ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય (Gujarat Cabinet Meeting)કરવામાં આવ્યા હતા. જેમાં કેન્દ્ર સરકારની પીએમ ગતિ શક્તિ યોજના (Gati Shakti Yojana)અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ આ યોજના હેઠળ ગુજરાતમાં સૌથી વધુ કાર્ય થયું હોવાની વિગતો પણ રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ આપી હતી. જ્યારે 5 ટ્રિલિયન ઈકોનોમી પાથ વેનો રિપોર્ટ ડોક્ટર હસમુખ અઢિયાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રિપોર્ટ સુપરત કર્યો છે. આ બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
ગતિ શક્તિ યોજનામાં હવે ઝડપથી NOC પ્રાપ્ત થશે - રાજ્યના પ્રધાન જીતુ વાઘાણી પીએમ શક્તિ યોજના બાબતે કેબિનેટમાં ચર્ચા થયા પ્રમાણે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધુ પ્રિય ગતિ શક્તિ યોજના અંતર્ગત કાર્ય થયું છે. જ્યારે પણ ઝડપથી બનતા ગયા છે આ સાથે જ 49 જેટલી એન.ઓ.સી ની કામગીરી પણ હવે ઝડપથી થશે જ્યારે કોસ્ટલ હાઇવેના 2700 કરોડના ખર્ચે તૈયાર થાય છે. જેમાં આશરે 500 કરોડ ગતિશક્તિ પ્રોજેક્ટના કારણે ગુજરાત સરકારના પૈસા બચશે.
ગુજરાતનું સૌથી ઓછું દેવું - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5 ટ્રિલિયન ઈકોનોમી (5 trillion economy)સંદર્ભે ગુજરાત સરકારના પાથ વેનો રિપોર્ટ હસમુખ અઢિયાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રિપોર્ટ ગઈકાલે સુપરત કર્યો છે. ભવિષ્યમાં ગુજરાત 5 ટ્રિલિયન ઈકોનોમી કેવી રીતે આગળ રહી શકે તે બાબતનું સમગ્ર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં સૌથી ઓછું દેવું છે જ્યારે અન્ય રાજ્યમાં વધુ પ્રમાણમાં દેવું ધરાવતા રાજ્યો છે જ્યારે સૌથી ઓછું જાહેર દેવું ફક્ત ગુજરાતનું 100 ટકા હોવાનું નિવેદન પણ રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ આપ્યું હતું.
મજેસુલ વિભાગનો મહત્વનો નિર્ણય - કેબિનેટ બેઠકમાં મહેસુલ વિભાગના પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. જેમાં કચ્છના ભૂકંપ પછી અનેક મકાનો ધરાશાયી થયા હતા ત્યારે 20,000 જેટલા નવા મકાન ના શીર્ષક મંજૂરી આપવાની પણ કેબિનેટ બેઠકમાં આપવામાં આવી છે. આમ અગાઉ રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે રાજ્ય સરકારે આજે કેબિનેટ બેઠકમાં પણ મહેસુલ વિભાગના આ નિર્ણયને મંજૂરી આપી છે. હવેથી ભૂકંપમાં જે મકાનો ધરાશાયી થયા હતા તેમને પણ ટાઈટલ ક્લીયરન્સ અને માલિકીના હક આપવામાં આવ્યા છે.
7 રાજ્યના હસ્તકળાનું પ્રદર્શન - જીતુ વાઘાણી જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં ગુજરાત ઉપરાંત હાથ રાજ્યના હસ્તકળાના કારીગરો દ્વારા માધવપુરના મેળામાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેઓ તેમના હસ્ત કારીગરીવાળા સામાન ગુજરાતમાં વેચાણ ખાતે લાવ્યા હતા ત્યારે તમામ સામાન વેચાઈ ગયો છે. લોકોને રોજગારી ગુજરાતમાં પ્રાપ્ત થઇ હોવાનું નિવેદન જીતુ વાઘાણી આપ્યું હતું આમ ગુજરાતમાં હસ્તકળાના કારીગરોને વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થઈ રહી છે.
સુજલામ સુફલામ યોજના પૂરી કરવાની સૂચના - ગુજરાતમાં સત્તાવાર રીતે જૂન-જુલાઈમાં ચોમાસાની સિઝન શરૂ થઈ જાય છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં નદી તળાવો ઉંડા કરવાની કામગીરી અંતર્ગત સુજલામ સુફલામ યોજના (Sujlam suflam yojna)કાર્યરત હોય છે. ત્યારે રાજ્યના તમામ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના પૂરી કરવાની સુવિધા પણ કેબિનેટ બેઠકમાંથી આપવામાં આવી છે. આ વહેલી તકે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના પૂરી પાડવામાં આવે અને ચોમાસાની સિઝનમાં વધુમાં વધુ પાણીનો સંગ્રહ થઇ શકે તે બાબતનું પણ આયોજન કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યું હતું.