઉપર છ ટકાના દરે વ્યાજ સહાય આપવા માટે રૂ.૨ કરોડની જોગવાઈ
- આદિજાતિ લાભાર્થીઓને મધમાખી ઉછેર માટે પ્રોત્સાહન આપવા મધ કલેકશન અને પ્રોસેસીંગ સેન્ટરની સ્થાપના માટે સહાય આપવા રૂ.૧ કરોડની જોગવાઈ
16:33 February 26
સમાજ સુરક્ષા
- રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ આઠ લાખ લાભાર્થીઓ માટે કુલ રૂ.૭૫૩ કરોડની જોગવાઇ
- વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.૧૫૦૦થી વધારી રૂ.૨૧૬૦ કરવામાં આવશે
- નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત અત્યારે માસિક રૂ.૭૫૦ની સહાય આપવામાં આવે છે . જેમાં હવે ૭૫ વર્ષ કે તેથી વધુ વયના નિરાધાર વૃદ્ધોને માસિક રૂ.૧૦૦૦ પેન્શન આપવામાં આવશે, જે માટે કુલ રૂ.૧૧૭ કરોડની જોગવાઇ
- હાલમાં ૮૦ ટકા કે તેથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યકિતઓને માસિક રૂ.૬૦૦ સહાય આપવામાં આવે છે. જેમાં વધારો કરી રૂ.૧૦૦૦ની સહાય આપવામાં આવશે
- પાલક માતા - પિતા યોજના અંતર્ગત ૧૮,૨૦૦ લાભાર્થીઓ માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ
- રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત પરિવારના મુખ્ય વ્યકિતનું કુદરતી કે આકપ્રિલ અવસાન થાય તેવા સંજોગોમાં ૨૦,૦૦૦ સહાય આપવામાં આવે છે, જેના માટે રૂ.20 કરોડની જોગવાઇ
- દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને સ્વરોજગારી માટેના સાધનો માટે રૂ.૨૦,૦૦૦ની મર્યાદામાં સહાય આપવા રૂ.૧૪ કરોડની જોગવાઇ
- જૂનાગઢ ખાતે છોકરાઓ માટે અને રાજકોટ ખાતે છોકરાઓ તથા છોકરીઓ માટે ચિલ્ડ્રન હોમ્સના નવા મકાન બાંધકામ માટે રૂ.૬ કરોડની જોગવાઈ
- ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અમલમાં મૂકાયેલા શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓ માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે, આ નિગમ દ્વારા હાલમાં છાત્રાલયમાં રહેતા જે વિધાર્થીઓને ભોજન બિલ પેટે માસિક રૂ.૧૨૦૦ સહાય આપવામાં આવે છે, તે વધારી હવે રૂ.૧પ૦૦ આપવામાં આવશે
16:17 February 26
સામાજિક ન્યાય અને અધિકારિતા
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કુલ ૨૪,૩૨૧ કરોડની જોગવાઇ
- પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિકસતી જાતિના અને અનુસૂચિત જાતિના અંદાજે ૩૮ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તથા ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતા અંદાજે સાત લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂ.૫૭૫ કરોડની જોગવાઇ
- અનુસૂચિત જાતિના ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ ૧ થી ૮ ના કુમારો અને ધોરણ ૧ થી ૫ ની કન્યાઓને રૂ.૫૦૦ તથા ધોરણ ૬ થી ૮ ની કન્યાઓને રૂ.૭૫૦ શિષ્યવૃતિ માટે તેમજ આ તમામ વિદ્યાર્થીઓને રૂ.૬૦૦ ગણવેશ સહાય આપવાની શરૂઆત કરવામાં આવશે, જે માટે રૂ.૧૩ કરોડની જોગવાઇ
- અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના છાત્રાલયમાં રહેતા વિધાર્થીઓને ભોજન બિલ પેટે માસિક રૂ.૧૨૦૦ સહાય આપવામાં આવે છે, તે વધારી હવે રૂ.૧૫૦૦ આપવામાં આવશે, જે માટે રૂ ૨૧ કરોડની જોગવાઇ
- આદર્શ નિવાસી શાળાના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને બુટ મોજા પેટે આપવામાં આવતી સહાય રૂ.૨૦૦માં વધારો કરી હવે રૂ.૪૦૦ આપવામાં આવશે
- ધોરણ ૯માં અભ્યાસ કરતી વિકસતી જાતિની અંદાજે ૧.૬૦ લાખ કન્યાઓ અને અનુસૂચિત જાતિની ૨૨,૫૦૦ કન્યાઓને વિના મૂલ્ય સાયકલ આપવા રૂ.૮૦ કરોડની જોગવાઇ
- સમૂહ લગ્નોને પ્રોત્સાહન મળે તે માટે સાત ફેરા સમૂહ લગ્ન યોજના અમલમાં છે, આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિની સંસ્થાઓને ૨૫ યુગલની મર્યાદામાં યુગલદીઠ રૂ ૨૦૦૦ તથા યુગલોને રૂ.૧૦,૦૦૦ આપવામાં આવે છે. તેના બદલે હવે સંસ્થાઓને યુગલદીઠ રૂ.૩૦૦૦ તથા યુગલોને રૂ.૧૨,૦૦૦ સહાય આપવામાં આવશે, જે માટે કુલ રૂ.૯ કરોડની જોગવાઇ
- ડૉ . સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અંતર્ગત ૧૦૦૦ યુગલોને સહાય આપવા માટે રૂ.૧૦ કરોડની જોગવાઇ
- પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ અંતર્ગત વિકસતી જાતિના ૧૬,૮૩૦ લાભાર્થીઓને તથા આંબેડકર આવાસ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના ૨૯૦૦ લાભાર્થીઓને મકાન બાંધવા પ્રતિ લાભાર્થી રૂ ૧.૨૦ લાખ સુધીની સહાય આપવા રૂ.૧૪૨ કરોડની જોગવાઇ
- અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિકાસ માટે કાર્યરત કુલ ૮ નિગમોને રાજય સરકારના ફંડમાંથી સીધા ધિરાણ માટે લોન આપવા માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ
- બોટાદ ખાતે ડૉ.આંબેડકર ભવન બાંધવા રૂ.૨ કરોડની જોગવાઈ
- લઘુમતી સમુદાયના વિકાસ માટે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વિકાસ માટે લઘુમતી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા રૂ ૫૦ કરોડની જોગવાઇ
16:14 February 26
હર ઘર જલ
- પાણી પુરવઠા પ્રભાગ માટે કુલ રૂ.૪૩૧૭ કરોડની જોગવાઈ
- અમારી સરકારે શુદ્ધ અને પર્યાપ્ત પીવાનું પાણી પૂરું પાડવા રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ દ્વારા ૧૩,૩૦૦ થી વધુ ગામો અને ૨૦૩ શહેરી વિસ્તારો જોડવાની કામગીરી પૂર્ણ કરેલ છે. ગ્રામીણ વિસ્તારોમાં ૭૮ ટકા ઘરોમાં નળ જોડાણની સિદ્ધિ હાંસલ કરેલ છે. જલજીવન મિશન અંતર્ગત હર ઘર જલ ના સૂત્ર સાથે વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજયના બાકી રહેતા ૧૭ લાખ ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન કરેલ છે, જે માટે રૂ.૭૨૪ કરોડની જોગવાઈ
