- 23 હજાર જેટલા લખાણો વાચકને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાશે
- વિવિધ વિષયોની સઘળી માહિતી પણ હવે વેબસાઇટ પર
- ગુજરાતી લેક્સિકોનનો લાભ કરોડો વાચકો લઈ રહ્યા
ગાંધીનગર: ગુજરાતી ભાષાના પ્રથમ એન્સાઇક્લોપીડિયા ગણાતા એવા આ ગુજરાત વિશ્વકોશના અંદાજે 23 હજાર જેટલા લખાણો વાચકોને હવે આંગળીના ટેરવે-ઓનલાઇન ઉપલબ્ધ (Texts at the fingertips terway-online )બન્યા છે. વિશ્વકોશમાં ઉપલબ્ધ વિવિધ વિષયોની સઘળી માહિતી પણ હવે વેબસાઇટ પરથી વાંચી શકાશે. મુખ્યપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે (Gujarat Vishwakosh Trust )ગુજરાતી શબ્દકોશ-લેક્સિકોનનું(Gujarati Dictionary-Lexicon ) સંચાલન સંભાળ્યું છે. ગુજરાતી શબ્દોનો અર્થ જાણવા અને તેની સમજણ કેળવવા માટે ગુજરાતી લેક્સિકોનનો લાભ કરોડો વાચકો લઈ રહ્યા છે.
મુખ્યપ્રધાને અભિગમની પ્રસંશા કરી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી ભાષાને વિશ્વના ખૂણે-ખૂણે વસતા લોકો સુધી આ ડિઝીટાઇઝ્ડ ગ્રંથો દ્વારા પહોચાડવાના સમયાનુરૂપ અભિગમની પ્રસંશા કરી હતી.ગુજરાત વિશ્વકોશના બાળ વિશ્વકોશ(Children's encyclopedia), પરિભાષા કોશ વગેરે કોશોની કામગીરીનો ખ્યાલ મુખ્યપ્રધાને પી. કે. લહેરીએ આપ્યો હતો અને આ કોશ ભેટ પણ આપ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટી પી. કે. લહેરી અને અધ્યક્ષ કુમારપાળ દેસાઇ(Chairman Kumarapala Desai) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ Vadodara gang rape case : FSLનો રિપોર્ટ ચોંકાવનારો, યુવતી પર દુષ્કર્મ નહીં થયાના તારણ સાથે રેલવે પોલીસને સોંપાયો
આ પણ વાંચોઃ મહેનત અને તેના પાછળના ઉત્તમ વિચારોથી તમે ચાહો તે બની શકો છો: નારાયણ ટી. રાણા