ETV Bharat / state

હવે ફળની ખેતીમાં પણ 'કમલ' ખીલ્યું, 1000 માં વાવેતરથી ભાવ 200 રુપિયાને પાર - gujarat dragon fruit farming

ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર(Plantation of dragon fruit increased in Gujarat) વધ્યું. કમલમે કમાલ કરી દીધી હોય તેમ આ વખતે રાજ્યમાં 1000 હેકટર વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટનું(Plantation of dragon fruit in Gujarat) વાવેતર થયું છે. કિલોના ભાવની કિંમત 180 થી 250 પહોંચ્યા છે.

હવે ફળની ખેતીમાં પણ 'કમલ' ખીલ્યું, 1000 માં વાવેતરથી ભાવ 200 રુપિયાને પાર

author img

By

Published : Jan 6, 2023, 7:40 PM IST

ગાંધીનગર ગુજરાતમાં શરૂઆતના (dragon fruit in Gujarat) તબક્કામાં ડ્રેગન ફ્રૂટ માટે બિજા દેશો પર આધાર રાખવો પડતો હતો પરંતુ શરૂઆતના તબક્કામાં કચ્છના ખેડૂતોએ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાની શરૂ કરી અને તેઓને તબક્કા વાર (dragon fruit farming in gujarat) ફાયદો પણ થયો. ત્યારબાદ વિજય રૂપાણીની સરકાર દ્વારા ડ્રેગન ફ્રુટ માટે ખાસ સબસીડીની યોજના તૈયાર કરવામાં આવી હતી. ત્યારે ચાલુ વર્ષે ગુજરાતમાં 1000 હેકટર જમીનમાં કમલમ ફ્રૂટનું ઉત્પાદન કરવામાં આવ્યું હોવાની વિગતો કૃષિ વિભાગમાંથી પ્રાપ્ત થઈ હતી. જયારે હવે ડ્રેગન ફ્રૂટ દિલ્હીના વિવિધ સ્ટોરમાં પણ વેચાણ અર્થે મુકવામાં આવે છે.

ડ્રેગન ફ્રૂટની ખેતી
ડ્રેગન ફ્રૂટની ખેતી

ડ્રેગન ફ્રુટનું વાવેતરમાં વધારો રાજ્ય સરકાર જ્યારથી ડ્રેગન ફ્રુટના વાવેતર મામલે સહાયની જાહેરાત કરી છે. બાગાયતી ખેતી સાથે જોડાયેલા 800 થી વધુ જેટલા ખેડૂતોએ ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યું હતું. ખેડૂતોને ડ્રેગન ફ્રૂટમાં સારો એવો નફો થયા છે. આ ઉપરાંત માર્કેટમાં ડ્રેગન ફ્રુટની (Plantation of dragon fruit increased in Gujarat) માગ હોવાથી ખેડૂતોનો પાક સરળતાથી વેચાઈ જાય છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટા પ્રમાણમાં ડ્રેગન ફ્રુટનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ડ્રેગન ફ્રૂટની ખેતી
ડ્રેગન ફ્રૂટની ખેતી

50 ટકા સહાય સરકાર આ અંગે બાગાયત વિભાગના ડાયરેકટર પી.એમ. વાઘાસિયા ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ડ્રેગન ફ્રુટના વાવેતરમાં ખેડૂતો સારો રસ દાખવી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1000 હેકટરમાં વાવેતર થયું છે. રાજ્ય સરકાર ડ્રેગન ફ્રૂટમાં હેકટર દીઠ કુલ ખર્ચના 50 ટકા સહાય ચૂકવે છે. ડ્રેગન ફ્રૂટ વાવેતર પાછળ હેકટર દીઠ ખેડૂતને 8 લાખ જેટલો સરેરાશ ખર્ચ થતો હોય છે. જો કે, અનુસૂચિત જાતિ અને અનુસુચિત જન જાતિના ખેડૂતોને રાજ્ય સરકાર 75 ટકા સહાય ચૂકવે છે. ખેડૂતોએ સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે.

ડ્રેગન ફ્રૂટ
ડ્રેગન ફ્રૂટ

આ પણ વાચો ધરમપુરના ખેડૂત દ્વારા કમલમ(ડ્રેગન ફ્રૂટ)ની ખેતી

200 ખેડૂતોને સહાય ચૂકવી ડ્રેગન ફ્રુટનું વાવેતર કરતા 200 જેટલા (Plantation of dragon fruit in Gujarat) ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા 2 કરોડ જેટલી સહાય ચૂકવવમાં આવી છે. સહાય માટે રાજ્યમાંથી કુલ 800 જેટલા ખેડૂતોએ સહાય માટે અરજી કરી હતી. જેમાં 200 ખેડૂતોની અરજી ચકાસણી કરી, કૃષિ વિભાગના અધિકારી દ્વારા સ્થળ તાપસ કરીને સહાય મજૂર કરવામાં આવી હતી. અન્ય 600 જેટલા ખેડૂતોને(dragon fruit cultivation) તબક્કા વાર ચકાસણી બાદ સહાય ચૂકવવામાં આવશે. જો કે, બાગાયત વિભાગે ડ્રેગન ફ્રુટની ખેતીની સહાય માટે જે ધારા ધોરણ નક્કી કર્યા છે. આ ધારા ધોરણ પ્રમાણે ખેડૂતોએ વાવણી કરી હશે. તો જ સહાય માટે માન્ય ગણવામાં આવશે.

