ETV Bharat / state

ગુજરાત કોરોના અપડેટ : 505 નવા પોઝિટિવ કેસ સાથે 3ના મોત, 764 ડિસ્ચાર્જ - 16 January Corona Update

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો, દિવાળી બાદ સતત 1500થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે ક્યાંક ને ક્યાંક કોરોના કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 505 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3ના મોત નિપજ્યા છે. આ સાથે 764 દર્દીઓએ કોરોનામુક્ત થયા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ
author img

By

Published : Jan 16, 2021, 10:45 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 505 પોઝિટિવ કેસ નોંધાયા
  • કોરોનાએ 3 લોકોનો ભોગ લીધો
  • 764 દર્દીઓ કોરોનામુક્ત થયા

ગાંધીનગર : રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર વધ્યો હતો. દિવાળી બાદ સતત 1500થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે ક્યાંકને ક્યાંક કોરોના કાબૂમાં હોય તેવું જણાઇ રહ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 505 કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અમદાવાદમાં અનેક મહિનાઓ બાદ પોઝિટિવ કેસ 100થી નીચે એટલે છેલ્લા 24 કલાકમાં 99 કેસ આવ્યા છે.

Gujarat Corona Update
505 નવા પોઝિટિવ કેસ સાથે 3ના મોત, 764 ડિસ્ચાર્જ

રાજ્યમાં રિકવરી રેટમાં વધારો થયો

રાજયમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 95.71 ટકા થયો છે. જ્યારે આજે રાજ્યમાં કુલ કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે હવે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી, પણ રાજયમાં અત્યા૨ સુધીમાં કુલ 2,44,403 દર્દીઓ કોરોના સામેની જંગના જીત મેળવી છે.

કેટલા લોકો છે ક્વોરેન્ટાઇન

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં 16 જાન્યુઆરીના રોજ કુલ 4,71,357 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,71,229 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 128 વ્યકતિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં કુલ 6588 એક્ટિવ કેસ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6588 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં 53 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 6535 સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4363 જેટલા મૃત્યુ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 99, સુરત 80, વડોદરામાં 63 અને રાજકોટમાં 58 જેટલા પોઝિટિવ કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.