ગાંધીનગર: વર્ષ 2022-23 નું ગુજરાત સરકારનું બજેટ રજુ થઇ ચૂક્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પણ સરકાર કટિબદ્ધ છે. ચાલુ વર્ષે સરકારે કાયદો અને વ્યવસ્થા વિભાગ માટે 2014 કરોડનું બજેટ ફાળવ્યું છે. જુદી જુદી કોર્ટમાં ચલાવવામાં આવતા દાવાઓ અને તેની પ્રક્રિયાને લગતા દસ્તાવેજો પર કોર્ટ ફી લગાડવાની જાહેરાત કરવામાં આવી છે.
25 સીનીયર સિવિલ જજની કોર્ટની સ્થાપના: છેવાડાના માનવી સહિત સમાજના દરેક વર્ગની વ્યકિતને સરળતાથી તથા પારદર્શી રીતે ન્યાય મળી રહે તે એક બંધારણીય અધિકાર છે. માળખાકિય સુવિધાઓના વિકાસ અને ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયપ્રક્રિયામાં સરળતા લાવવા માટે ન્યાયતંત્ર અને સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યમાં ન્યાયિક વ્યવસ્થા સુદ્રઢ કરવા આગામી વર્ષોમાં 75 ડીસ્ટ્રીકટ જજની કોર્ટ તેમજ 25 સીનીયર સિવિલ જજની કોર્ટ સ્થાપવામાં આવશે.
દાવાઓ અને તેની પ્રક્રિયાને સરળ અને તર્ક સંગત બનશે: જુદી જુદી કોર્ટમાં ચલાવવામાં આવતા દાવાઓ અને તેની પ્રક્રિયાને લગતા દસ્તાવેજો પર કોર્ટ ફી લગાડવાની જોગવાઇ છે. આ વ્યવસ્થામાં ફેરફાર કરી સરળ અને તર્ક સંગત બનાવવામાં આવશે. ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયપ્રક્રિયામાં સરળતા લાવવા માટે ન્યાયતંત્ર અને સરકાર પ્રયત્નશીલ છે.
ઇ-કોર્ટ મિશન પ્રોજેક્ટ: જુદા-જુદા સ્તરે કોર્ટ બિલ્ડીંગના બાંધકામો તેમજ જાળવણી માટે 211 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંકોના મકાનો માટે 179 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઇ-કોર્ટ મિશન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત હાઇકોર્ટ અને બીજી અદાલતોમાં કોમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન થકી વ્યવસ્થામાં સરળીકરણ અને પારદર્શિતા લાવવા તેમજ પક્ષકારોને ઓનલાઇન સગવડ આપવા માટે 28 કરોડની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો Gujarat Budget 2023 : ખેડૂતોને ઘરેબેઠા સેવાઓ આપવા સરકાર કટિબદ્ધ, 5140 કરોડની કરી જાહેરાત
વકીલોના કલ્યાણ માટેના વેલફેર ફંડ માટે 5 કરોડ: પ્રોસિક્યુશનની કામગીરીને અસરકારક અને કાર્યક્ષમ બનાવવા અદ્યતન ટેકનોલોજી અને આધુનિક માળખાગત સુવિધાઓ સરકારે ઊભી કરે છે. વકીલોના કલ્યાણ માટેના વેલફેર ફંડ અંતર્ગત 5 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.