- આગામી ત્રણ વર્ષમાં ભૂગર્ભ જળ આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાના ગામોને પાણીના સરફેસ સોર્સ આધારિત જૂથ પાણી પુરવઠા યોજનાના ભાગ તરીકે આવરી લેવાનું આયોજન કરેલ છે
- સ્વતંત્ર પાણી પુરવઠા યોજનાવાળા ગામોને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવા આગામી ત્રણ વર્ષ માટે રૂ ૯,૩૦૦ કરોડનું આયોજન કરેલ છે, જેના થકી ૪૬૩૫ ગામોની સવા કરોડ વસ્તીને લાભ થશે, જેનો લાભ ૨૨૦૦ ગામોના ૫૦ લાખ આદિવાસી નાગરિકોને પણ મળશે
- નલ સે જલ અભિયાન અંતર્ગત ઘરેઘરે પાણી પહોચાડવા ફળિયાઓને મુખ્ય ગામના સમ્પથી જોડવાનું, ફળિયા તેમજ ગામ ખાતે જરૂરિયાત મુજબની સંગ્રહ ક્ષમતા ઊભી કરવા આગામી બે વર્ષમાં રૂ ૧૦૦૦ કરોડના કામો હાથ ધરવામાં આવશે. જેના થકી આશરે ૮૦૦૦ ફળિયાઓ મુખ્ય ગામોથી જોડાશે
- સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પાણીની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી નાવડા - બોટાદ - ગઢડા - ચાવંડ , બુઘેલ - બોરડા , ચાવંડ - ધરાઈ - ભે અને ચાવંડ - લાઠી બલ્ક પાઇપલાઇનના કુલ રૂ.૧૪૦૦ કરોડના કામો શરૂ કરવામાં આવશે, જે માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઇ
- આદિજાતિ વિસ્તારના મહીસાગર, અરવલ્લી, તાપી, પંચમહાલ, દાહોદ તથા નર્મદા જિલ્લાની કુલ ૨૨ લાખ વસ્તીને સમાવેશ કરતી રૂ.૧૭૦૦ કરોડની, ૮ જૂથ પાણી પુરવઠા યોજનાઓ પૂર્ણતાના આરે છે. આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ પાણી પુરવઠાના કામો માટે રૂ.૮૫૦ કરોડની જોગવાઇ
- સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના છેવાડાના ગામોમાં જળસલામતી પ્રદાન કરવા માટે કચ્છના માંડવી, દ્વારકા, ગીર સોમનાથ, ઘોઘા અને તેની આજુબાજુના વિસ્તારમાં ૨૭ કરોડ લીટર ક્ષમતાના ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાથ ધરાયેલ છે, આગામી બે વર્ષ દરમિયાન આ પ્લાન્ટના કેપિટલ ફાળા તરીકે રૂ.૧૦૮૦ કરોડની ફાળવણી કરવામાં આવશે
- રિયૂઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ અંતર્ગત વડોદરા, જામનગર, ગાંધીનગર અને ભાવનગર ખાતે ગંદા પાણીને ટ્રીટ કરી તેના પુન : ઉપયોગના પ્રોજેકટ પ્રગતિમાં છે, રાજ્યના અન્ય શહેરોમાં આ યોજનાનો વ્યાપ વધારવા રૂ.૧૦૦ કરોડની જોગવાઈ
- ગાંધીનગર શહેરમાં ૨૪ કલાક પાણી વિતરણ કરવા રૂ.240 કરોડની યોજનાનું આયોજન
15:49 February 26
મહિલા અને બાળ વિકાસ
- મહિલા અને બાળ વિભાગ માટે કુલ ૨૩૧૫૦ કરોડની જોગવાઈ
- પોષણ અભિયાન અંતર્ગત રૂ.૫૫ કરોડના ખર્ચે પ૩,૦૨૯ આંગણવાડીમાં સ્માર્ટ ફોન અને ગ્રોથ મોનિટરીંગ ડિવાઇસ આપવામાં આવ્યા છે, જેના કારણે ૧૧ જેટલાં રજિસ્ટરોના સ્થાને સમગ્ર કામગીરી સ્માર્ટ ફોન વડે ડિજિટલી કરવામાં આવે છે. આ કામગીરીના મોનિટરીંગ અને માર્ગદર્શન માટે અંદાજે રૂ. ૨ કરોડના ખર્ચે સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેને વધુ સુદઢ કરવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના કરવામાં આવશે
- પોષણ અભિયાન અંતર્ગત ૧૦૦ % સુપોષિત આંગણવાડીની સિદ્ધિ હાંસલ કરનાર પાયાના કર્મચારીઓને પોષણ ત્રિવેણી પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે. આ અંતર્ગત આંગણવાડી વર્કર અને તેડાગરને અનુક્રમે રૂ. ૧૨,૦૦૦ અને રૂ.૬,૦૦૦ તેમજ પોતાના કાર્યક્ષેત્રની તમામ આંગણવાડી સુપોષિત ફરનાર પ્રત્યેક આશા વર્કર એ એએનએમને રૂ ૧૨,૦૦૦નો પુરસ્કાર આપવામાં આવશે, જે માટે રૂ.૮ કરોડ જોગવાઈ
- શહેરી વિસ્તારોમાં પ્રતિ આંગણવાડી ૨૭ લાખ મુજબ પ૦૦ આંગણવાડી કે બાંધકામ માટે રૂ.૩૫ કરોડ
- સુરેન્દ્રનગર જિલ્લાના ૧૫૦૦ જેટલા અગરિયા કુટુંબો માટે રણ આંગણવાડી કરવામાં આવશે
- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લાઓની મધ્યસ્થ જેલોમાં મીની આંગણવાડીઓ શરૂ કરવામાં આવશે
- ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજના હેઠળ અંદાજિત ૫ લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઈ
- બેટી બચાવો બેટી ભણાવોને પ્રોત્સાહન આપતી લોકપ્રિય વ્હાલી દીકરી યોજના માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ
- ૧૮૧ - અભયમ મહિલા હેલ્પ લાઈન અંતર્ગત મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ બહેનોને મદદ કરવા અને જરૂરિયાતમંદ બહેનો અને દીકરીઓનું કાઉન્સેલીંગ કરવા રૂ ૧૨ કરોડની જોગવાઇ
- દૂધ સંજીવની યોજના આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકો, ધાત્રી માતાઓ સહિત અંદાજિત ૩૦ લાખ લાભાર્થીઓને દૂધ સંજીવની યોજના મારફત ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા માટે કુલા રૂ.૩૪૨ કરોડની જોગવાઈ
15:43 February 26
આરોગ્ય
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ.૧૧,૨૪૩ કરોડની કુલ જોગવાઈ
- અમારી સરકાર દ્વારા સશક્ત મહિલા સુપોષિત ગુજરાત માટે ખાસ રણનીતિ ઘડવામાં આવી છે. માતા ગર્ભ ધારણ કરે ત્યારથી લઇને બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીનો સમયગાળો નવજાત શિશુ માટે ખૂબ જ મહત્વનો હોય છે. શિશુના જીવનના પ્રારંભિક નસ દરમિયાનના વૃદ્ધિ અને વિકાસની અસર તેના સમગ્ર જીવનકાળ પર અસરકારક બની રહે છે. આથી સગર્ભા માતા અને બાળકને પૂરતો જરૂરી પોષક આહાર આપવા પૂરક પોષણ યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, બાળસખા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, પુર્ણા યોજના જેવી યોજનાઓ અમલમાં મૂકી છે, જે માટે રૂ.૨૦૦૦ કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે.
