ગાંધીનગર: ગુજરાતના જેતપુર ખાતે સાડીઓનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. પરંતુ જેતપુરમાં સાડીઓના ઉદ્યોગના કારણે ગંદા પાણીનો કોઈ નિકાલ નથી. જેથી નદીઓ પણ પ્રદૂષિત થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર દારૂ દ્વારા ડીપ-સી એફલુઅન્ટ ડિસ્પોઝલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા આ બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2022 સુધી અંતર્ગત કેટલી રકમ આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારે 31 ડિસેમ્બર 2020 ની સ્થિતિમાં કુલ 2275 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ફક્ત બે કરોડનો જ ખર્ચ થયો છે.
ખેડૂતોને આપવું જોઈએ: ડીપ સી પ્રોજેક્ટ સરકાર દ્વારા જે પ્રોજેક્ટ અમલી કરવામાં આવશે. તે બાબતે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જેતપુરની અંદર જે સાડી ઉદ્યોગ આવેલો છે. એનું લાલ અને ઝેરી પાણી જે અત્યાર સુધી નદી નાળાઓમાં છોડાતું હતું. આ પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર છોડવાના કારણે ધોરાજી, જેતપુર, ઉપલેટા અને છેક જુનાગઢનું પાણી ખરાબ થઈ રહ્યું છે. એટલે રાજ્ય સરકારે એની ટ્રીટમેન્ટ કરી અને એ શુદ્ધ પાણી કર્યા પછી ખેડૂતોને આપવું જોઈએ.
દરિયામાં પાણી છોડવામાં આવશે: ડીપ સી પ્રોજેક્ટ બાબતે અર્જુન મોઢવાડીયા વધુમાં આક્ષેપ કર્યા હતા. જેતપુરનું ગંદુ પાણી પાઇપલાઇન મારફતે પોરબંદરના નવી બંદર નજીકના દરિયામાં પાઇપલાઇન મારફત દરિયામાં નાખવાનું આયોજન થયું છે. એનું ટેન્ડર 667 કરોડના ખર્ચે 2021 માં કરવામાં આવ્યું હતું. એ પ્રમાણે બે વર્ષની અંદર આ પાણી છે. એની પાઇપલાઇન નાખી અને દરિયાની અંદર નાખવાના છે.
માછીમારોનો ધંધા ભાંગી પડશે: વધુમાં જણાવ્યું કે જો જેતપુરની સાડી ઉદ્યોગનું પાણી દરિયાની અંદર આ પાણી નાખવામાં આવશે. તો દરિયાની જીવ સૃષ્ટિ સંપૂર્ણપણે નાશ પામશે. એને કારણે જે માછીમારોનો ધંધામાં ભાંગી પડવાનો ડર છે. ઉપરાંત દરિયાકાંઠાના આસપાસ જે ખેતરો, જમીનો ગામડાઓ છે એને પણ ભારે નુકસાન જવાનું છે. એટલે રાજ્ય સરકારને મારી વિનંતી છે કે આ પાણી જેતપુરની બાજુમાં જ એક મોટો પ્લાન્ટ નાખી સાડી ઉદ્યોગને પણ આપણે બચાવવો છે. એને શુદ્ધ કરીને એ પાણી છે ખેડૂતોને ખેતી માટે વેચવું જોઈએ. અથવા તો નદીમાં છોડવું જોઈએ.
વિચારણા કરે: કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સરકારને પ્રશ્ન કર્યો હતો કે જે યોજના બની છે અને દરિયામાં પાણી નાખવાનું છે. એ દરિયા કિનારોના ખેડૂતો નાગરિકો માછીમારો સહિતના બધા લોકોનો વિરોધ છે. એટલે રાજ્ય સરકાર આ યોજનાની પુનઃ વિચારણા કરવી જોઇએ. પુનઃ વિચારણા કરીને આ પાણીનું શુદ્ધિકરણ પ્લાન્ટ નવી ટેકનોલોજીથી જેતપુરમાં નાખીને રાજ્ય સરકારના ખર્ચે અને પાણીનો પુન: ઉપયોગ થાય એવું કરે તેવું સૂચન કર્યું હતું.