- મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક
- ગુજરાતમાં ડ્રગ્સ હેરાફેરી બાબતે થશે કરવામાં ચર્ચા
- વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 તૈયારી અંગે પણ કરવામાં આવશે ચર્ચા
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં દર બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની(CM Bhupendra Pate) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું(Cabinet Meeting) આયોજન કરવામાં આવે છે. ત્યારે 24 નવેમ્બરના રોજ યોજાનારી કેબિનેટની બેઠકમાં(cabinet meeting gujarat) મહત્ત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં જે લોકોના કોરોના વેક્સીનના(Gujarat Corona vaccine) બીજા ડોઝ માટે જે લોકો બાકી છે તે લોકોને વધુમાં વધુ ઝડપી રસીકરણ પૂર્ણ થાય તે બાબતે પણ ખાસ આયોજન કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના ટકોરની થશે ચર્ચા
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ(Supreme Court) દ્વારા કોરોના મૃતકના સ્વજનોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. પણ ગુજરાતમાં હજી સુધી આ બાબતે ફક્ત ફોર્મ વિતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે કોરોના મૃતક બાબતે ખાસ સ્ક્રુટિની કમિટીની(Committee of Scrutiny) રચના કરવામાં આવી છે. આ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે. ત્યારે આ બાબતે પણ હવે કઈ રીતે ગુજરાત સરકાર આગળ વધશે તે બાબતની ખાસ ચર્ચા પણ કેબિનેટ બેઠકમાં(cabinet meeting) કરવામાં આવશે અને વહેલી તકે કોલેજના મૃતકોને સહાય પ્રાપ્ત થાય તે બાબત પણ આયોજન કરવામાં આવશે.
વાઈબ્રન્ટ ગુજરાત 2022ની તૈયારી
10 જાન્યુઆરીના રોજ ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવની(Vibrant Gujarat 2022) શરૂઆત થવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટનું(PM Narendra Modi) ઉદ્ઘાટન કરશે ત્યારે કઈ રીતે તૈયારીઓ છે અને તમામ વિભાગો દ્વારા કઈ રીતે તૈયારીઓ કરવામાં આવી છે. તે બાબત પણ સમીક્ષા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે. આ ઉપરાંત દર સોમવારના દિવસે હવે પ્રી ઇવેન્ટ પ્રમાણે MOU(memorandum of understanding)કરવામાં આવશે. ત્યારે આવનારા સોમવારે કેટલા એમ વિસર્જન કેટલા કરોડના MOU થશે તે બાબતની પણ માહિતી અધિકારીઓ પાસેથી લેવામાં આવશે.
ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતે આયોજન
રાજ્યમાં ચૂંટણી આયોગ 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી(Gram Panchayat Election 2021) જાહેર કરવામાં આવી છે. ત્યારે કેબિનેટ બેઠકમાં વાત કરવામાં આવે તો આ બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે અને તમામ બેઠકો ઉપર ભાજપનો તિરંગો ફરે તે બાબતનું ખાસ આયોજન કેબિનેટ બેઠકમાં(cabinet meeting) કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો હમણાં જે રાજ્યના તમામ પ્રધાનો દ્વારા ગ્રામ રેલીનું આયોજન પણ કરાયું હતું. ત્યારે ગ્રામજનો તરફથી કઈ રીતે ફીડબેક મળ્યો છે તે બાબતની પણ ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલ હરિદ્વારની મુલાકાતે, ભાજપના વરિષ્ઠ નેતાઓ AAPમાં જોડાઈ શકે છે!
આ પણ વાંચોઃ 20 રૂપિયાની દૂધની થેલી લઈને આવેલો ચોર સિક્યુરિટીને કેમ છો? કહીને 14 લાખની ગાડી લઈને રફ્ફુચક્કર