- રાજયમાં લોકપ્રિય થયેલ મુખ્યમંત્રી અમૃતમ મા અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત અંદાજે ૭૭ લાખ કુટુંબની નોંધણી થયેલ છે અને અત્યાર સુધી રૂ.૩૭૧૦ કરોડના ખર્ચે અંદાજે ૨૫ લાખથી વધુ કલેઈમનો લાભાર્થીઓને લાભ આપેલ છે, જે માટે રૂ. ૧૧૦૫ કરોડની જોગવાઇ
- આયુષ્માને ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે રૂ.૪૫૦ કરોડની જોગવાઇ
- શહેરી વિસ્તારના નાગરિકોને ઝડપી સારવાર મળી રહે, સગર્ભા મહિલાઓની નિયમિત આરોગ્ય તપાસ થાય, જરૂરી માર્ગદર્શન અપાય, સમયસર જરૂરી પોષક આહાર અપાય, બાળકોનું સંપૂર્ણ રસીકરણ થાય અને ઇન્દ્રધનુષ કાર્યક્રમનો ૧૦૦ ટકા અમલ થાય તે માટે શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરો ચલાવવામાં આવી રહ્યા છે. જેનો વ્યાપ વધારવા ૧૦,૦૦૦ ની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરવાની હું જાહેરાત કરું છું. આ અર્બન હેલ્થ સેન્ટરમાં એમ.બી.બી.એસ.કે આયુષ ડોકટર દ્વારા વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે, આવા અર્બન હેલ્થ સેન્ટરની રચના માટે રૂ.૮૦ કરોડની જોગવાઇ
- કેન્દ્ર સરકારે આરોગ્ય સેવાઓને વધુ સઘન બનાવવા તેમજ એમબીબીએસની હયાત સીટમાં વધારો કરવા ગુજરાતમાં આ વર્ષે ત્રણ નવી મેડિકલ કોલેજો નવસારી, રાજપીપળા અને પોરબંદર ખાતે શરૂ કરવાની મંજૂરી આપી છે. જેથી હવે રાજયમાં કુલ ૩૨ મેડિકલ કોલેજો થશે. આ ત્રણેય શહેરોની હયાત સરકારી હોસ્પીટલોને મેડિકલ કોલેજ સમકક્ષ બનાવવા અને નવી કોલેજ, હોસ્ટેલ વગેરેના નિર્માણ માટે જોગવાઈ રૂ.૧૨૫ કરોડ
- પી.ડી.ય. કોલેજ, રાજકોટ તથા મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે એમબીબીએસની ૧૦૦ અને અનુસ્નાતકની ૬૪ સીટનો વધારો કરવાના આનુષંગિક કામો માટે રૂ.૭૩ કરોડની જોગવાઇ
- એસએસજી હોસ્પિટલ, વડોદરા ખાતે રૂ.૧૮૦ કરોડના ખર્ચે ૬૦૦ પથારીની નવી મેટરનિટી ચાઈલ્ડ હોસ્પિટલ બનાવવાની હું જાહેરાત કરુ છું, જેના માટે આ વર્ષે રૂ.૫૦ કરોડની જોગવાઇ
- મુખ્યમંત્રી નિદાન યોજના હેઠળ પી.એચ.સી ખાતે લોહીના નમૂનાની નિ : શુલ્ક તપાસ માટે આધુનિક ઉપકરણો ઉપલબ્ધ કરાવવા માટે રૂ. ૭ કરોડની જોગવાઇ
- રાજયની લોકપ્રિય ૧૦૮ એબ્યુલન્સ સેવાને સુદઢ કરવી નવી ૧૫૦ એ ખરીદવા રૂ.૨૭ કરોડની જોગવાઈ
- જસદણ, ધ્રોળ, દહેગામ, માણાવદર, હાલોલ, સોનગઢ અને ચીખલી સીએચ જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવા રૂ.૨૧ કરોડની જોગવાઈ
- જનરલ હોસ્પિટલ સિદ્ધપુર ખાતે કેન્સર કેરના સાધનો અને નડીયાદ ખાતે એમઆરઆઇ મશીન વસાવવા રૂ.૧૬ કરોડની જોગવાઇ
- કોટેજ હોસ્પિટલ ઉપલેટા અને જનરલ હોસ્પિટલ બીલીમોરા ખાતે આધુનિક હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવા રૂ.૧૦ કરોડની જોગવાઇ
- જિલ્લા અને પેટા જિલ્લા હોસ્પિટલમાં તબીબી ઉપકરણો અને ૧૦ એબ્યુલન્સ વસાવવા રૂ.૮ કરોડની જોગવાઇ
- આરોગ્યની સેવાઓ માટે પાયાની અને અગત્યની કામગીરી કરતી આશા બહેનોને આગવી ઓળખ માટે યુનિફોર્મ સ્વરૂપે બે સાડી પૂરી પાડવા માટે રૂ.૪ કરોડની જોગવાઇ
- નવજાત શિશુની સઘન સારવાર માટે જ સરકારી હોસ્પિટલ ખાતે સીક નીઓનેટલ કેર યુનિટની ક્ષમતા વધારવા માટે રૂ.૨૨ કરોડની જોગવાઈ
- મેડિકલ કોલેજ, સોલા અમદાવાદ ખાતે બેચલર ઇન ઓડીયોલોજી સ્પીચ એન્ડ લેગ્વજ પેથોલોજી કોર્સ શરૂ કરવા અને કોકલીયર ઈમ્પ્લાન્ટ સેન્ટરો કાર્યાન્વિત કરવા રૂ.૨ કરોડની જોગવાઈ
15:29 February 26
શિક્ષણ
- શિક્ષણ વિભાગ માટે કુલ રૂ.૩૧,૯પપ કરોડની જોગવાઇ
- પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે કેળવણી એટલે બાળકના શરીર, મન અને આત્માના ઉત્તમાંશોનું આવિષ્કરણ, વર્ગખંડોમાં ઘડાઇ રહેલ ભારતના ભાવિને ઉજ્જવળ બનાવવા અમારી સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા સ્કૂલ ઑફ એકસલન્સ યોજનાની જાહેરાત કરૂ છું, જે અંતર્ગત ઉત્કૃષ્ટ શાળાઓ બનાવી શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરાશે.