ડ્રેગન ફ્રૂટની ખેતી
ડ્રેગન ફ્રૂટની ખેતી

આ પણ વાંચો ગાંધીનગરમાં 'કમલમ્' ને નહિવત પ્રતિસાદ, માત્ર 8 ખેડૂતોએ કરી અરજી

વાવેતર વધે તેવો લક્ષ્યાંક રાજ્ય સરકાર દ્વારા દર વર્ષ ડ્રેગન ફ્રુટનું વાવેતર (dragon fruit farming in gujarat) વધે તે માટે 200 હેકટરનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સરકારના બાગાયતી વિભાગના પ્રયત્નોથી(dragon fruit cultivation in gujarat ) રાજ્યમાં 1000 હેકટરમાં હાલ ડ્રેગન ફ્રુટનું વાવેતર થઈ રહ્યું છે. દર વર્ષે આ વાવેતરમાં 200 હેકટરનો વધારો થાય તે દિશામાં બાગાયત વિભાગ કામગીરી કરી રહ્યું છે. રાજ્યમાં ડ્રેગન ફ્રુટનું વાવેતર કરતા વિસ્તરમાં કચ્છ, જામનગર સુરેન્દ્રનગર, મોરબી, બાંસકાંઠાનો સમાવેશ થાય છે.

ડ્રેગન ફ્રૂટ કિલો દીઠ ડ્રેગન ફ્રુટનું વાવેતર કરતા જૂનાગઢના બીલખામાં રહેતા ખેડૂત રાઘવજીભાઈ પટેલ ETV સાથેની ખાસ વાતચિતમાં જણાવ્યું હતું કે, ડ્રેગન ફ્રુટની સીઝનમાં પ્રથમ તબક્કામક 1 કિલોના 175 થી 180ના ભાવે વેચાણ થયા છે. જ્યારે સીઝન પિક પર હોય અને માંગ માં વધારો થાય ત્યારે ડ્રેગન ફ્રૂટના કિલો દીઠ 250 જેટલો ભાવ ખેડૂતોને મળે છે.

ડ્રેગન ફ્રૂટ કેમ ઉપયોગી ડ્રેગન ફ્રૂટ ની વાત કરવામાં આવે તો તેમાં ઔષધીય અને એન્ટી ઓક્સિડન્ટ ગુણો માટે દુનિયાભરમાં ડ્રેગન ફ્રુટ પ્રસિદ્ધ છે. જ્યારે આ ફળમાંથી કેલેરી બહુ ઓછી હોવા ઉપરાંત તેમાં આર્યન, કેલ્શિયમ, ઝીંક, પોટેશિયમ વગેરે પોષક તત્વોથી ભરપુર હોય છે. જ્યારે ડ્રેગન ફ્રૂટમાં રહેલ બીટાલિયન અને બીટા રસાયણના કારણે આ ફળનો રંગ આકર્ષક હોય છે. જ્યારે આ ફળ કેન્સર ડાયાબિટીસ બીપી અને કોલેસ્ટ્રોલ જેવી અનેક બીમારીઓ પર અંકુશ મેળવવા મદદ કરે છે.

1000 હેકટર વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર

ક્યાં રાજ્યમાં થાય છે ડ્રેગન ફ્રૂટ સમગ્ર દેશમાં ડ્રેગન ફ્રુટ ની વાત કરવામાં આવે તો ફક્ત ગુજરાતમાં જ 30 ટકા ડ્રેગન ફ્રુટ નું ઉત્પાદન થાય છે જ્યારે ગુજરાત ઉપરાંત કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં પણ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવે છે. જ્યારે ડ્રેગન ફળોના ઉત્પાદનમાં ગુજરાત 35% હિસ્સેદારી સાથે સૌથી આગળ છે. જ્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો તેની ખેતી અને ઉત્પાદન કરે છે. જ્યારે ગુજરાત થીજ ઘણા દેશોમાં ડ્રેગન (કમલમ) ફ્રૂટનો નિકાસ થાય છે. જ્યારે મહત્વના દેશોની વાત કરવામાં આવે તો સંયુક્ત આરબ અમીરાત માલદીવ રસિયા અને ઇંગ્લેન્ડમાં કમલમ ફ્રૂટનો નિકાસ કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.