ETV Bharat / state

Gujarat Cabinet: કેબિનેટ બેઠક મંગળવારે યોજાશે, પેપર લૉ બિલ, બજેટ સત્ર બાબતે થશે ચર્ચા

ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંગળવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેપર લૉ બિલ, વિધાનસભા સત્ર બાબતે ચર્ચા થવાની સંભાવના છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા રવિ પાકની ટેકાના ભાવે ખરીદી માટેની તૈયારીઓના આયોજનને લઈને ચર્ચા વિચારણા થઈ શકે છે.

author img

By

Published : Feb 13, 2023, 8:02 PM IST

કેબિનેટ બેઠક મંગળવારે યોજાશે
કેબિનેટ બેઠક મંગળવારે યોજાશે

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંગળવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે વિધાનસભા ગૃહમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના અધ્યક્ષસ્થાને ગુજરાતના ધારાસભ્યોની પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી મંગળવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

પેપર લૉ બિલ બાબતે ચર્ચા: રાજ્યમાં વારંવાર જાહેર પરીક્ષાના પેપર લીક થઈ રહ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા પેપર લીક લૉ બિલ વિધાનસભા ગૃહમાં લાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગત કેબિનેટ બેઠકમાં લૉ બિલનું કાયદા વિભાગ દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલને સંતોષ ન થતા બિલ વિભાગમાં પાછું મોકલવામાં આવ્યું છે. નવી જોગવાઈઓ અને કડક સજાની જોગવાઈ માટે સૂચના આપવામાં આવી હતી. ત્યારે કેબિનેટમાં આ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.

વિધાનસભા સત્ર બાબતે ચર્ચા: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર અને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અનેક વિભાગોમાં નવા સુધારા બિલ પણ રજૂ કરવામાં આવશે. ત્યારે આજની કેબિનેટમાં વિધાનસભા સત્રને લગતા બિલોની પણ ચર્ચા કરવામાં આવશે. જ્યારે અનેક વિભાગમાં રાજ્ય સરકાર વિધાનસભા ગ્રૃહમાં સુધારા-વધારા સાથેનું બિલ પણ રજુ કરાશે. ત્યારે કઈ રીતના સુધારા વધારા કરવા અને કઈ રીતની જોગવાઈ રાખવી તે બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

આ પણ વાંચો: Valentine Day 2023: સુરતના વિદ્યાર્થીઓએ PM મોદી માટે તૈયાર કર્યું ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે, કાલે આપશે ભેટ

પાઠશાળા બાબતે ચર્ચા: ગુજરાત વિધાનસભા ગૃહમાં 15 અને 16 ફેબ્રુઆરીના રોજ લોકસભાના અધ્યક્ષસ્થાને પાઠશાળાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્ય વિસ્તારના પ્રશ્નો વિધાનસભા ગૃહમાં કઈ રીતે રજૂ કરી શકાય તે બાબતની ખાસ પાઠશાળા યોજાશે. તેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરે તો કઈ રીતે તેમનો વિરોધ ટાળવો તે બાબતની ચર્ચા પણ બેઠકમાં કરવામાં આવશે.

ટેકાના ખરીદીનું આયોજન: રાજ્ય સરકાર દ્વારા રવિ પાકની ટેકાના ભાવે ખરીદી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ખેડૂતો માટે એક ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી પોર્ટલ મારફતે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે એક માર્ચથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા કરેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ અનાજનો ભાગ ખરાબ ન થાય તે માટે ગોડાઉનની પરિસ્થિતિની પણ સમીક્ષા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.

આ પણ વાંચો: Budget 2023: AMCના બજેટમાં વિપક્ષે કર્યા સુધારા, 223 કરોડના વધારા સાથે રજૂ કર્યું 9735 કરોડનું બજેટ

પાણીની પરિસ્થિતિ બાબતે ચર્ચા: ગુજરાતમાં ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે અને તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે ત્યારે ઉનાળાની સિઝનમાં કોઈપણ ગ્રામ્ય વિસ્તાર છે તાલુકો જીલ્લો પાણીથી વલખાના મારે તે બાબતની પણ સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત ગુજરાતમાં અત્યારે કેટલું પીવા લાયક પાણીનો જથ્થો છે અને ઉનાળાની સિઝનમાં કેટલા પાણીને પીવાના જથ્થો કેટલા દિવસ સુધી ચાલી શકે છે તે બાબતની પણ ખાસ ચર્ચા કરીને બેઠકમાં કરવામાં આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.