- રાજયની શાળાઓ પૈકી પ૦૦ શાળાઓને સ્કુલ ઑફ એકસલન્સ તરીકે વિકસાવવામાં આવશે. તાલુકાના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને આ સ્કૂલમાં વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ આપવામાં આવશે. આવી શાળાઓમાં તમામ અદ્યતન માળાખાકીય સુવિધાઓ, સ્માર્ટ કલાસરૂમ, કોમ્યુટર લેબ, એમ તે અને રમતગમતની સુવિધાઓ પૂરી પાડવા માટે રૂ.૨૫૦ કરોડની જોગવાઇ
- મને જણાવતા આનંદ થાય છે કે, આ વર્ષે પ્રાથમિક શાળાઓના નવા ૭,૦૦૦ વર્ગખંડોનું બાંધકામ હાથ ધરવામાં આવશે, જે માટે રૂ.૬પ૦ કરોડની જોગવાઈ
- શાળાકીય શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અને યોજનાઓના ઑનલાઇન રિયલ ટાઇમ મોનિટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વધુ સુદઢ બનાવવામાં આવશે, જે માટે રૂ.૧૮૮ કરોડની જોગવાઈ
- શાળાની શૈક્ષણિક કામગીરી અને માળખાકીય સુવિધાઓના મૂલ્યાંકન માટે ગુજરાત સ્કૂલ કવોલિટિ એક્રેડીટશન કાઉન્સીલ માટે રૂ.૫ કરોડની જોગવાઇ
- ધોરણ ૧ થી ૮ના આશરે ૪૩ લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના માટે રૂ.૯૮૦ કરોડની જોગવાઈ
- સાત જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળાઓના ૪૦૪ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કિચનશેડ બનાવવા રૂ.૧૦ કરોડની જોગવાઈ, જેનાથી અંદાજે ૫૫ હજાર બાળકોને લાભ થશે
- રાઈટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતા અંદાજે ૪ લાખ ૨૨ હજાર વિદ્યાર્થીઓની ફી , યુનિફોર્મ, સ્કૂલ બેગ વગેરે માટે સહાય આપવા કુલ રૂ.૫૫૦ કરોડની જોગવાઇ
- પ્રાથમિક શાળાના ૧૫,ooo વર્ગખંડોમાં અંદાજિત ૬ લાખ બાળકોને ઉપયોગી થાય તેવા વર્ચ્યુઅલ કલાસરૂમ અને જ્ઞાનકુંજ સવલત ઊભી કરવારૂ.૧૨૫ કરોડની જોગવાઇ
- રાજયના અંતરિયાળ વિસ્તારોમાં ૨૪૦ કસ્તુરબા ગાંધી વિદ્યાલય રેસીડેન્સીયલ હોસ્ટેલ કમ સ્કૂલોમાં અભ્યાસ કરતી ૨૨,૦૦૦ કન્યાઓ માટે વિના મૂલ્ય રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે રૂ.૮૫ કરોડની જોગવાઈ
- ઘરથી સ્કૂલનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં ૧,૫૦,૦૦૦ કરતા વધુ બાળકોના પરિવહન માટે રૂ. ૬૬ કરોડની જોગવાઈ
- સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા આરે ૧,૨૨,૪૫o દિવ્યાંગ બાળકો માટે દશ્ય શ્રાવ્ય સાધનો પૂરાં પાડવા રૂ.૫૦ કરોડની જોગવાઈ
- વ્યારા ખાતે રૂ ૧૪ કરોડના ખર્ચે નવું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બાંધવામાં આવશે, જેનાથી આદિજાતિ વિસ્તારના શિક્ષકો અને વિદ્યાર્થીઓને લાભ થશે, તેમજ તાલીમ તથા શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે, જે માટે રૂ 4 કરોડની જોગવાઈ
- ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ કોલેજમાં પ્રવેશ મેળવતા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના અંતર્ગત ટેબલેટ આપવા રૂ.૨૦૦ કરોડની જોગવાઇ
- ટેકનિકલ શિક્ષણ હસ્તકની સંસ્થાઓમાં બાંધકામ તેમજ મરામત માટે રૂ.૧પપ કરોડની જોગવાઇ
- સરકારી યુનિવર્સિટીઓના નવા બાંધકામ તથા સરકારી કોલેજોના ભવનોના બાંધકામ માટે રૂ.૨૪૬ કરોડની જોગવાઈ
- યુનિવર્સિટી ખાતે સંશોધન કરતાં વિદ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત જોગવાઈ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, લેકાવાડા, ગાંધીનગર ખાતે વિવિધ બાંધકામ માટે રૂ.૭૫ કરોડની જોગવાઇ
- ટેકનિકલ શિક્ષણ હેઠળની સરકારી ઇજનેરી કોલેજો અને પોલિટેકનિકોમાં લેબોરેટરી સાધનો, પુસ્તકો, જરૂરી ભૌતિક સંશાધનો વસાવવા તેમજ બાંધકામ અને મરામત રૂ.૫૯ કરોડની જોગવાઇ
- સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ અંતર્ગત, રાજયની શૈક્ષણિક સંસ્થાઓનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વ્યાપ વધારવા રૂ.૧૦ કરોડની જોગવાઈ
- કાછલ - મહુવા , ડેડીયાપાડા અને ખેરગામ ખાતે હયાત સરકારી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા તેમજ નવી સાત ગ્રાન્ટ - ઇન - એઇડ વિજ્ઞાન પ્રવાહ કોલેજ શરુ કરવા માટે રૂ ૨ કરોડની જોગવાઇ
- અમારી સરકાર વિદ્યાર્થીઓને અત્યાધુનિક શિક્ષણ આપવા માટે સદા અગ્રેસર રહી છે, એ દિશામાં આગળ વધતા ગુજરાત યુનિવર્સિટી ખાતે D . R . D . 0 સાથે MoU કરી સ્કૂલ ઓફ ડિફેન્સ સ્ટડીઝ શરૂ કરવા માટે રૂ.૭ કરોડની જોગવાઈ
