ETV Bharat / state

Gujarat Cabinet Meeting : મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનાર કેબિનેટ બેઠકમાં ઇન્ડિયા-પાકિસ્તાન ક્રિકેટ મેચની સુરક્ષા મુખ્ય મુદ્દો - નવરાત્રી 2024

12 ઓક્ટોબરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં 14 ઓક્ટોબરના રોજ રમાનાર ઇન્ડિયા-પાકિસ્તાન ક્રિકેટ મેચની તૈયારીની સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત નવરાત્રીનું આયોજન અને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

Gujarat Cabinet meeting
Gujarat Cabinet meeting
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2023, 9:29 PM IST

ગાંધીનગર : દર બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં ઉદ્યોગકારો સાથે બેઠકમાં હોવાના કારણે કેબિનેટ બેઠક ગુરુવારે 12 ઓક્ટોબરના દિવસે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની સુરક્ષાની સમીક્ષા અને નવરાત્રીમાં આરોગ્યલક્ષી કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવશે.

ભારત-પાક ક્રિકેટ મેચ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14 ઓક્ટોબરના રોજ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવા જઈ રહી છે. ત્યારે સ્ટેડિયમની આસપાસ અને સ્ટેડિયમની અંદર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ઉપરાંત અમદાવાદ અને અન્ય શહેરોમાં કોમી રમખાણ ન થાય તેને ધ્યાનમાં લઈને અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓ અને શહેરોમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે કેબિનેટ બેઠકમાં સુરક્ષાને લઈને ખાસ ચર્ચા કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

યુવાનોમાં હાર્ટ એટેકના કેસ : 15 ઓક્ટોબરથી નવલી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. ત્યારે ગુજરાતના અનેક શહેર અને જિલ્લામાં નવરાત્રી પ્રેક્ટિસ કરતા યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે રાજ્ય સરકારે નવરાત્રીના મોટા આયોજનમાં ફરજિયાત એમ્બ્યુલન્સ અને આયોજકોને ફરજિયાત એક આરોગ્યલક્ષી સ્ટોલ માટેની સૂચના આપવામાં આવી છે. ત્યારે આ બાબતે પણ કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત 108 ટીમોને ક્યાં ડિપ્લોય કરવી તે બાબતની ચર્ચા પણ કેબિનેટ બેઠકમાં થઈ શકે છે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારી : વર્ષ 2024 જાન્યુઆરી માસમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિલ્હી અને મુંબઈમાં રોડ શો પૂર્ણ કર્યા છે. હવે આગામી દિવસોમાં દેશના અન્ય શહેરોમાં આયોજન ઉપરાંત ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ કે જેઓ વિદેશમાં જઈ રહ્યા છે, તેઓ કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને વિદેશમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરશે, તે બાબતે ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.

નવરાત્રી પહેલા 82 એમ્બ્યુલન્સનું લોકાર્પણ : રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન જ્યાં મોટા ગરબાનું આયોજન થઈ રહ્યું છે, ત્યાં ફરજિયાત એમ્બ્યુલન્સ રાખવાની સૂચના સરકારી તંત્ર અને ખાનગી તંત્રને આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય કેબિનેટ ઋષિકેશ પટેલ 82 જેટલી નવી એમ્બ્યુલન્સનું અલગ અલગ જિલ્લામાં લોકાર્પણ કરશે. આમ નવરાત્રી પહેલા ગુજરાતમાં વધુ 82 જેટલી એમ્બ્યુલન્સનું લોકાર્પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

  1. Gujarat Cabinet Meeting: 206 જળાશયોમાં પાણીનો જથ્થો સંગ્રહિત થયો, 161 ચેકડેમના કામ પ્રગતિ હેઠળ
  2. Gujarat Cabinet meeting: ગુજરાત સરકાર બનાવશે વિકાસનો રોડ મેપ, 2033 સુધીનું ભરતી કેલેન્ડર તૈયાર થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.