ગાંધીનગર: ગુજરાત સરકારનું વર્ષ 2022-23 નું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. બજેટ ભાષણ દરમિયાન નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ CNG અને PNG ના વેટને લઈને મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સીએનજી અને પીએનજીનો 15 ટકાથી ઘટાડીને 5 ટકા વેટ કરાયો છે.
CNG અને PNG ના આજના ભાવ: વડોદરામાં વડોદરા ગેસ લિમિટેડનો સીએનજીનો ભાવ રૂ.79.10 પર કિલોગ્રામ છે. અને અદાણીનો સીએનજીનો ભાવ રૂ.78.73 પર કિલોગ્રામ છે. આ આજનો ભાવ છે અને હવે વેટમાં 10 ટકાના ઘટાડા બાદ સીએનજીના ભાવમાં રૂપિયા 7.80નો ઘટાડો આવશે. તેમજ પીએનજીનો આજનો ભાવ રૂપિયા 48 છે, 10 ટકાના ઘટાડાથી પીએનજીના ભાવમાં રૂપિયા 4.80નો ઘટાડો નોંધાશે.
આ પણ વાંચો Gujarat Budget 2023 : ખેડૂતોને ઘરેબેઠા સેવાઓ આપવા સરકાર કટિબદ્ધ, 5140 કરોડની કરી જાહેરાત
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સને લઈને મોટી જાહેરાત: આગામી વર્ષોમાં ખેતી, ઘરગથ્થું તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે વીજ વપરાશ વધવાની શકયતાઓને ધ્યાને લેતાં રાજ્યની જનતાને અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તેવા ભવિષ્યલક્ષી આયોજન સરકારે કરેલ છે. રાજ્યના વીજ વપરાશમાં રિન્યુએબલ ઊર્જાનો હિસ્સો વધારવા માટે સૌર અને પવન ઊર્જાનું મોટાપાયે ઉત્પાદન કરવાનું આયોજન છે. ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ અને બચત માટે લોક સહકાર સાથે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેમજ દરેક ક્ષેત્રે એનર્જી ઓડિટની કામગીરીને આગળ ધપાવવામાં આવશે.
આ પણ વાંચો Gujarat Budget 2023 : બજેટમાં કૃષિ અને ખેડૂતો માટે 21,605 કરોડની જોગવાઈ, જૂઓ થઈ જાહેરાત
ગુજરાત વિકાસનો મજબુત પાયો: સામાજિક અને આર્થિક વિકાસ ગુજરાતે કર્યો છે. આવનારી ઉજ્જવળ ભાવિ પેઢીના માટે કેટલીક જોગાવઈઓ પર સરકાર ધ્યાન આપી રહ્યું છે. આગામી પાંચ વર્ષમાં આ માટે 2 લાખ કરોડનો ખર્ચ કરશે. વર્ષ 2023- 23 દરમિયાન ગુજરાતનું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આગામી 5 વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાયું છે.