- આઇ.આઇ.ટી. રામ ખાતે D . R . D . Oના સહયોગથી ડિપાર્ટમેન્ટ ઑફ એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજીનો અભ્યાસક્રમ શરૂ કરવા માટે રૂ.૧૨ કરોડની જોગવાઈ
- ડિજિટલ એજયુકેશન ડેવલપમેન્ટ ફંડ અંતર્ગત કુલ ૨૨૧ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં ડિજિટલ ટેકનોલોજિ અંગેની પ્રવૃત્તિઓ હાથ ધરવા રૂ.૩૦ કરોડની જોગવાઇ
- સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પૉલિસી અંતર્ગત અંદાજે ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે રૂ.૨૦ કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી યુવા - સ્વાવલંબન યોજના અમે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવતા લાખો વિદ્યાર્થીઓ માટે સર્વગ્રાહી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ જ્ઞાતિના ભેદભાવ વિના, વાલીની આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય પ્રાથમિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પુસ્તકો તથા ગણવેશ વિનામૂલ્ય પૂરા પાડવામાં છે. ઉપરાંત, ટ્યુશન ફી, ભોજનાલય અને છાત્રાલય જેવી સુવિધાઓ માટે સહાય આપ આવે છે, જે માટે કુલ રૂ ૯૩૫ કરોડની જોગવાઈ
15:18 February 26
નર્મદા યોજના
- ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનાર નર્મદા યોજનાથી થયેલ વિવિધ લાભો અંગે આપણે સૌ માહિતગાર છીએ જ. આ યોજનાનો પૂર્ણ લાભ લેવા અને જરૂરી કામોને પૂર્ણ કરવા રૂ.૮,૭૫૫ કરોડનું આયોજન છે, જેના અંતર્ગત મુખ્ય બંધના આનુષંગિક કામો, પુન:વસન તથા પર્યાવરણીય કામગીરી, ગરુડેશ્વર વિયર, ગોરા બ્રિજના બાંધકામ, પાવર હાઉસોની જાળવણી, કેનાલ ઓટોમેશનની કામગીરી, પ્રપ્રશાખા નહેરો સુધીના કામો તેમજ જમીન સંપાદન જેવા કામો કરવામાં આવશે.
- નર્મદા બંધ પરથી ચોમાસા દરમિયાન ઉપલબ્ધ થનાર વધારાના પાણી પૈકી, કચ્છને ૧ મિલીયન એકર ફીટ પાણી પહોંચાડવાનું આયોજન છે, જે માટે કચ્છ શાખા નહેરની બાકીના કામો પૂર્ણ કરવા, દુધઇ પેટા શાખાના કામો અને તેની વિતરણ નહેરોના કામો હાથ ધરવા રૂ.૧૦૮૪ કરોડની જોગવાઇ
- નર્મદા યોજનાના નહેર માળખાની મિયાગામ , વડોદરા , સૌરાષ્ટ્ર અને કચ્છ શાખાની ઉપર કુલ ૧૮ સ્થળોએ નાના વીજ મથકો બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ પૈકી ૮ વીજ મથક કાર્યરત થયેલ છે. બધા જ વીજ મથકો કાર્યરત થતાં કુલ ઉત્પાદન આશરે ૮૬ મેગાવોટ થશે, જે માટે રૂ.૯૦ કરોડની જોગવાઇ
15:15 February 26
ભાડભૂત બેરેજ
- જમીનની ખારાશ અટકાવવા તથા ભૂગર્ભજળની ગુણવત્તા સુધારવા માટે ભાડભુત રજની કામગીરી શરૂ કરવા તથા કલ્પસર યોજનો અંતર્ગત અભ્યાસ પૂર્ણ કરવા માટે કુલ રૂ.૪૦૦ કરોડની જોગવાઈ
- સૂક્ષ્મ સિંચાઈ
- ખેડૂતોની પ્રગતિશીલ વિચારસરણી અને સરકારના પ્રયત્નોથી અત્યાર સુધીમાં કુલ ૧૮.૭૪ લાખ હેકટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ યોજના અમલી કરી શકાઇ છે. રાજયના અંદાજિત ૧૧.૫૧ લાખ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવીને પાણીના કરકસરયુકત ઉપયોગ દ્વારા ગુણવત્તાયુકત વધુ ઉત્પાદન મેળવેલ છે, આ યોજના માટે રૂ.૭૫૦ કરોડની જોગવાઈ
- રાજયમાં માઇક્રો ઇરીગેશન સિસ્ટમનો વ્યાપ વધારવા માટે અને સિંચાઇનાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે જે ખેડૂતજૂથો હયાત કેનાલનાં માળખામાંથી પાણી મેળવી, માઇક્રો ઇરીગેશન સિસ્ટમ મારફતે સિંચાઇ કરશે તે ખેડૂત જૂથોને પ્રવર્તમાન પીયાવાના દરમાં ૫૦ ટકા રાહત આપવામાં આવશે
15:12 February 26
આદિજાતિ વિસ્તાર માટે કુલ રૂ.૧૧૪૨ કરોડની જોગવાઈ
- ઉકાઈ જળાશય આધારિત રૂ.૯૬૨ કરોડની સોનગઢ - ઉચ્છલ - નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના માટે રૂ.૨૫૦ કરોડની જોગવાઇ
- કડાણા જળાશય આધારિત કડાણા - દાહોદ પાઇપ લાઇનનું કામ મહદ્અંશે પૂર્ણ થયેલા છે. આ પાઇપલાઇન આધારિત વધારાન ૭૪ તળાવો અને ૧૨ નદી - કાંસમાં પાણી આપવા માટે રૂ.૨૨૩ કરોડના ખર્ચનું આયોજન છે, જે માટે રૂ.૧૦૩ કરોડની જોગવાઇ
- સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં, તાપી - કરજણ લીંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજના માટે રૂ.૯૨ કરોડની જોગવાઇ
