ETV Bharat / state

Gujarat Congress Janmanch : કોંગ્રેસના જનમંચમાં 800 ફરિયાદ મળી, જનઆંદોલન છેડવા ચીમકી આપતાં અમિત ચાવડા - જનઆંદોલન છેડવા ચીમકી

ભારે બહુમતીથી ચૂંટાયેલી સરકાર સામે અસંતો। છતો થઇ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં 22 દિવસમાં 800 ફરિયાદ મળી છે. જેમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નથી આવતું તેવું કોંગ્રેસ દ્વારા ફલિત કરવામાં આવ્યું છે. ત્યારે આગામી સમયમાં જનઆંદોલન છેડવાની ચીમકી અમિત ચાવડાએ આપી હતી.

Gujarat Congress Janmanch : કોંગ્રેસના જનમંચમાં 800 ફરિયાદ મળી, જનઆંદોલન છેડવા ચીમકી આપતાં અમિત ચાવડા

author img

By

Published : May 23, 2023, 6:09 PM IST

જનઆંદોલન છેડાશે

ગાંધીનગર : વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષને 156 બેઠક સાથે બહુમતીથી સરકાર બનાવી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 17 બેઠક પરત નિમિત્તે થઈ છે. ત્યારે નજીક આવી રહેલી લોકસભા ચૂંટણી 2024 માટે લોકો સુધી પહોંચવા માટે કોંગ્રેસે જનમંચ કાર્યક્રમની 1 મેથી શરૂઆત કરી છે. કોંગ્રેસ જનમંચ દ્વારા 22 દિવસમાં 10 જિલ્લામાં જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ લોકોએ લેખિત અને મૌખિક રીતે ફરિયાદ કરી હોવાનું ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે.

જનમંચ પર 800 ફરિયાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત સ્થાપના દિનથી 22 તારીખ સુધીમાં 10 જિલ્લાના 16 તાલુકા અને 10 નગરપાલિકામાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 800થી વધુ લોકોએ લેખિતમાં અને મૌખિક રીતે પોતાની રજૂઆત કરી છે. અગાઉ આ લોકોએ અલગ અલગ જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું ન હોવાનો આક્ષેપ પણ અમિત ચાવડાએ કર્યો હતો.ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી એક જ શાસન છે અને ગુજરાતમાં ગેર વહીવટ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાના આક્ષેપ અમિત ચાવડાએ કર્યાં હતાં.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકથી ભાજપ જીત મેળવી છે પરંતુ કરોડ રૂપિયાની સરકારની વાહવાહી અને જાહેરાતોમાં ખર્ચ કરવામાં આવે છે. સામાન્ય જનતાની ફરિયાદના નિવારણમાં સરકારને કોઈ જ પ્રકારનો રસ નથી... અમિત ચાવડા (ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા)

કાયદાની સ્થિતિને લઇ આક્ષેપ અમિત ચાવડાએ જનમંચના કાર્યક્રમમાં એક મહિલાએ કરેલી ફરિયાદ બાબતે પણ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે ઓલપાડમાં એક હેડ કોન્સ્ટેબલની પત્નીએ ફરિયાદ કરી છે. તેમના પતિ વર્ષ 2022 ડિસેમ્બરથી ગાયબ છે અને હજી સુધી મળ્યા નથી. તેઓએ પોલીસ સ્ટેશનથી લઈને ઉચ્ચ અધિકારીઓ અને સરકારમાં ફરિયાદ કરી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પણ ફરિયાદ કરવામાં આવી છે. તેમ છતાં પણ આ ગુમ હેડ કોન્સ્ટેબલ મળતા નથી અને પોલીસ જ મદદ ન કરતી હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યા છે. જ્યારે દાહોદમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ બાદ તેની લાશ ઝાડ ઉપર લટકાવી દીધી છે. તમામ પુરાવા છતાં પણ પોલીસ આરોપીઓને પકડતી ન હોવાનો આક્ષેપ પણ અમિત ચાવડાએ કર્યો હતો.

ફરિયાદીઓને સરકાર સમક્ષ લઈ જવાશે અમિત ચાવડા વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ જનમંચમાં 800થી વધુ ફરિયાદ પ્રાપ્ત થઈ છે ત્યારે આવનાર દિવસમાં ગુજરાતના તમામ જિલ્લાઓ તાલુકા અને મહાનગરપાલિકામાં ગુજરાત કોંગ્રેસ જનમંચનો કાર્યક્રમ યોજશે. લોકોની જે પણ ફરિયાદ છે તે સરકારને લેખિત સ્વરૂપે પણ મોકલવામાં આવશે. જો ફરિયાદનું નિરાકરણ નહીં થાય તો આગામી દિવસોમાં ફરિયાદીઓને સરકાર સમક્ષ જે તે પ્રધાન અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પણ લઈ જવામાં આવશે. તેમ છતાં પણ ફરીથી કોઈ નિરાકરણ નહીં આવે તો જનઆંદોલન છેડવાની ચીમકી પણ અમિત ચાવડાએ ઉચ્ચારી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.