ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) હવે ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. ત્યારે ચૂંટણી પહેલા રાજ્યના ગૃહ વિભાગે 76 જેટલા DySP કેડરના અધિકારીઓની બદલી કરી (Gujarat DySP transfer) દીધી છે. આમ, ઘણા સમયથી પડતર રહેલી બદલી ઉપર આખરે મહોર લાગી છે.
આ અધિકારીઓની બદલી હિતેશ ધાંધલીયા વિભાગીય પોલીસ અધિકારી, જૂનાગઢ, હિતેન્દ્ર ચૌધરી, મદદનીશ પોલીસ કમિશનર, ડી ડિવિઝન અમદાવાદ શહેર, હાર્દિક પ્રજાપતિ, વિભાગીય પોલીસ અધિકારી, ખંભાળિયા દ્વારકા, જે. જી. ચાવડા, નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક મહીસાગર, ડી. કે. રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક છોટાઉદેપુર, ડી. પી. ચુડાસમા એસ.સી એસટી સેલ ગાંધીનગર, સી. સી. ખટાણા વિભાગીય પોલીસ અધિકારી લીમખેડા, પી. કે. દિયોરા વિભાગીય પોલીસ અધિકારી પેટલાદ, બી. વી. પંડ્યા મદદ પોલીસ કમિશનર પશ્ચિમ ઝોન રાજકોટ, બી. એચ. ચાવડા વિભાગીય પોલીસ અધિકારી (Gujarat DySP transfer) વડોદરા ગ્રામ્ય.
અધિકારીઓની અહીં કરાઈ બદલી આર. બી. ઓઝા એસીપી એચ ડિવિઝન અમદાવાદ, વરૂણ વસાવા વિભાગે પોલીસ અધિકારી જામનગર શહેર, અશ્વિન એમ પટેલ નાયબ પોલીસ અધિક્ષક ડાંગ, પી. એચ. ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સીઆઈડી ક્રાઈમ, જે.એસ. નાયક નાયબ પોલીસ અધિક્ષક તાપી, એમ એમ ગાંગુલી નાયબ પોલીસ અધિકક્ષક ભરૂચ, ડી પી વાઘેલા વિભાગીય પોલીસ અધિકારી જામનગર ગ્રામ્ય, વી આર પટેલ મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક રાજકોટ, એમ. એ. ચૌધરી નાયબ અધિક્ષક મધ્યસ્થ જેલ બરોડા, જી. એસ. બારીયા વિભાગ પોલીસ અધિકારી પશ્ચિમ રેલવે બરોડા, એમ.આઈ. પઠાણ મદદનીશ પોલીસ કમિશનર મુખ્ય મથક રાજકોટ શહેર, પી. એસ. ગોસ્વામી નાયબ પોલીસ અધિક્ષક મોરબી, એચ. એસ રત્નુ નાયબ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્યમાં બદલી (Gujarat DySP transfer) કરવામાં આવી છે.
હવે IPS બદલીની રાહ ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election) ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા આજે રાજ્ય સરકારના ગૃહ વિભાગ (Home Department Gujarat) દ્વારા શુક્રવારે 70 થી વધુ મદદનીશ પોલીસ કમિશનરોની બદલી (Gujarat Police) કરી છે ત્યારે હવે વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર આઇપીએસ અધિકારીઓની પણ બદલી ની રાહ જોવાઈ રહી છે ઉલ્લેખનીય છે કે હવે રેન્જ આઈ.જી અને સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલી (Gujarat DySP transfer) થાય તેવી પણ શક્યતાઓ છે.