- પાનમ જળાશય આધારિત યોજનાઓ રૂ.૨૪૯ કરોડના ખર્ચે ફરવાનું આયોજન છે, જે માટે રૂ.૭૩ કરોડની જોગવાઈ
- દક્ષિણ ગુજરાતમાં રૂ.૫૧૧ કરોડની સુરત જિલ્લાની કાકરાપાર - ગોરધા - વડ ઉદ્વહન સિંચાઈ યોજના માટે ૭૦ કરોડની જોગવાઈ
- રૂ.૨૧૫ કરોડની પાનમ ઉચ્ચ સ્તરીય કેનાલ આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના માટે રૂ.૫૭ કરોડની જોગવાઈ
- કરજણ જળાશય આધારિત રૂ.૪૧૮ કરોડ ખર્ચે પાઇપ લાઈન નાખવાની કામગીરી માટે ૨૮ કરોડની જોગવાઇ
- નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની વાઘરેજ રીચાર્જ યોજના માટે રૂ.૨૫ કરોડની જોગવાઈ
15:08 February 26
જળસંપત્તિ
- સૌરાષ્ટ્ર વિસ્તાર માટે આશીર્વાદ સાબિત થયેલ સૌની યોજનાના પ્રથમ અને બીજા તબક્કાની અત્યાર સુધી પૂર્ણ થયેલ કામગીરીથી ૩૨ જળાશયો , ૪૮ તળાવો અને ૧૮૧ કરતાં વધુ ચેકડેમોમાં નર્મદાના પાણી ભરવામાં આવ્યું છે
- સૌની યોજનાનાં ત્રીજા તબક્કાના ૨૪૦૩ કરોડનાં પાંચ પેકેજના કામો પ્રગતિ હેઠળ છે.
- સૌની યોજના માટે રૂ ૧૭૧૦ કરોડની જોગવાઇ
- ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા તેમજ ભૂગર્ભ જળ વ્યવસ્થાપનને ઉત્તેજન આપવા ભારત સરકારના સહયોગથી અટલ ભુજલ યોજના અમલમાં આવેલ છે . આ યોજના હેઠળ ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાના ૨૪ તાલુકાઓને પાંચ વર્ષના સમયગાળા માટે રૂ.૭૫૭ કરોડ ફાળવવાનું આયોજન કરેલ છે
- ચેકડેમ , મતળાવો નવા બનાવવા અને ઊંડા કરવા જેવા જળસંચય યોજનાઓના કામો માટે રૂ.૩૬૬ કરોડની જોગવાઇ
- બનાસકાંઠા જિલ્લામાં થરાદથી સીપ ડેમ સધી પાઈપલાઈન નાખવાથી થરાદ , લાખણી , ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે ૬૦૦૦ હેક્ટર વિસ્તારને લાભ થશે . જેના માટે રૂ.૨૨૫ કરોડની જોગવાઈ
- કચ્છમાં નર્મદાના પૂરના વધારાના પાણી દ્વારા સિંચાઈ સુવિધાઓ વધારવાનું આયોજન છે, આ યોજનાથી પ૭ , ૮૫૦ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ થશે . જેના માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ સાબરમતી નદી પર ૨૨૦૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ હિરપુરા અને વિલાસણા બેરેજ માટે રૂ.૬૦ કરોડની જોગવાઇ
- પીયજથી ધરોઇ , ધાધૂંસણથી રેડGIક્ષ્મીપુરા અને ખેરવા - વિસનગર યોજનાના કામો પૂર્ણતાના આરે છે . જેના માટે રૂ.૫૫ કરોડની જોગવાઇ
15:04 February 26
સહકાર
- ખેતપેદાશોના રક્ષણ માટે બજાર સમિતિઓને ૫૦૦૦ મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવશે, જે માટે જોગવાઇ રૂ. ૫૦ કરોડ
- નબળી કે બંધ ખાંડ સહકારી મિલોના ખેડૂતોને રક્ષણ આપવા માટે આવી મિલો ફરી શરૂ કરવી જરૂરી છે. આથી આવી મિલો સાથે જોડાણ ફરતી સદ્ધર સુગર મિલને સહાય આપવા માટે રૂ.૨૫ કરોડની જોગવાઈ
- ભારત સરકારની યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૮- ૧૯ના શેરડી પેમેન્ટ માટે ખાંડ સહકારી મંડળીઓએ પાંચ વર્ષની અવધિ માટે મેળવેલ સોફટ લોનનું વ્યાજ ભારત સરક દ્વારા એક વર્ષ માટે ચુક્વવામાં આવનાર છે, રાજય સરકાર આ સોફટ લોન ભરવાપાત્ર થતા વ્યાજના ૭ % અથવા ખરેખર ચુકવવામાં આવનાર વ્યાજ આ બે જે ઓછું હોય તેટલી વ્યાજ સહાય વધુમાં વધુ ચાર વર્ષ સુધી આપશે. જે માટે રૂ.૨૩ કરોડની જોગવાઇ
15:01 February 26
મત્સ્યોદ્યોગ
- દરિયાઈ ફીશીંગ બોટ, ૨ સ્ટ્રોક, ૪ સ્ટ્રોક આઇબીએમ અને ઓબીએમ એજીન ખરીદવા માટે યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખ વીસ હજારના પ૦ ટકા સહાય આપવામાં આવશે, જે માટે રૂ. ૨૯ કરોડની જોગવાઇ
- માછીમારોની બોટના એન્જિનમાં વપરાતાં ડીઝલ પર વેટ વેચાણવેરા માફી યોજના અંતર્ગત રૂ.૨૦૦ કરોડની જોગવાઈ
- માંગરોળ , નવાબંદર , વેરાવળ , માઢવાડ , પોરબંદર અને સુત્રાપાડા મત્સ્યબંદરોના વિકાસ અને હયાત મત્સ્યબંદરોના નિભાવ તેમજ સુવિધાઓ વિકસાવવા રૂ.૧૫૦ કરોડની જોગવાઇ
- આંતરદેશીય અને દરિયાઇ મત્સ્યોદ્યોગને નફાકારક તેમજ સલામત બનાવવા માટે માછીમારોને આધુનિક સાધનો પૂરા પાડવા રૂ. ૨૮૭ કરોડની જોગવાઇ
- માછીમારી વખતે આપત્તિના સમયમાં બચાવ થઇ શકે તે માટે બોટ પર સેફ્ટી સાધનો વસાવવા માટે સાધન સહાય આપવા રૂ. ૨ કરોડની જોગવાઈ
14:59 February 26
બાગાયત
- ફળફળાદી , શાકભાજી બગડી ન જાચ તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે, આવા અંદાજે ૬૫ હજાર છૂટક વેચાણકારો માટે ૨૮ કરોડની જોગવાઇ
