- આત્મા ગામડાંનો અને સુવિધા શહેરની એ આશય સાથે ગુજરાતના દરેક માળખાગત સુવિધાઓનો વિકાસ સરકારે હાથ ધરેલ છે. ગામમાં શુદ્ધ પીવાનું મળે, ગામમાં પાકી ગટર વ્યવસ્થા હોય, ગામમાં પ્રવાહી અને ઘન કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા અને ગામેગામ ઇન્ટરનેટની સુવિધા પ્રાપ્ત થાય તે દિશામાં રાજ્ય આગળ વધી રહ્યું છે.
• ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા દ્વારા રસ્તા, પીવાના પાણી અને ગટર વ્યવસ્થા, આરોગ્ય અને શિક્ષણની પ્રાથમિક વ્યવસ્થા તેમજ સ્ટ્રીટ લાઇટની સુવિધા ઊભી કરવા ૧પમાં નાણાપંચ અંતર્ગત રૂ. ૨૩૮૫ કરોડની જોગવાઇ.
• ડોર ટુ ડોર કલેક્શન દ્વારા ઘન કચરો એકત્ર કરવા માટે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત ગ્રામ પંચાયતોને વ્યક્તિદીઠ માસિક ગ્રાન્ટ રૂપિયા બે થી બમણી કરી રૂપિયા ચાર કરવાની જાહેરાત. જેના માટે રૂ. ૧૭૫ કરોડની જોગવાઇ.
• માદરે વતન અને રૂર્બન યોજના માટે રૂ. ૧૪૦ કરોડની જોગવાઇ.
• ગ્રામ પંચાયતોને જરૂરી કમ્પયૂટર વ્યવસ્થા અને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટિ પૂરી પાડવા રૂ. ૯૦ કરોડની જોગવાઇ.
• નવીન બનેલ ગ્રામ પંચાયત/તાલુકા પંચાયત/જિલ્લા પંચાયતના મકાનો પર સોલાર રૂફ ટોપ માટે રૂ. ૧૦ કરોડની જોગવાઇ.
• નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ મુજબ અમલાખાડી, ઢાઢર, અમરાવતી, કોલક, બાલેશ્વર અને કીમ નદી પરના ૧૯ ગામોમાં ગંદાપાણીના શુદ્ધિકરણ અને સ્વચ્છતા માટે રૂ. ૫ કરોડની જોગવાઈ.