ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું 2022નું બજેટ (Gujarat Budget 2022)સત્ર શરૂ થતા પૂર્વે કોંગ્રેસ આક્રમક જોવા મળી હતી. સલાહકાર સમિતીમાં કોંગ્રેસે વિધાનસભા બજેટ સત્રના(Legislative budget session)દિવસો વધારવા તેમજ વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય તે મુદ્દાની રજૂઆત કરી હતી. જે માંગને સરકારે નકારી નાખી હતી.
વિવિધ મુદ્દે સરકારનો વિરોધ
વિરોધપક્ષના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભા શરૂ થતા પૂર્વે જણાવ્યું હતું કે, લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય છે. ગુજરાત સરકાર પોતાના ધારાસભ્યોને પ્રધાનોને પૂછવાના પ્રશ્નોની ચિઠ્ઠી પકડાવીને પ્રજાનાં મૂળ પ્રશ્નોથી વંચિત રાખી રહી છે. એટલા માટે સરકાર વિધાનસભાનું લાઇવ પ્રસારણ કરતાં ડરે રહે છે.
આ પણ વાંચોઃ Gujarat Budget Session 2022 : બજેટ લઈને રાજકોટવાસીઓની આશા અપેક્ષા
વિધાનસભા શરૂ થતા જ હોબાળો
કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, તેઓ વિધાનસભામાં આક્રમક રહેશે. તે જ પ્રમાણે બજેટ સત્રમાં ગૃહની કાર્યવાહી શરૂ થતાં રાજ્યપાલ તેમના પ્રવચન માટે ઊભા થયા હતા. ત્યારથી જ કોંગ્રેસના ધારાસભ્યોએ આક્રમક સૂત્રોનો ઉચ્ચાર શરૂ કર્યો હતો. જેમાં રાજકોટ ખંડણી પ્રકરણમાં મુખ્યપ્રધાનનું રાજીનામું તેમજ રાજ્યમાં કથળેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ માટે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીનું રાજીનામું માગવામાં આવ્યું હતું. ઉપરાંત અદાણી પોર્ટને 'ડ્રગ્સ પોર્ટ' તરીકે અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
વિરોધપક્ષ કોંગ્રેસ આક્રમક
વિધાનસભાના બજેટ સત્રમાં સંપૂર્ણ સત્ર દરમિયાન વિરોધપક્ષ કોંગ્રેસ આક્રમક રહે તેવી પૂરી સંભાવના છે. તાજેતરમાં બનેલી ઘટનાઓ જેવી કે રાજકોટ ખંડણી કેસ, અદાણી બંદર પર ડ્રગ્સ પકડા વવાનો સિલસિલો, રાજ્યમાં બનતી હત્યાની ઘટનાઓ, કોરોના કાળમાં સરકારની નિષફળતા અને કોલસા કૌભાંડને જોતા વિરોધપક્ષ સરકારને ચારે તરફથી ઘેરશે તે નક્કી છે.
આ પણ વાંચોઃ Gujarat Budget Session 2022: આજે વિધાનસભા સત્ર પહેલા યોજાશે કેબિનેટ બેઠક, નવા પ્રોજેકટ પર થશે ચર્ચા