- ઇ - નામાં સાથે સાંકળી બાગાયતી ઉત્પાદનોને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બજારો સુધી વિકસિત કરવા રૂ ૨૫ કરોડની જોગવાઈ
- બાગાયતી પાકના મૂલ્ય વર્ધન માટે કૌશલ્ય વર્ધન અંગેની તાલીમ આપવા ૬ કરોડની જોગવાઈ
- જામનગર જિલ્લામાં નવું સેન્ટર ઓફ એકસલેન્સ ઊભું કરવા રૂ ૨ કરોડની જોગવાઇ
- કૃષિ યુનિવર્સીિટીઓ માટે કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા કુલ ૭૫૦ કરોડની જોગવાઈ
14:54 February 26
પશુપાલન
- એક પશુના વિયાણ દરમિયાન એક માસ માટે કુલ ૧૫૦ કિલોગ્રામ પશુદાણની ખરીદી પર પ૦ ટકા રકમની સહાય આપવામાં આવશે
- રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરવા એક વખતની સહાયરૂપે ગાયો માટે શેડ, ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન, પાણી માટે ટ્યુબવેલની સુવિધા, સોલાર રૂફ ટોપની સ્થાપના, ઘાસચારાના પ્લોટમાં માઈક્રો ઈરીગેશન, સ્ત્રીંકલર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ આપવામાં આવશે. જે માટે કુલ ૨૧૦૦ કરોડની જોગવાઇ
- પશુપાલકોને ડેરી ફાર્મ, પશુ એકમ અને બકરા એકમ સ્થાપવાની યોજનાઓ અંતર્ગત સહાય આપવા ૨૮૧ કરોડની જોગવાઇ
- રાજ્યભરમાં ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાનાની સેવાઓ માટે ૨૩૫ કરોડની જોગવાઈ
- હિંમતનગર નજીક રાજપુર નવા ખાતે નવીન વેટરનરી કોલેજ . મત્સ્યોદ્યોગ અનુસ્નાતક અભ્યાસ કેન્દ્ર , પશુ સારવાર સંસ્થાઓ અને ઘનિષ્ઠ પશુ સુધારણાની કચેરીઓના બાંધકામ તેમજ મરામત માટે ૪૩ કરોડની જોગવાઇ
- ગુજરાતની પ્રખ્યાત દેશી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધનની વિવિધ પ્રવૃતિઓ માટે ૨૩૨ કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે ૨૭ કરોડની જોગવાઈ
- મુંગા પશુપક્ષીઓની સારવાર માટે કરુણા એબ્યુલન્સ ૧૯૬૨ની સેવા ૩૧ શહેરોમાં શરૂ કરવામાં આવી છે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને મહેસાણા શહેરમાં આ સેવા સુદઢ કરવા કુલ ૧૩ કરોડની જોગવાઈ
14:50 February 26
કૃષિલક્ષી જાહેરાત
- કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૨૭,૪૨૩ કરોડની જોગવાઈ
- વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે
- રાજ્યના ખેડૂતો સહકારી તેમજ રાષ્ટ્રીયકૃત બેન્ક મારફત દર વર્ષે આશરે ૨,૩૯,૦૦૦ કરોડનું ટુંકી મુદતનું પાક ધિરાણ મેળવે છે
- રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેકટ માટે ૩૦૦ કરોડની જોગવાઇ
- ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન - ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ ૩૦,૦૦૦ સહાય આપવામાં આવશે
- કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ૨૯,૦૦૦ ખેડૂતોને ટ્રેક્ટર દીઠ ૨૪૫ ,૦૦૦ થી ૨૬૦,૦૦૦ની સહાય તેમજં આશરે ૩૨,૦૦૦ ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ૨૨૩૫ કરોડની જોગવાઈ
- ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક ૨૯૦૦ એટલે કે વાર્ષિક ૧૦,૮૦૦ સહાય આપવામાં આવશે
- લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે. આ યોજના અંતર્ગત અંદાજે ૫૦ હજાર ખેડૂતોને આવરી લેવા માટે ૪૫૦ કરોડની જોગવાઇ
- ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે પ્રથમ તબકકે અંદાજિત પાંચ હજાર ખેડૂતોને લાભ આપવા ૨૩૦ કરોડની જોગવાઈ
- એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા ૨૩૪ કરોડની જોગવાઈ
- દેશની પ્રથમ એવી ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવા માટે ૧૨ કરોડની જોગવાઈ
- ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે સહાય આપવામાં આવશે, જે માટે ૧૦ કરોડની જોગવાઇ
14:47 February 26
રાજ્યભરમાં 10 ગામ દીઠ એક પશુ દવાખાના સેવા માટે ૩૫ કરોડની જોગવાઈ
- ગાય રાખીને તેનો ઉપયોગ કરીને ખેતી કરશે તેવા ખેડૂતોને 50 કરોડની સહાય, જરૂર પડે તો તેમાં વધારો કરશે. કુદરતી ખોરાક મળે, અને ગાય માતાનું રક્ષણ થાય.
- ખેડૂતોનો માલ ઝડપથી વેચાય તે માટે કિસાન પરિવહન યોજનાની જાહેરાત, જેમાં હળવા વાહન ખેડૂતો પોતે ખરીદી શકશે. 50થી 75 હજાર રૂપિયાની સહાય આપવાની નવી યોજના દાખલ કરાઈ.
- ખેડૂતોને રેલવે સ્ટેશન કે એરપોર્ટ પર માલ પહોંચાડવા સહાય કરાશે.
- ખાતેદાર ખેડુત અકસ્માત વીમા યોજના હેઠળ 72 કરોડની જોગવાઈ
- રાજ્યભરમાં 10 ગામ દીઠ એક પશુ દવાખાના સેવા માટે ૩૫ કરોડની જોગવાઈ
14:41 February 26
ગુજરાતના બજેટનું કદ 2.17,287 કરોડ
- ખેડૂતોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાજયના 48 લાખ ખેડૂતોને રૂ.3186 કરોડ સહાય ખેડૂતના ખાતામાં સીધી જમા થઈ છે
- ઈઝ ઓફ ડુઈગ બિઝનેસમાં 43 ટકા સ્ટાર્ટ અપ ગુજરાતમાં
- સ્ટેચ્યુ ઓફ યુનિટી નો 40 લાખ પ્રવાસીઓએ મુલાકાત કરી
- પાંચ ટ્રીલીયન ડોલર ઈકોનોમી મા ગૌજરાત મોટુ યોગદાન આપશે
- સૌનો સાથ સૌનો વિકાસ સૌના વિશ્વાસને કેન્દ્ર સ્થાને રાખી અંદાજ પત્ર તૈયાર કરાયું
14:37 February 26
પાક વીમા યોજના કેન્દ્ર સરકારે ફરજિયાતમાંથી મરજિયાત કરી છે
- પાક વીમા યોજના કેન્દ્ર સરકારે ફરજિયાતમાંથી મરજિયાત કરી છે
- જે વીમા પ્રિમિયમ ભરવા માટે ગુજરાત સરકારે રૂપિયા 1190 કરોડની જોગવાઈ કરી છે
14:35 February 26
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૩૦૦ કરોડની જોગવાઈ
- કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 7430 કરોડની જોગવાઈ
- રાજ્યના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે ધિરાણ આપવા માટે રૂપિયા ૧૦૦૦ કરોડની જોગવાઈ
- કેન્દ્ર સરકારે પાક વીમો મરજિયાત કર્યો છે પરંતુ જે ખેડૂતો પાકવીમો લેવા ઇચ્છતા હોય તેમને મદદ કરવા માટે પાક વિમાનું પ્રિમિયમ ભરવા માટે 1190કરોડની જોગવાઈ
- રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૩૦૦ કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત રૂપિયા ૩૦૦ કરોડની જોગવાઈ, એકમ દિથ 30,000 ની સહાય,
- કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત 29,000 ખેડૂતોને ટ્રેકટર દિઠ 45,000 થી 60,000 ની સહાય માટે 235 કરોડની જોગવાઈ
- ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના 72 કરોડ ની જોગવાઈ
- ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવા માટે 12 કરોડની જોગવાઈ
14:33 February 26
ગુજરાતનું બજેટ કદ રૂપિયા 2,17, 287 કરોડ
- સૌનો સાથ સૌનો વિકાસ
- ગુજરાતનું બજેટ કદ રૂપિયા 2,17, 287 કરોડ
- બજેટનું કદ વધ્યું
14:30 February 26
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગુજરાતનું ગૌરવ
- સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગુજરાતનું ગૌરવ
- સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દરરોજના 15,000 લોકો આવે છે
- તાજમહેલ અને સ્ટેચ્યૂ ઓફ લીબર્ટી કરતાં વધુ લોકો ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવે છે
- આખા દેશમાં થઈને ગુજરાતમાં 51 ટકા રોકાણ થયું છેઃ નિતીન પટેલ
- ગુજરાતમાં ચેકપોસ્ટોને નાબૂદ કરી દેવામાં આવી છે
- ગુજરાતની ચેકપોસ્ટ પર લાંબી કતારો લાગતી હતી, આ કતારો બંધ કરાવી દીધી છે
- સોનાની લે-વેચ માટે કેન્દ્રની મોદી સરકારે ગીફટ સિટીને ભેટ આપી છે
- 48 લાખ ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ ગઈ છે
- વિકાસ માટે બધાનો સહયોગ જરૂરી છે
- ગુજરાતના બજેટનું કદ રૂપિયા 2,17,287 કરોડ
14:25 February 26
કામ કરતા આવ્યા છીએ અને કામ કરતાં રહીશુંઃ નીતિન પટેલ
- કામ કરતા આવ્યા છીએ અને કામ કરતાં રહીશુંઃ નીતિન પટેલ
- ઉત્તમ ગુજરાત બનાવવાનો પ્રયત્ન કર્યો છે
- ગુજરાતમાં પીવાના પાણીનો યોગ્ય રીતે લોકો સુધી પહોંચાડ્યું છે
- તીડના આક્રમણ સામે પગલા લેવા રાજ્ય સરકારે ત્વરીત પગલા લીધા છે
- રાજ્ય સરકારે હમેશા ખેડૂતોની સાથે ઉભી છેઃ નીતિન પટેલ
14:19 February 26
ઉત્તર ગુજરાતમાં તીડના આક્રમણના કારણે થયેલા નુકસાન અંગે સરકારે લેશે પગલાં
14:18 February 26
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરાકર હંમેશા ખેડૂતો સાથે ઉભી રહેશેઃ નીતિન પટેલ
12:41 February 26
ગુજરાતના સર્વાંગી વિકાસવાળું બજેટઃ નીતિન પટેલ
- નાણાં પ્રધાન નિતીન પટેલે વર્ષ 2020-21 માટે રજૂ કર્યું બજેટ
- નીતિન પટેલે 8મું બજેટ રજૂ કર્યું
- ગુજરાતના સર્વાંગી વિકાસવાળું બજેટઃ નિતીન પટેલ
- ગુજરાતની જનતાને પસંદ પડે તેવું બજેટઃ નિતીન પટેલ
- કમોસમી વરસાદથી 6725136 હેકટર વિસ્તારના પાકનું નુકસાન થયું
- સરકારે સહાય પેટે 1228.99 કરોડની સહાય ચૂકવી
10:06 February 26
નાણાં પ્રધાન નીતિન પટેલે બજેટ રજૂ કર્યુ,
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું આજથી બજેટ સત્ર શરુ થઇ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતના કારણે પાછળ ઠેલાયેલુ વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરુ થશે. નાણાં પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ બજેટ રજૂ કરી રહ્યાં છે
બીજી બાજુ રૂપાણી સરકાર વતી નાણાપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આઠમી વાર બજેટ રજૂ કરી રહ્યાં છે. જેમાં શ્રેણીબદ્વ વિકાસલક્ષી જાહેરાતો થઈ શકે છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતા આંદોલનની આડમાં વિરોધ પક્ષ સત્ર ગજવે તેવી શક્યતાઓ છે. આજથી શરુ થતા સત્રમાં વિપક્ષ શાસક પક્ષને ઘેરવા જોરદાર રીતે સત્રને તોફાની બનાવે તેવા એંધાણ વર્તાય રહ્યાં છે. તો વિપક્ષ પ્રેરિત ગતિરોધને રોકવા સત્તાધારી પક્ષે પણ રણનીતિ બનાવી છે.